________________
રત્નાકરાવતારિકા સદસદાદિ અનેકાન્તવાદનું વર્ણન
૭૫૨ સસ્વભાવવાળી છે પરદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્વભાવવાળી એમ ઉભયસ્વભાવાત્મક જ છે. ભાવ અને અભાવ પરસ્પર કથંચિ ભિન્ન અને કથંચિત્ અભિન્ન છે સદંશ અને અસદંશની તેવા પ્રકારની પરિણતિ જ ઘટ અથવા પટ કહેવાય છે. અર્થાત ઘટ એ ઘટભાવે સદંશ છે અને પટ ભાવે અસદંશ છે. તેવી રીતે પટ એ પટભાવે સદંશ છે અને ઘટભાવે અસદંશ છે. એક સર્વે પદાર્થોની પરિણતિ સ્વ-પરની અપેક્ષાએ સદંશાત્મક અને અસદંશાત્મક એમ ઉભયાત્મક જ છે. ન વ: સäરાઃ પરંતુ કેવલ એકલી સદંશાત્મક વસ્તુ છે જ નહીં તતઃ યે ઘટાઃિ પરેશાત્માનું મિશ્રયેત્ ? તેથી ઘટાદિ પદાથોં કેવી રીતે પરદ્રવ્ય એવા પટાદિની સાથે પોતાની જાતને મિશ્રિત કરે ? જો ઘટાદિ કેવલ સરૂપ જ હોત તો જેમ ઘટરૂપે સતું છે તેમ પટરૂપે પણ સત્ જ થવાથી ઘટમાં જેમ ઘટરૂપતા છે તેમ પટરૂપતા પાણ મિશ્ર થાત. પરંતુ કેવલ સરૂપતા છે જ નહીં. પરંતુ ઉભયાત્મકતા છે. માટે આવા દોષો સ્યાદ્વાદ માનવાથી આવતા નથી. તિ સૂ: રસનેન્તિઃ = આ પ્રમાણે સત્ અને અસત્ એમ અનેકાન્તમય વસ્તુ સ્વરૂપ છે એવું પૂવૉચાયોંએ જે કહ્યું છે તે જ સુવચન છે.
આ પ્રમાણે ભેદભેદના અનેકાન્ત વિગેરે વાદો પણ ચતુર પુરૂષોએ સ્વયં જાણી લેવા. એકાન્ત સતું અને એકાન્ત અસમાં જેવા દોષો આવે છે અને સંતુ-અસત્નો અનેકાન્તમાર્ગ જેમ સર્વથા નિદૉષ છે. તેવી જ રીતે એકાન્તભેદ અને એકાન્ત અભેદમાં પણ અનેક દોષો જ ભરેલા છે. ભેદભેદનો અનેકાન્ત જ નિર્દોષ છે. તેવી જ રીતે નિત્યાનિત્ય, વાવાએ, અને સામાન્ય વિશેષ વિગેરે અનેકાનમાર્ગ જ સર્વથા નિર્દોષ છે. આ પ્રમાણે તિર્યક્ષામાન્ય અને ઉર્ધ્વતાસામાન્ય નામનું બે પ્રકારનું સામાન્ય અને ગુણ તથા પર્યાય એ નામનું બે પ્રકારનું વિશેષ છે. એમ સામાન્ય તથા વિશેષ એવી ઉભયાત્મક વસ્તુ પ્રમાણનો (પ્રમાગજ્ઞાનનો) વિષય છે. તેને પ્રમેય કહેવાય છે. આ પ્રમાણે પ્રથમ પરિચ્છેદમાં પ્રમાણનું લક્ષણ, બીજા પરિચ્છેદમાં પ્રમાણના ભેદો અને પ્રત્યક્ષપ્રમાણનું વર્ણન, ત્રીજા પરિચ્છેદમાં પરોક્ષ પ્રમાાગના પાંચ ભેદો પૈકી પ્રથમ ચાર ભેદોનું વર્ણન, ચોથા પરિચ્છેદમાં પરોક્ષપ્રમાણના પાંચમા ભેદ રૂપ આગમપ્રમાણનું વર્ણન અને આ પાંચમા પરિચ્છેદમાં પ્રમેયનું વર્ણન કર્યું. હવે છઠા પરિચ્છેદમાં પ્રમાણના ફળનું વર્ણન તથા ચાર પ્રકારના આભાસોનું વાર્ણન, સાતમાં પરિચ્છેદમાં દ્રવ્યાર્થિક આદિ નયોનું વર્ગન, અને આઠમા પરિચ્છેદમાં વાદવિધિનું વાર્ણન કરવામાં આવશે. ૫-૮
इति प्रमाणनयतत्त्वालोकालङ्कारे श्रीरत्नप्रभाचार्यविरचितायां रत्नाकरावतारिकाख्यलघुटीकायां प्रमेयस्वरूपनिर्णयो नाम पञ्चम: परिच्छेद: समाप्तः આ પ્રમાણે પ્રમાણનયતત્તાલોકાલંકાર નામના ગ્રંથ ઉપર શ્રી રત્નપ્રભાચાર્યજીની બનાવેલી રત્નાકરાવતારિકા નામની લઘુટીકામાં પ્રમેયના સ્વરૂપને સમજાવનારો આ પાંચમો પરિચ્છેદ પૂર્ણ થયો. તથા તેનું ગુજરાતી ભાષાન્તર
પણ સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org