________________
७४७ પંચમ પરિચ્છેદ સૂત્ર-૮
રત્નાકરાવતારિકા રૂપે, સ્વક્ષેત્રની અપેક્ષાએ નગરજન્ય આદિ રૂપે અને સ્વકાલની અપેક્ષાએ વસન્તાદિ ઋતુજન્ય રૂપે, અને સ્વભાવની અપેક્ષાએ રકતપીતાદિ રૂપે જો અસ્તિત્વ વિચારાય અને પરરૂપાદિપાગે, એટલે પટવતખ્તત્વ-ગ્રામજન્યત્વ-ગ્રીષ્મઋતુજન્યત્વ ઈત્યાદિ રૂપે જો નાસ્તિત્વ વિચારાય તો વિરોધની ગંધ પણ કયાં આવે ? ભાવાર્થ એવો છે કે કોઈ પણ પદાર્થમાં જે અપેક્ષાએ અસ્તિત્વ છે તે જ અપેક્ષાએ જે નાસ્તિત્વ કહીએ તો જ વિરોધ દોષ આવે, પરંતુ જુદી જુદી અપેક્ષાએ અસ્તિ-નાસ્તિ માનવામાં કંઈ વિરોધ આવે નહીં જેમ કોઈ એક પુરૂષ જેનો પુત્ર છે તેનો જ પિતા છે એમ જો કહીએ તો અવશ્ય વિરોધ આવે, પરંતુ તે જ પુરૂષ તેના પિતાની અપેક્ષાએ પુત્ર છે એમ કહીએ અને પોતાના પુત્રની અપેક્ષાએ પિતા છે એમ જો કહીએ તો એક પુરૂષમાં પિતા-પુત્રની અપેક્ષાએ પુત્રત્વ અને પિતૃત્વ માનવામાં કંઈ વિરોધ આવતો નથી એ જ પ્રમાણે ઘટાદિમાં સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિત્વ અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિત્વ માનવામાં કંઈ વિરોધ આવતો નથી. અપેક્ષાભેદે અસ્તિત્વ અને અપેક્ષા ભેદે નાસ્તિત્વ બન્ને સાથે રહી શકે છે. વિરોધ દોષ સમજાવવા માટે પ્રકાશ અને અંધકારનો તમે જે દાખલો આપ્યો તે પણ ઉચિત નથી. કારણ કે જ્યાં પ્રકાશ છે. ત્યાં અધિક પ્રકાશની અપેક્ષાએ તે અંધકાર પાગ છે અને અંધકારની અપેક્ષાએ તે પ્રકાશ પાગ છે એમ બન્ને કહેવામાં કંઈ વિરોધ નથી. એવી જ રીતે જ્યાં અંધકાર છે ત્યાં તેનાથી પણ અધિક ગાઢ અંધકારની અપેક્ષાએ પ્રકાશ અને પ્રકાશની અપેક્ષાએ આ અંધકાર છે એમ કહેવામાં કંઈ વિરોધ આવતો નથી.
ये तु सौगता: परासत्त्वं नाभ्युपयन्ति, तेषां घटादेः सर्वात्मकत्वप्रसङ्गः । तथाहि - यथा घटस्य स्वरूपादिना सत्त्वम्, तथा यदि पररूपादिनाऽपि (सत्त्वं) स्यात्, तथा सति स्वरूपादित्ववत् पररूपादित्वप्रसक्तेः कथं न सर्वात्मकत्वं भवेत् ? परासत्त्वेन तु प्रतिनियतोऽसौ सिध्यति । अथ न नाम नास्ति परासत्त्वम्, किन्तु स्वसत्त्वमेव तदिति चेत् - अहो नूतनः कोऽपि तर्कवितर्ककर्कशः समुल्लापः । न खलु यदेव सत्त्वम्, तदेवासत्त्वं भवितुमर्हति । विधिप्रतिषेधरूपतया विरुद्धधर्माध्यासेनानयोरैक्यायोगात् । अथ पृथक् तन्नाभ्युपगम्यते, न च नाभ्युपगम्यत एवेति किमिदमिन्द्रजालम् ? ततश्चास्यानक्षरमसत्त्वमेवोक्तं भवति । एवं च यथा स्वासत्त्वासत्त्वात् स्वसत्त्वं तस्य, तथा परासत्त्वासत्त्वात् परसत्त्वप्रसक्तिरनिवारितप्रसरा, विशेषाમાવાન્
તથા વળી જે બૌધો “પરવ્યાદિની અપેક્ષાએ અસત્ત્વ” નથી સ્વીકારતા એટલે સર્વ વસ્તુઓ સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિત્વરૂપ છે. એમ માને છે પરંતુ પરવ્યાદિની અપેક્ષાએ જે નાસ્તિસ્વરૂપ છે તેને બૌધ્ધો સ્વીકારતા નથી તેઓને ઘટાદિ પદાર્થો સર્વાત્મક સર્વમય થવાનો પ્રસંગ આવશે. તે આ પ્રમાણે- જેમ ઘટનું સ્વરૂપાદિ દ્વારા (સ્વદ્રય-સ્વક્ષેત્ર-સ્વકાલ અને સ્વભાવની અપેક્ષાએ)
સત્ત્વ” સ્વરૂપ છે. તેવી જ રીતે જો પરરૂપાદિ દ્વારા પણ (પદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાલ અને પરભાવની અપેક્ષાએ પાણ) જે અસત્ત્વ છે. તે જે ન માનો તો તે અપેક્ષાએ પણ સત્ત્વ જ હોય એમ અર્થ થાય. તેથી તથા સતિ = તેમ થયે છતે જેમ ઘટાદિપણે સ્વરૂપાદિપાડ્યું છે તેવી જ રીતે પટાદિપાગે પરરૂપાદિપણું પાણ તે ઘટને પ્રાપ્ત થશે જ, તેથી સર્વાત્મકપણું કેમ ન થાય ? કારણ કે ઘટાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org