Book Title: Ratnakaravatarika Part 2
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 415
________________ રત્નાકરાવતારિકા સદસદાદિ અનેકાંતવાદનું વર્ણન ૭૫૦ સ્વરૂપે હોવાથી સ્વસ્વરૂપે જેમ ઉત્પન્ન થાય છે. તેમ પરનો અભાવ ન માનવાથી પરના અભાવના અભાવસ્વરૂપ એવા પરસ્વરૂપે પણ ઉત્પત્તિ થવાનો પ્રસંગ આવશે જ. માટે હે બૌધ્ધ ! પરનો અભાવ અવશ્ય માનવો જોઈએ. સ્વના સત્ત્વની જેમ પરનું અસત્ત્વ પણ અવશ્ય છે જ. योगास्तु प्रगल्भन्ते . सर्वथा पृथग्भूतपरस्पराभावाभ्युपगममात्रेण पदार्थप्रतिनियमप्रसिद्धेः पर्याप्तं तेषामसत्त्वात्मकत्वकल्पनाकदर्थनेनेति, तदसुन्दरम्, - હવે તૈયાયિકો જૈનોની સામે વાળાડંબર પૂર્વક બોલે છે કે અત્યન્ત ભિન્ન એવા “પરસ્પરાભાવ” એટલે કે અન્યોન્યાભાવનો સ્વીકાર માત્ર કરવા દ્વારા જ પદાર્થ પ્રતિનિયતસ્વરૂપવાળો જ છે એમ સિધ્ધ થઈ જ જાય છે. માટે તેષામ્ = તે પદાથોને પરના અસત્તાત્મક છે એવી કલ્પના કરવાની કદર્થના વડે સર્યું. નૈયાયિકો “અભાવ” નામનો એક સ્વતંત્ર પદાર્થ માને છે. તેના ચાર ભેદો છે. જેમાં ‘પરસ્પરાભાવ” અર્થાત્ અન્યોન્યાભાવ નામનો જે અભાવ છે. તેના દ્વારા જ પદાર્થ પ્રતિનિયતસ્વરૂપ વાળો છે. એમ સિધ્ધ થઈ જાય છે. ઘટ પોતે પટાભાવસ્વરૂપ છે. એમ માનવાની કંઈ જરૂર નથી. કારણ કે ઘટમાં રહેલો ઘટથી અત્યન્ત ભિન્ન એવો પટનો અન્યોભાવ જ ઘટને પટાત્મક નથી એમ સિધ્ધ કરશે જ. આવું નૈયાયિક જો કહે તો તે સુંદર નથી. અર્થાત્ સત્ય નથી. यतो यदा पटाद्यभावरूपो घटो न भवति, तदा घटः पटादिरेव स्यात् । यथा च घटस्य घटाभावाद् भिन्नत्वात् घटरूपता, तथा पटादेरपि स्यात्, घटाभावाद् भिन्नत्वादेव । किञ्च, अमीषां भावानां स्वतो भिन्नानाम्, अभिन्नानां वा भिन्नाभावेन भेदः क्रियते । नाय: पक्षः, स्वहेतुभ्य एव भिन्नानामेषामुत्पत्तेः । नापि द्वितीयः, स्वयमभिन्नानामन्योऽन्याभावासम्भवात् । भावाभावयोश्च भेदः स्वत एव वा स्यात्, अभावान्तरेण वा । प्राचि पक्षे भावानामपि स्वरूपेणैवायमस्तु, किमपरेणाभावेन परिकल्पितेन ?। द्वितीये, पुनरनवस्थानापत्तिः, अभावान्तरेष्वप्यभावान्तराणां भेदकानामवश्यस्वीकरणीयत्वात् । कथञ्चिदभिन्ने तु भावादभावे न कश्चिदमूदृशकलङ्कावकाशः । वस्त्वेव हि तत्तथा, सदसदंशयोस्तथापरिणतिरेव हि घटः पटो वाऽभिधीयते, न केवलः सदंशः, ततः कथं घटादिः परेणात्मानं मिश्रयेत् ? । इति सूक्तः सदसदनेकान्तः। एवमपरेऽपि भेदाभेदानेकान्तादयः स्वयं चतुरैर्विवेचनीयाः ॥५-८॥ નૈયાયિકની વાત સત્ય નથી. કારણ કે જો ઘટપદાર્થ પોતે પટાદિના અભાવાત્મક સ્વરૂપે ન હોય તો ઘટ એ પટાદિ ઈતરપદાર્થ રૂપે થાય જ. તથા પટાદિ ઈતરપદાર્થો ઘટરૂપે પાણ થાય જ. કારણ કે જેમ ઘટ પોતે ઘટાભાવથી ભિન્ન હોવાથી (ઘટાભાવ સ્વરૂપ ન હોવાથી) ઘટની ઘટરૂપતા થાય છે. તે જ રીતે તે ઘટ પટાભાવથી પણ અત્યન્ત ભિન્ન હોવાથી પટરૂપે પણ થાય છે. તથા પટાદિ ઈતર પદાર્થોની પણ ઘટરૂપતા થશે જ. કારણ કે તે પટાદિ ઇતરપદાર્થો પણ તમારા મતે ઘટાભાવથી અત્યન્ત ભિન્ન જ છે. તમારા મતે અભાવ નામનો પદાર્થ સ્વતંત્ર ભિન્ન હોવાથી તે અભાવ જેવો ઘટથી અત્યન્ત ભિન્ન છે તેવો જ તે અભાવ પટથી પણ ભિન્ન જ છે. એટલે ઘટ એ ઘટાભાવથી ભિન્ન હોવાથી જેમ ઘરરૂપ બને છે તેમ પટ પાગ (ઘટાભાવાત્મક તમે ન માન્યો હોવાથી) ઘટાભાવથી અત્યન્ત ભિન્ન થવાથી ઘટરૂપતા થશે જ. ગ્નિ = તથા વળી આ “અન્યોન્યાભાવ વડે” ઘટ-પટાદિનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418