________________
પંચમ પરિચ્છેદ સૂત્ર-૮
૭૪૫
રત્નાકરાવતારિકા
असत: आत्मलाभः
જ રીતે ઉત્પાદાદિ ત્રણે પણ એકદ્રવ્યવૃત્તિ છે. અહીં કોઈ એવી શંકા કરે કે ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યમાં પરસ્પર “ભિન્નલક્ષણત્વ’” જે તમે કહ્યું છે તે અસિધ્ધ છે અર્થાત્ ભિન્ન ભિન્ન લક્ષણ નથી. તો આવી શંકા કરવી નહીં. કારણ કે ભિન્ન લક્ષણો છે. તે પ્રમાણે આ ઉત્પાદનું લક્ષણ છે. જે સ્વરૂપ અવિદ્યમાન છે. તેનો આત્મલાભ (પ્રગટપણું) જે થાય છે તે ઉત્પાદ છે. સૃષિંડમાં જે ઘટસ્વરૂપ અવિદ્યમાન છે તે ઘટસ્વરૂપ પ્રગટ થયું તેને ઉત્પાદ કહેવાય છે. સતઃ સત્તાવિયોગઃ જે વિદ્યમાન સ્વરૂપ છે તેની વિદ્યમાનતાનો વિયોગ થાય તેને નાશ કહેવાય છે. જે ઘટમાં ઘટસ્વરૂપ વિદ્યમાન છે. તેનો કપાલકાલે વિયોગ થાય છે. માટે તેને ઘટનો નાશ કહેવાય છે. ‘દ્રવ્ય પતયાનુ-વર્તનમ્'' દ્રવ્યપણે બન્ને અવસ્થામાં જે અન્વય છે તે ધ્રૌવ્ય છે આવું ધ્રૌવ્યનું લક્ષણ છે. એમ ત્રણેનાં લક્ષણો ભિન્ન ભિન્ન હોવાથી કથંચિદ્ ભિન્ન છે. આ પ્રમાણે ઉત્પાદાદિ ત્રણેનાં લક્ષણો પરસ્પર ‘“અસંકીર્ણ’’ છે અર્થાત્ ભિન્ન છે એમ સકલ લોકની સાક્ષીભૂત આ લક્ષણો છે. માટે સર્વથા ભિન્ન નથી.
न चामी भिन्नलक्षणा अपि परस्परानपेक्षाः = આ ઉત્પાદાદિ ત્રણે ભિન્ન ભિન્ન લક્ષણો વાળા હોવા છતાં પણ પરસ્પર અતિશય નિરપેક્ષ નથી, અર્થાત્ એકાન્ત ભિન્ન નથી, જેમ રૂપ-રસ-ગંધ અને સ્પર્શ ભિન્ન ભિન્ન લક્ષણોવાળા હોવા છતાં એકજ દ્રવ્યમાં એક જ કાલે એકી સાથે વર્તે છે. તેવી જ રીતે આ ઉત્પાદાદિ ત્રણે ધર્મો પણ પૂર્વાપર પર્યાયની અપેક્ષાએ અને દ્રવ્યની અપેક્ષાએ હોવાથી એક જ દ્રવ્યમાં એક જ કાલે એકી સાથે વર્તે છે. જો ત્રણે ધર્મો પરસ્પર સાપેક્ષ ન હોય અને નિરપેક્ષ જ હોય તો આકાશપુષ્પાદિ પદાર્થોની જેમ સર્વથા ‘‘અસત્” જ થવાની આપત્તિ આવે. તે આ પ્રમાણે- કેવલ એકલો ઉત્પાદ આ સંસારમાં નથી. સ્થિતિ અને વિનાશ રહિત હોવાથી, કાચબાના રોમની જેમ, તથા કેવલ એકલો વિનાશ પણ નથી. સ્થિતિ-ઉત્પત્તિ વિનાનો હોવાથી, તે કાચબાના રોમની જેમ જ, તથા સ્થિતિ પણ એકલી નથી. વિનાશ અને ઉત્પાદથી શૂન્ય હોવાથી, તે જ કાચબાના રોમની જેમ, આ રીતે આ ત્રણે ધર્મો સાથે જ હોય છે. કોઈ પણ દ્રવ્યનું કોઈ પણ પર્યાય રૂપે જ્યારે જ્યારે રૂપાન્તર થાય છે ત્યારે પૂર્વપર્યાયથી વ્યય, ઉત્તરપર્યાયથી ઉત્પાદ અને બન્ને અવસ્થામાં દ્રવ્યપણે ધ્રુવત્વ એમ ત્રણે સાથે જ હોય છે. આ પ્રમાણે પરસ્પર અપેક્ષાવાળા એવા ઉત્પાદ-વ્યય અને ધ્રુવ એમ ત્રણે ધર્મોનું સત્ત્વ હોવાપણું વસ્તુનિ વસ્તુમાં છે એમ સમજવું જોઈએ, અને જો વસ્તુમાં ત્રણે ધર્મ સાથે છે જ, તો પછી એક વસ્તુ ત્રણ ધર્માત્મક છે એમ પણ કેમ ન કહેવાય ? અર્થાત્ કહેવાય જ છે. આ ઉત્પાદાદિ ત્રણે ધર્મો ભિન્ન ભિન્ન લક્ષણવાળા હોવાથી કથંચિત્ ભિન્ન પણ છે અને પરસ્પર સાપેક્ષ હોવાથી એકદ્રવ્યમાં એકકાલે સાથે હોવાથી કથંચિત્ અભિન્ન પણ છે, માટે જ સર્વ વસ્તુ ત્રણ ધર્માત્મક છે એમ કહેવાય છે.
किञ्च, अपरमभ्यधिष्महि पञ्चाशति -
Jain Education International
=
प्रध्वस्ते कलशे शुशोच तनया मौलौ समुत्पादिते, पुत्रः प्रीतिमुवाह कामपि नृपः शिश्राय मध्यस्थताम् ।
-
For Private & Personal Use Only
www.jainelibrary.org