________________
૭૫૧ પંચમ પરિચ્છેદ સૂત્ર-૮
રત્નાકરાવતારિકા ભેદ કરાય છે. એમ તમે કહો છો ત્યાં અમે તમને પુછીએ છીએ કે ઘટપટાદિથી મિનામાવેન = અત્યન્ત ભિન્ન માનેલા એવા, સ્વતંત્ર અલગ પદાર્થ સ્વરૂપ એવા આ અભાવ વડે જે ઘટપટાદિનો ભેદ કરાય છે તે ઘટપટાદિ પદાર્થો પોતે સ્વયં ભિન્ન છે અને ભેદ કરાય છે? કે સ્વયં અભિન્ન છે અને ભેદ કરાય છે ? કહો, આ બે પક્ષમાંથી તમે કયો પક્ષ માનો છો ? ના: ક્ષ:, = પ્રથમ પક્ષ કહેશો તો વ્યાજબી નથી. કારણ કે ઘટની ઉત્પત્તિનાં કારણો દંડચક્રચીવરાદિ છે અને પટની ઉત્પત્તિનાં કારણો તખ્ત-તન્તવાયાદિ છે. આવા પ્રકારની ભિન્ન ભિન્ન એવી પોતાની ઉત્પાદક સામગ્રીથી જ આ ઘટ-પટાદિ સર્વે પદાર્થોની ભિન્નપણે જ ઉત્પત્તિ થાય છે. તેથી સ્વયં ભિન્ન છે જ. તેનો ભેદ કરવા માટે અન્યોન્યાભાવ લાવવાની જરૂર શું ? જે સ્વયં ભિન્નપણે જ ઉત્પન્ન થયા છે તે ઉત્પત્તિથી ભિન્ન જ છે. એટલે ભેદ કરનાર અન્યોન્યાભાવ લાવવાની જરૂર નથી. હવે જો બીજો પક્ષ કહેશો તો તે પાણ ઉચિત નથી. કારણ કે જેમ ઘટ અને ઘટસ્વરૂપ સ્વયં અભિન્ન છે તે બેની વચ્ચે અન્યોન્યાભાવ સંભવતો નથી. તેવી જ રીતે ઘટપટાદિ સર્વે પદાર્થો જો સ્વયં અભિન્ન જ છે તો તેઓની વચ્ચે ભેદક એવા આ અન્યાભાવનો અસંભવ જ છે.
તથા વળી માવામાવયોગ્ય મેઃ ત વ વા થાત્ ? ૩માવાન્તરેખ વા ? ઘટ-પટાદિ ભાવાત્મક પદાથર્યો, અને તેઓથી અત્યન્ત ભિન્ન એવો જે આ અન્યોન્યાભાવ, આ ભાવાત્મક એવા ઘટપટાદિ અને અભાવાત્મક એવા અન્યોન્યાભાવ વચ્ચે જે તમે ભેદ માનો છો તે ભેદ શું સ્વયં છે ? કે બીજા અભાવવડે આ ભેદ કરાયેલો છે ? તમે અભાવને ઘટપટાદિ ભાવાત્મક પદાર્થોથી અત્યન્ત ભિન્ન માનો છો તેથી અમે તમને પુછીએ છીએ કે ભાવ (સ્વરૂપ ઘટપટાદિ) અને અત્યન્ત ભિન્ન માનેલા એવા આ અભાવની વચ્ચે જે અત્યન્ત ભેદ તમે માનો છે તે ભેદ સ્વયં છે ? કે બીજા કોઈ અભાવ વડે આ ભેદ કરાયો છે ? પ્રતિ પક્ષે = જો પ્રથમપક્ષ કહેશો તો જેમ ભાવ અને અભાવની વચ્ચે સ્વયં આ ભેદ છે. તેવી જ રીતે માવાનામપિ સ્વરૂપેળવાયમg, fમારેમાન પરિન્જિન = ભાવાત્મક એવા ઘટ-પટાદિ પદાર્થોનો પણ સ્વરૂપે જ (સ્વયં જ) આ ભેદ હો, ભેદ માટે બીજા અભાવને (અન્યોન્યાભાવને) માનવાની શું જરૂર ? દ્વિતીયે. અને જો બીજો પક્ષ કહેશો તો વળી અનવસ્થાન નામના દોષની આપત્તિ આવશે. ભાવ અને અભાવની વચ્ચે ભેદ કરનારા એવા અભાવાન્તરોમાં પણ આવા પ્રકારના જ ભેદક એવા બીજા બીજા અભાવાન્તરોને પણ અવશ્ય સ્વીકારવા જ પડશે. કારણ કે ભાવ અને અભાવનો ભેદ કરનાર જેમ અભાવાન્તર તમે માનો છો તે જ રીતે આ અભાવાન્તરનો પાગ ભાવની સાથે ભેદ કરનાર ત્રીજો અભાવાર માનવો પડશે. એમ પરંપરા ચાલવાથી અનવસ્થાન દોષ અવશ્ય આવશે જ.
હે નૈયાયિક ! તમે ભાવાત્મક એવા ઘટપટાદિથી અભાવને એકાન્ત ભિન્ન માનો છો એટલે ઉપરોક્ત દોષો આવે છે. પરંતુ કંઈક દષ્ટિ ખોલો અને જગતના સ્વરૂપને જેમ છે તેમ પારમાર્થિકપણે જુઓ ચિમિને તુ માવાભાવે ભાવાત્મક પદાર્થોથી અભાવને કથંચિત્ અભિન્ન જો માનો તો ન મૂડુરાવારા: આવા પ્રકારના (ઉપર કહ્યા તે) કલંકો (દોષો) લાગવાનો કોઈ અવકાશ જ નથી. કારણ કે સંસારની તે પ્રત્યેક વસ્તુ પોતે જ તેવી છે. અર્થાત્ સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org