Book Title: Ratnakaravatarika Part 2
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 405
________________ રત્નાકરાવતારિકા ગુણ પર્યાયનું વર્ણન ૭૪૦ બૌધ્ધ - હે જૈન ! સહકારી કારણોનો સંયોગ અને સહકારી કારણોનો વિયોગ આ બન્ને ધર્મો છે કાલક્રમે આવા પ્રકારના બન્ને ભિન્ન ભિન્ન ધર્મમેક્રેપ ધર્મભેદ થવા છતાં પણ ન ધર્મ કfa ધર્મી એવા નિત્ય દ્રવ્યમાં કંઈ (લાભ-નુકશાન) થતું નથી કારણ કે તતો તે ધર્મીદ્રવ્યથી તેષાં તે ધમ મિત્વાન્ અત્યત ભિન્ન હોવાથી ધર્મ બદલાવા છતાં ધર્મી બદલાતો નથી. તેથી બન્ને ધર્મકાલે ધર્મી એક જ રહે છે. જેથી ધર્મિભેદ થવાનો તમે જે દોષ અમને આપો છો. તે આવતો નથી. જૈન - હે બૌધ્ધ ! આવા પ્રકારના એકાન્ત ભેદ વાળા ધર્મ-ધર્મીવાદનું (અપવાદક) ખંડન એ જ (પ્ર૪=) શ્રેષ્ઠ ઉત્તર અહીં હો. અર્થાત્ ધર્મથી ધમ, અને ધમથી ધર્મ એકાન્ત ભિન્ન આ સંસારમાં નથી, તેથી તમે આ બન્નેનો એકાન્ત ભેદ કલ્પીને ઉપર જે ઉત્તર આપ્યો છે. તે બરાબર નથી. કારણ કે ધર્મ-ધર્મીના એકાન્તભેદનું ખંડન (એકાન્તભેદનો તિરસ્કાર) જે છે તે જ અહીં ઉત્તર છે. તથા તQs = ધર્મ-ધર્મનો એકાન્તભેદ માનવા છતાં પણ સહકારીકારણોનો સંયોગ માત્ર જ ન ફાર્યમર્નતિ કાર્ય કરે છે એમ નથી. પરંતુ તે પદાર્થ પોતે પણ કાર્ય કરનાર છે જ. અર્થાત્ સહકારીકારણોનો સંયોગ અને ધર્મોપદાર્થ એમ બન્ને સાથે મળીને જ કાર્ય કરે છે. તથા ૨ = તેથી ત૫ મી ધર્મી એવા તે પદાર્થનો પરમક્ષ = સહકારીકારણોની સાકલ્યતા હોતે છતે છેલ્લા સમયે તારા વક્ષેપયિાધર્મમાવેઃ = જેવા પ્રકારનો તુરત જ પોતાની અર્થક્રિયા રૂપ છે કાર્ય કરવાનો ધર્મસ્વભાવ છે. તારા ઇવ રે પ્રથમફળsf, તેવો જ ધર્મસ્વભાવ જો પ્રથમક્ષણે પણ છે તો તો તે તે પ્રથમક્ષણકાલે જ કસો આ ધર્મોપદાર્થ પ્રસહ્ય બળાત્કારે પણ કાર્ય ફળો કરતો જળરાના દેવના સોગન આપવા છતાં પણ નાસ્તિયિતું રાજ્ય = રોકવાને શકય નથી. સારાંશ એ છે કે ધર્મી દ્રવ્યથી ધમ જો કે એકાન્ત ભિન્ન નથી. એટલે સહકારી કારણોનું સાકલ્ય અને વૈકલ્ય રૂપ જે ધમ છે તે ધમ ધમથી એકાન્ત ભિન્ન નથી. પરંતુ ભિન્નભિન્ન ઉભય રૂપ છે. તેથી ધર્મીદ્રવ્ય એકવાર વિયોગવાળું અને એકવાર સંયોગવાળું બનવાથી કથંચિત્ જ નિત્ય છે. એકાન્ત નિત્ય નથી. છતાં પણ ધારો કે ધર્મીથી ધમ એકાન્ત ભિન્ન હોય તો પાગ સાફલ્ય રૂપ ધર્મ જ કાર્યકર્તા નથી પરંતુ સાકલ્ય રૂપ ધર્મ, અને પદાર્થ આત્મક ધર્મી એમ બન્ને કાર્ય કરનાર છે. તેથી ધર્મી પણ કાર્યને કરનાર હોવાથી ચરમસમયે ધમમાં અક્ષેપે કાર્ય કરવાનો જેવો સ્વભાવ છે. તેવો જ સ્વભાવ તે ધર્મને તમે એકાને નિત્ય માન્યો હોવાથી પ્રથમ સમયે પણ માનવો જ પડશે અને તેમ માનતાં ચરમસમયે તે ધર્મોપદાર્થ જેવું અક્ષેપે કાર્ય કરે છે તેવું જ પ્રથમસમયે પણ કાર્યકરનાર જ બનવું જોઈએ. પરંતુ પ્રથમસમયે કાર્યના અકતૃત્વસ્વભાવવાળો તે ધર્મી જગતમાં દેખાય છે અને ચરમસમયે કાર્યના કર્તુત્વસ્વભાવવાળો તે ધર્મી પદાર્થ આ સંસારમાં દેખાય છે માટે પણ સ્વભાવભેદ હોવાથી ધર્મીદ્રવ્ય એકાન્ત નિત્ય નથી, જો કે સહકારી કારણોના સાકલ્ય અને વૈકલ્યને લીધે પણ ધર્મી એકાન્ત નિત્ય નથી છતાં તે સાકલ્ય અને વૈકલ્યને ધર્મીથી એકાન્ત (ભિન્ન નથી છતાં એકાન્ત) ભિન્ન માની ધર્મીને એકાન્ત નિત્ય છે એમ સિધ્ધ કરવા જશો તો પણ ચરમસમયે કતૃત્વ સ્વભાવ અને પ્રથમ ક્ષણે અકર્તુત્વસ્વભાવ હોવાથી પણ ધર્મેદ્રવ્ય વિરૂધ્ધધર્માધ્યાસ યુક્ત થાય છે અને એકાન્ત સર્વથા નિત્ય નથી એમ સિદ્ધ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418