________________
૭૪૯ પંચમ પરિચ્છેદ સૂત્ર-૮
રત્નાકરાવતારિકા પરના સત્ત્વને આવતું અટકાવી શકાશે નહીં. અને તેમ થવાથી વિવક્ષિત એક ઘટ જેમ ઘટ રૂપે સત્ છે તેમ પટાદિ ઈતર પરપદાર્થ રૂપે પણ તે ઘટ સત્ જ થશે, અસતુ થશે નહીં, જેથી સર્વાત્મકતા અનિવારિત આવશે જ.
अथ नाभावनिवृत्त्या पदार्थो भावरूपः, प्रतिनियतो वा भवति, अपि तु स्वसामग्रीतः स्वस्वभावनियत एवोपजायत इति किं परासत्त्वेनेति चेत् ? न किश्चित्, केवलं स्वसामग्रीतः स्वस्वभावनियतोत्पत्तिरेव, परासत्त्वात्मकत्वव्यतिरेकेण नोपपद्यते । पारमार्थिकस्वासत्त्वासत्त्वात्मकस्वसत्त्वेनेव परासत्त्वासत्त्वात्मकपरसत्त्वेनाप्युत्पत्तिप्रसंगात् ।
બૌધ્ધ - હે જૈન ! તમે ઉપર જે કહ્યું કે જેમ સ્વના અસત્ત્વનો અભાવ થવાથી સ્વનું સત્ત્વ થાય છે. તેમ જો પરનું અસત્ત્વ નહી માનો તો “પરના અસત્ત્વનું અસત્ત્વ થવાથી' એટલે કે પરના અભાવનો અભાવ થવાથી વિવક્ષિત પદાર્થ પરરૂપે ભાવાત્મક થઈ જશે. આવા પ્રકારનો જે દોષ તમે અમને આપ્યો તે ઉચિત નથી. કારણ કે નામાવનિવૃજ્યા પાથ માપ: પ્રતિનિયતો વી. 'મતિ, અભાવની નિવૃત્તિ વડે પદાર્થ પરસ્વરૂપે ભાવાત્મક કે સ્વસ્વરૂપે પ્રતિનિયતસ્વરૂપવાળો બનતો નથી. અહીં મનિવૃજ્યા માં જે અભાવ શબ્દ છે. તે પરના અસત્ત્વ રૂપ અભાવ પણ લેવાય છે અને સ્વના અસત્ત્વ રૂપ અભાવ પાગ લેવાય છે. પરના અસત્વરૂપ અભાવની નિવૃત્તિ વડે પદાર્થ કંઈ પરરૂપે ભાવાત્મક બની જતો નથી. અને સ્વના અસત્વરૂપ અભાવની નિવૃત્તિ વડે પદાર્થ કંઈ પ્રતિનિયત સ્વરૂપે થતો નથી. કહેવાનો આશય એવો છે કે વિવક્ષિત એવા ઘટમાં પરના અભાવની જો નિવૃત્તિ માનીએ એટલે પર એવા પટાદિનો અભાવ નથી એમ જો માનીએ તો પટાદિના અભાવનો અભાવ થવાથી આ ઘટ પટાદિ પરપદાર્થ રૂપે ભાવાત્મક થઈ જશે. એમ ન કહેવું. એવી જ રીતે વિવક્ષિત એવા ઘટમાં સ્વના અભાવની નિવૃત્તિ માનીએ એટલે સ્વના અભાવનો અભાવ માનવાથી પ્રતિનિયત એવા ઘટસ્વરૂપાત્મક છે એમ ન કહેવું. સારાંશ એમ છે કે પરના અભાવની નિવૃત્તિ માનવાથી પદાર્થ પર રૂપે ભાવાત્મક થઈ જશે, અને સ્વના અભાવની નિવૃત્તિ માનવાથી પદાર્થ પ્રતિનિયત સ્વસ્વરૂપે છે. એમ હે જૈન ! તમારે ન કહેવું. કારણ કે પદાર્થ આ રીતે પ્રતિનિયત સ્વરૂપવાળો થતો નથી તુ = પરંતુ પોતાની ઉત્પાદક સામગ્રી દ્વારા જ (દંડ-ચક્ર-ચીવર આદિ દ્વારા જ) પદાર્થ પોતાના સ્વભાવરૂપે (ઘટરૂપે) નિયત પાસે જ ઉત્પન્ન કરાય છે માટે “પરનું અસત્ત્વ” માનવાની શી જરૂર છે ? દંડાદિ ઉત્પાદક સ્વસામગ્રી દ્વારા ઘટ ઘટરૂપે જ ઉત્પન્ન કરાય છે. તેમાં સ્વના અભાવનો અભાવ માનવાથી પ્રતિનિયત સ્વસ્વરૂપ આવે છે એમ પણ નથી. અને પરના અભાવનો અભાવ માનવાથી પરરૂપે ભાવાત્મક થઈ જાય છે એમ પણ નથી.
જૈન - તિ રે, ન નિશ્ચિતૂ હે બૌધ્ધ ! જો તું ઉપર પ્રમાણે બચાવ કરે તો તે કંઈ ઉચિત નથી. કારણ કે ફકત પોતાની ઉત્પાદક સામગ્રી દ્વારા જ સર્વે પદાર્થોની પોત પોતાના નિયત સ્વસ્વરૂપે ઉત્પત્તિ માત્ર જ છે એવું જે તમે કહ્યું તે પરના અસત્ત્વાત્મક એવો પરનો અભાવ વ્યતિરેT = માન્યા વિના સંભવી શકે જ નહીં. કારણ કે સર્વે પદાર્થો વાસ્તવિક સ્વના અભાવના અભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org