________________
રત્નાકરાવતારિકા ઉત્પાદાદિ ત્રિપદીનું વર્ણન
૭૪૪ છે. તેથી નિત્યાનિત્ય જ છે. એકાન્ત નિત્ય કે એકાન્ત અનિત્ય નથી.
ननूत्पादादयः परस्परं भिद्यन्ते नवा ? । यदि भिद्यन्ते,कथमेकं वस्तु त्रयात्मकम् । न भिद्यन्ते चेत्, तथापि कथमेकं त्रयात्मकम् ?। तथा च .
यद्युत्पत्त्यादयो भिन्नाः, कथमेकं त्रयात्मकम् ?
ગોતત્ત્વવિમિનાર, યમે ત્રયત્મિન્ ? શા ___ इति चेत्, तदयुक्तम्, कथश्चिद् भिन्नलक्षणत्वेन तेषां कयश्चिद् भेदाभ्युपगमात् । तथाहि . उत्पादविनाशध्रौव्याणि, स्याद्भिन्नानि भिन्नलक्षणत्वात्, रूपादिवत् । न च भिन्नलक्षणत्वभसिद्धम्, असतः आत्मलाभः, सतः सत्तावियोगः, द्रव्यरूपतयाऽनुवर्तनम् च, खलूत्पादादीनां, परस्परमसंकीर्णानि लक्षणानि सकललोकसाक्षिकाण्येव । न चामी भिन्नलक्षणा अपि परस्परानपेक्षाः, खपुष्पवदसत्त्वापत्तेः । तथाहि- उत्पाद: केवलो नास्ति, स्थितिविगमरहितत्वात्, कूर्मरोमवत्, तथा विनाशः केवलो नास्ति, स्थित्युत्पत्तिरहित्तत्वात्, तद्वत्, एवं स्थितिः केवला नास्ति, विनाशोत्पादशून्यत्वात्, तद्वदेव, इत्यन्योन्यापेक्षाणमुत्पादादीनां वस्तुनि सत्त्वं प्रतिपत्तव्यम् । तथा च कथं नैकं त्र्यात्मकम् ? ।
પ્રશ્ન - આ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય એ ત્રાગે પરસ્પર ભિન્ન છે ? કે અભિન્ન છે ? જો આ ત્રણે ભિન્ન ભિન્ન છે તો કોઈ પણ એક વસ્તુ ત્રણધર્માત્મક છે એમ કેમ કહેવાય ? કારણ કે ઉત્પાદિ ત્રણે જો ભિન્ન ભિન્ન જ છે તો જ્યાં ઉત્પાદ છે ત્યાં વ્યયાદિ ન હોવાથી, અને જ્યાં વ્યય હોય ત્યાં ઉત્પાદાદિ ન હોવાથી, અને જ્યાં ધ્રૌવ્ય છે ત્યાં ઉત્પાદ-વ્યય ન હોવાથી એક વસ્તુ ત્રણ ધર્માત્મક કેમ કહેવાય ? ને મિત્તે તું તથા આ ઉત્પાદાદિ ત્રણે જો ભિન્ન ભિન્ન નથી અર્થાતું અભિન્ન જ છે તો અભિન્ન હોવાથી ત્રણે મળીને એકરૂપ થવાથી એક જ છે. તેથી પણ એક વસ્તુ ત્રાણધર્માત્મક છે એમ કેવી રીતે બને ? તેથી.
“જો ઉત્પત્તિ આદિ ત્રણે ધર્મો પરસ્પર ભિન્ન જ છે. તો પછી એક વસ્તુ ત્રણ ધર્માત્મક છે એમ કેમ બને ? અને જો ઉત્પત્તિ આદિ ત્રણે ધમોં પરસ્પર અભિન્ન જ છે તો પણ એક વસ્તુ ત્રણધર્માત્મક છે એમ કેમ કહેવાય ?'
તિ રે, તપુમ્ = આ પ્રમાણે જો તમે કહો તો તે તમારો પ્રશ્ન બરાબર નથી. આ ઉત્પાદાદિ ત્રણેનાં લક્ષણો કથંચિત્ ભિન્ન ભિન્ન હોવાથી પરસ્પર ત્રાગે કથંચિત્ ભિન્ન છે. અર્થાત્ સર્વથા એકાન્ત ભિન્ન નથી, પરંતુ કથંચિત્ ભિન્ન છે. તે આ પ્રમાણે - ઉત્પાદ-વ્યય અને પ્રૌવ્ય આ ત્રણે (પક્ષ) પરસ્પર સ્યાદ્ ભિન્ન છે. કથંચિત્ ભિન્ન છે. (સાધ્ય), ત્રણેનાં લક્ષણો ભિન્ન ભિન્ન હોવાથી (હેતુ), રૂપ-રસ-ગંધ-સ્પર્શની જેમ (ઉદાહરણ), જેમ ચક્ષુગ્રહ્યત્વ એ રૂપનું લક્ષણ છે જે રસાદિમાં નથી, રસનાગ્રાહ્યત્વ એ રસનું લક્ષણ છે જે રૂપમાં નથી, પ્રાણગ્રાહ્યત્વ એ ગન્ધનું લક્ષણ છે તે રૂપ રસમાં નથી. એમ રૂપાદિ ચારેનાં લક્ષણો જેમ ભિન્ન ભિન્ન છે. તેમ ઉત્પાદ-વ્યય અને ધ્રુવનાં લક્ષણો ભિન્ન ભિન્ન છે. માટે પરસ્પર આ ત્રણે ભિન્ન છે. છતાં રૂપાદિ ચારે એકદ્રવ્યવૃત્તિ જેમ છે. તેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org