Book Title: Ratnakaravatarika Part 2
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 413
________________ રત્નાકરાવતારિકા ઉત્પાદાદિ ત્રિપદીનું વર્ણન ७४८ પદાર્થ ઘટાદિઆત્મક સ્વરૂપે જેમ અસ્તિમય છે. તેમ તે જ ઘટાદિ પદાર્થ પટાદિ આત્મક પરરૂપે જો નાસ્તિ ન માનો તો પટાદિ આત્મક પરરૂપે પણ તે ઘટાદિ અસ્તિમય જ થશે. આ રીતે ઘટ એ ઘટ-પટ-આદિ સર્વરૂપે થતાં સર્વાત્મકતા આવશે. આ દોષમાંથી બચવા જો પરનું અસત્વ માનીએ તો જ તે પરદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિત્વ સ્વીકારવા દ્વારા જ આ પદાર્થ પ્રતિનિયત (ઘટ) સ્વરૂપે જ છે. એમ સિદ્ધ થાય છે. બૌધ્ધ - હે જૈન ! “પર અસત્ત્વ” સર્વથા નથી એમ અમે કહેતા નથી. પરંતુ જે સ્વસત્ત્વ છે તે જ પર અસત્ત્વ છે એમ અમે કહીએ છીએ. ઘટાદિ પદાર્થોનું ઘટાદિપણે જે અસ્તિત્વ છે તે જ પટાદિ પાસે નાસ્તિત્વ છે. એમ અમારું કહેવું છે. જૈન - હે બૌધ્ધ તર્કના વિકલ્પોથી કઠોર એવો તમારો આ કોઈ અપૂર્વ જ (કોઈને પણ બુધ્ધિમાં ન ઉતરે તેવો) ઉલ્લાપ છે. અર્થાત્ તમારું આ કથન કેવલ તકની જ કર્કશતા વાળું છે. પરંતુ યથાર્થ નથી. કારણ કે જે સત્ત્વ છે. તે જ અસત્ત્વ કેમ બની શકે ! જે અતિ સ્વરૂપ છે વિદ્યમાનાત્મક છે. તે નાસ્તિ સ્વરૂપ-અવિદ્યમાનાત્મક કેમ થઈ શકે ? કારાગ કે જે સત્ત્વ છે તે વિધિરૂપ છે. અને જે અસત્ત્વ છે તે પ્રતિષેધ રૂપ છે. આ પ્રમાણે સત્વ અને અસત્ત્વ એ વિધિ અને પ્રતિષેધ સ્વરૂપ હોવાથી પરસ્પર વિરૂધ્ધ ધર્મયુક્ત હોવાથી આ બન્નેનું ઐકય કેમ કહેવાય? પરસ્પર વિરોધી ધર્મવાળા છે માટે સર્વ એ જ અસત્ત્વ બની શકે નહીં. તેથી બૌધ્ધનું કહેવું ઉચિત નથી. બૌધ્ધ - ૫થ પૃથ તામ્યુપતે હે જેન તે પરાસરૂને અમે (સ્વસત્ત્વથી) પૃથ માનતા નથી. પરંતુ ૧ ૨ નવુપમ્પત પતિ અમે (બૌધ્ધો) પરાસરૂને સર્વથા નથી સ્વીકારતા એમ નહીં. અર્થાત્ જે સ્વસત્ત્વ છે તે જ પરાસત્ત્વ છે. સ્વસત્ત્વથી જુદુ એવું પરાસત્ત્વ કંઈ નથી. એમ અમારું કહેવું છે. જૈન - મિમિન્દ્રનામ્ = આ તે ઈન્દ્રજાલ જેવું તમે શું કહ્યું. અર્થાત્ આ ગોળ ગોળ બોલવા રૂપ માન્યતાથી શું ? તમારા કહેવા પ્રમાણે તો જે સ્વસત્ત્વ છે તે જ પરાસત્ત્વ છે. અર્થાત્ પરની અપેક્ષાવાળું એવું ભિન્ન પરાસત્ત્વ નથી. તતી તેથી તેનલમ્ = મુખેથી ન બોલાયેલું પરંતુ ગર્ભિત રીતે અર્થથી કહેલું ૩૭ આ પરાસત્ત્વનું ગર્વમેવ = અસત્ત્વ જ અર્થાત્ પરાસત્ત્વનો અભાવ જ ૩ મવતિ = કહેલો થાય છે. પરના અસત્ત્વનો અભાવ જ તમારા વડે ગર્ભિત રીતે સૂચવાય છે. પૂર્વ ર અને એમ થવાથી થા વીસ્વાસસ્વીત્ સર્વ ત, જેમ તે ઘટપટાદિ પદાર્થોમાં સ્વનું અસવ ન હોવાથી સ્વરૂપે સત્ છે. તથા પરીસર્વીસ્વીતું પરસેન્દ્રપ્રસરિનિવારિતસર = તેવી જ રીતે તે જ ઘટ પટ આદિ પદાર્થોમાં પરના અસત્ત્વનો અભાવ માનવાથી તે ઘટપટ આદિ પદાર્થોમાં પરરૂપે પણ “સ” માનવાનો પ્રસંગ આવશે જ, જેને તમે નિવારી શકશો નહીં. કારણ કે જેવો સ્વના સત્વનો અભાવ હોવાથી સ્વનું અસત્ત્વ છે. તેવી જ રીતે પરના અસત્ત્વનો અભાવ માનવાથી માનો કે ન માનો પરંતુ પરનું સત્ત્વ આવી જ જશે, બન્નેમાં કોઈ વિશેષતા ન હોવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 411 412 413 414 415 416 417 418