________________
રત્નાકરાવતારિકા ગુણ પર્યાયનું વર્ણન
૭૪૨ ધર્મ અને અકર્તુત્વધર્મસ્વભાવવાળો ધર્મી વિરૂધ્ધધમોંથી યુક્ત હોવાથી અવશ્ય કથંચિત્ ભિન્ન છે જ. એકાન્ત અભિન્ન નથી જ. તેથી ધર્મીદ્રવ્ય સર્વથા એકાન્ત નિત્ય જ છે. સદા એકરૂપવાળું જ છે એમ સિધ્ધ થતું નથી. આ રીતે સર્વે પણ વસ્તુઓ નિત્યાનિત્ય એમ ઉભયસ્વરૂપ છે. દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય છે એમ નક્કી થયું. સર્વ વસ્તુઓ દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય માન્યા વિના સર્વ વસ્તુઓ ઉત્પાદ-વ્યય- અને ધ્રૌવ્યાત્મક છે આ વાત સિદ્ધ થતી નથી. અને સંસારમાં સર્વે વસ્તુઓ ઉત્પાદાદિ ત્રણ ધર્માત્મક દેખાય છે, તેથી નક્કી નિત્યાનિત્ય છે જ. તે આ પ્રમાણે - | સર્વે વસ્તુઓ દ્રવ્યાત્મકપણે ઉત્પન્ન થતી નથી તથા વિનાશ પણ પામતી નથી. કારણ કે અતિશય સ્પષ્ટપણે “અન્વય” દેખાય જ છે. જેમ કે મૃપિંડમાંથી ઘટ બને ત્યારે, અને ઘટનો નાશ થઈ કપાલ બને ત્યારે એમ મૃપિંડ-ઘટ અને કપાલાદિ અવસ્થાઓમાં મૃદ્દદ્રવ્યનો અન્વય સ્પષ્ટ જણાય જ છે. બાલ્ય-યુવા- અને વૃદ્ધાવસ્થામાં જીવનો અન્વય સ્પષ્ટ જણાય જ છે. એમ સર્વત્ર સમજવું.
પ્રશ્ન - સર્વે વસ્તુઓમાં દ્રવ્યપણે “અન્વય” દેખાય છે. એવી તમારી વાત વ્યભિચાર વાળી છે. અર્થાત્ જ્યાં અન્વય હોતો નથી ત્યાં પાણ અન્વયનું દર્શન થાય છે. જેમ કે ટૂન કાપેલા અને પુનર્નાત ફરીથી ઉગેલા એવા નરવારિ૬ = નખ અને આદિ શબ્દથી માથાના કેશ વિગેરેમાં જે નખ અને કેશ કાપેલા છે તે ફરીથી ઉગ્યા નથી બીજા જ નખ અને કેશ ઉગ્યા છે છતાં જે કાપ્યા હતા તે નખ અને કેશ પાછા બહુ વધી ગયા છે. એવો અન્વય દેખાય છે. તેવા અન્વય દર્શનની સાથે તમારી વાત વ્યભિચારી છે.
ઉત્તર - કાપેલા અને ફરીથી ઉગેલા નખ અને કેશાદિમાં જે અન્વયે દેખાય છે. તે પ્રત્યક્ષાદિ પ્રમાણો વડે બાધિત છે. માટે તે અન્વય સ્પષ્ટપણે વાસ્તવિકપણે અન્વય કહેવાય નહીં. કારણ કે જે નખ અને કેશ કાપેલા છે તે ફરીથી ઉગ્યા જ નથી. બીજા નવા જ ઉગ્યા છે. છતાં તે જ સ્થાને ફરીથી ઉગ્યા છે. એટલે ઉપચાર કરાય છે કે તે જ ઉગ્યા છે. વાસ્તવિક તો નવા જ ઉગ્યા છે. જે કાપ્યા છે તે તો કદાચ કચરાપેટી આદિમાં પડ્યા પણ હોઈ શકે છે. માટે તે ઉગ્યા જ નથી. નવા જ આવ્યા છે. તેથી ત્યાં તે જ આ ફરીથી ઉગ્યા છે એવો જે અન્વય દેખાય છે. તે પ્રમાણથી બાધિત છે. પરંતુ ઘટ-પટ-આદિ સર્વ દ્રવ્યમાં જે અન્વય દેખાય છે. તે અમે સમજાવેલો પ્રસ્તુત અન્વય પ્રમાણવિરૂધ્ધ નથી. કારણ કે જે મૃપિંડ છે તે જ ઘટ બને છે અને જે ઘટ છે તે જ કપાલ બને છે જે વસ્તુ છે તે જ પટ બને છે. જે બાલ્યાવસ્થા વર્તી દેવદત્ત છે તે જ યુવાવસ્થાવર્તી દેવદત્ત થાય છે અને જે યુવાવસ્થાવર્તી દેવદત્ત છે તે જ વૃધ્ધાવસ્થાવર્તી થાય છે. એમ સત્ય (સાચી) અર્થાત્ પ્રમાણથી અવિરૂધ્ધ એવી પ્રત્યભિજ્ઞા દ્વારા આ વાત સિદ્ધ થાય છે. માટે પ્રમાણથી વિરૂધ્ધ નથી પરંતુ પ્રમાણસિધ્ધ છે. તેથી નક્કી થયું કે દ્રવ્યાત્મકપણે સર્વે પણ વસ્તુઓની સ્થિતિ જ છે. અર્થાત્ દ્રવ્યાત્મકપણે ઉત્પાદ-વ્યય નથી જ પરંતુ સ્થિતિ છે. તેથી જ સર્વે દ્રવ્યો અનાદિ-અનંત છે. અનાદિ હોવાથી ઈશ્વર-કક પણ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org