________________
રત્નાકરાવતારિકા
ગુણ પર્યાયનું વર્ણન
૭૩૮
સ્વભાવ તેનો તે રહે જ છે. અને સહાકરીઓની નિવૃત્તિકાલે સ્વભાવ વિદ્યમાન હોવા છતાં પણ સહકારીકારણો હાજર ન હોવાથી નિત્ય ધર્મી પદાર્થ કાર્ય કરતો નથી. એમ અમે માનીશું. જેથી કંઈ દોષ આવશે નહીં.
જૈન ઉપર પ્રમાણે બૌધ્ધ જો કહે તો એવું બનશે કે “સહકારી કારણોનો સમુહ હોતે છતે જ કાર્ય કરવામાં નિશ્ચિત સ્વભાવવિશેષવાળો તે પદાર્થ'' સહકારીકારણોને ત્યજશે જ નહીં प्रत्युत ઉલટુ એવું બનશે કે પત્ઝાયમાનાનપિ વિશેષે કરી ખસી જતા-દૂર થતા એવા તે સહકારી કારણોને પણ ગળામાં પગ ભીડાવીને પકડી રાખશે, સહકારી કારણોને જવા દેશે નહીં. મજબૂત રીતે પકડી જ રાખશે, કારણ કે અન્યથા = જો સહકારી કારણોને જવા દે તો સ્વમાવહાનિપ્રસન્નાત્ તેઓ ત્યાં વિદ્યમાન ન રહેવાની ‘તેઓની સાથે મળીને કાર્ય કરવાના સ્વભાવ'ની હાનિ થવાનો જ પ્રસંગ આવે અને જો સ્વભાવની હાનિ થાય તો તે ધર્મી પદાર્થ નિત્ય કહેવાય નહીં. પરંતુ અનિત્ય થઈ જાય.
=
=
=
अत एव न तृतीयोऽपि, कर्तृस्वभावापरावृत्तेः । अथ तद्विरहाकर्तृस्वभाव:, तर्हि स्वहेतुवशादुपसर्पतोऽपि सहकारिणः पराणुद्य न कुर्यात्, तद्विरहाकर्तृशीलः खल्वयमिति ।
આ કારણથી જ (સ્વભાવહાનિ થવાના કારણથી જ) તમારો કહેલો ત્રીજો પક્ષ પણ હે, નૈયાયિક ! ઉચિત નથી. કારણ કે તમારો ત્રીજો પક્ષ એવો છે કે ‘‘તૈર્વિના ન ોતિ’’ તે સહકારીકારણો વિના કાર્ય કરે નહી. તો જે સહકારીકારણોની હાજરીમાં તેનો કર્તૃત્વસ્વભાવ છે. તે સ્વભાવ આ પદાર્થ નિત્ય હોવાથી સહકારીઓની ગેરહાજરી થાય તો પણ અપરાવર્તનીય છે. કર્તૃત્વસ્વભાવ બદલી શકાતો નથી. હવે જો તમે કદાચ એમ કહો કે સહકારી કારણો વિદ્યમાન હોય ત્યારે કાર્ય કરવાનો કર્તૃત્વસ્વભાવ નિત્ય એવા ધર્મી પદાર્થમાં છે એમ અમે કહેતા નથી. પરંતુ તવિરહાતૃસ્વમાવ: તે સહકારી કારણોના વિરહમાં કાર્ય ન કરવાનો ‘“અકર્તૃત્વ’” સ્વભાવ વાળો જ તે નિત્ય ધર્મી પદાર્થ છે. એમ અમે કહીએ છીએ એટલે અકર્તૃત્વસ્વભાવ હોવાથી સહકારીઓની અવિદ્યમાનદશામાં
=
પદાર્થ કાર્ય ન કરે તો પણ સ્વભાવહાનિ થતી નથી. કારણ કે સહકારીઓના વિરહમાં કાર્ય ન કરવાનો સ્વભાવ છે. અને તે સ્વભાવ તેણે સાચવી રાખ્યો છે. માટે સ્વભાવહાનિ દોષ લાગતો નથી. એમ જો નૈયાયિક બચાવ કરે, તર્દિ તો કાલાન્તરે પણ પોત પોતાના હેતુના વશથી સમીપ આવતા એવા પણ સહકારીઓનો નિત્ય એવો આ ધર્મી પદાર્થ વરાજીય તિરસ્કાર કરીને, ધક્કા આદિ મારવા દ્વારા દૂર કરીને ન ત્િ કાર્ય કદાપિ કરશે જ નહીં. કારણ કે તવાઈશીત્ઝ રવળ્વયમિતિ આ નિત્ય ધર્મી પદાર્થ તે સહકારી કારણોના વિરહમાં કાર્ય ન કરવાના સ્વભાવવાળો છે. જો ભૂલે ચુકે પણ સહકારી નજીક આવી જાય તો કાર્ય કરવું જ પડે. અને કાર્ય કરે તો અકર્તૃત્વસ્વભાવ ત્યજવો જ પડે અને જો અકતૃત્વસ્વભાવ ત્યજી કર્તૃત્વસ્વભાવમાં આવે તો નિત્યતા હાનિ થાય અને સ્વભાવહાનિનો પણ દોષ લાગે. તેથી પોતાના અકર્તૃત્વસ્વભાવને સાચવી રાખવા માટે કોઈ કોઈ કારણસર નજીક આવતા સહકારી કારણોને તિરસ્કારી તિરસ્કારીને દૂર જ રાખવા
Jain Education International
For Private & Personal Use Only
=
www.jainelibrary.org