Book Title: Ratnakaravatarika Part 2
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 401
________________ રત્નાકરાવતારિકા ગુણ પર્યાયનું વર્ણન ૭૩૬ તેમાં સહકારી કારણો (પૃથ્વી આદિ) વડે બીજને ઉપકારવાળું કરાય છે એમ જ કહેશો તો બીજને અંકુરા ઉત્પાદનમાં જેમ સહકારીની અપેક્ષા રહે છે તેવી જ રીતે સહકારીકારણો વડે કરાતો આ ઉપકાર એ પણ સહકારીકારણોની અર્થક્રિયા જ હોવાથી તે ઉપકારાત્મક અર્થક્રિયા કરવામાં આ સહકારીકારણોને બીજા સહકારી કારણોની અપેક્ષા રાખવી જ પડશે, ઉપરોવે ર તેનાર = તે અન્ય સહકારીકારણો વડે કરાતા ઉપકારમાં પણ ત્રીજા અન્ય સહકારી કારણોની અપેક્ષા રાખવી પડશે. એમ અન્ય અન્ય સહકારી કારણો વડે કરાતા ઉપકારોની પરંપરા જ આવી પડશે. માટે અનવસ્થા દોષ આવશે. તથા વળી ઉપકારને આરંભતા એવા આ સહકારીકારણો ઉપાદાનમાં જે જે ઉપકાર કરે છે તે તે ઉપકાર મવમવમૂતમ્ = પદાર્થના સ્વભાવભૂત શું છે ? કે મતિમાકં વા પદાર્થના અસ્વભાવભૂત છે ? સહકારી કારણો વડે કરાતો આ ઉપકાર ઉપાદાનકારાગ એવા બીજ આદિથી અભિન્ન કરાય છે ? કે ભિન્ન કરાય છે ? વમવિભૂતોપIRIRમમેટું = સહકારી કારણો વડે કરાતો આ ઉપકાર પદાર્થના સ્વભાવભૂત (અર્થાત્ અભિન્ન) જ આરંભાય છે એવી પક્ષ જો કહેશો તો માવાયુત્પત્તિ /પતિ પદાર્થની પણ ઉત્પત્તિ માનવી પડશે. કારણકે આ ઉપકાર જો કૃત્રિમ છે તો તેનાથી અભિન્ન એવો પદાર્થ પણ કૃતક જ થશે તેથી પદાર્થ નિત્ય તમે જે માનો છો તે રહેશે નહીં કારણ કે ન હ્યનુત્વમાનોમાનઃ સ્વમાવો મવતિ = અનુત્પઘમાન (અર્થાત્ ઉત્પત્તિ ન પામતા એવા નિત્ય) પદાર્થનો સ્વભાવ ઉત્પધમાન હોઈ શકે નહીં. વિરુદ્ધધધ્યાસાત્ = પરસ્પર વિરુધ્ધધર્મયુક્ત હોવાથી આ વાત યુક્તિયુક્ત નથી. કારણ કે સહકારી કારણો વડે કરાતો જે આ ઉપકાર છે તે ઉત્પધમાન હોય, અને તે ઉપકાર જેનો કરાય છે તે મૂલવ્ય અનુત્પઘમાન હોય, તથા ઉપકાર અને ઉપકારવાનું અભિન્ન હોય એવું બની શકે નહીં, અભિન્ન હોય ત્યાં એક કરાયે છતે બીજુ પણ કરાયેલું જ થાય છે. અન્યથા અભેદ કહેવાય નહીં. હવે જો બીજો પક્ષ તસ્વમવમૂત કહો તો એટલે કે સહકારી કારાણો વડે કરાતો આ ઉપકાર બીજ વિગેરે ઉપાદાન કારણોથી અસ્વભાવભૂત જ થાય છે. ભિન્ન જ કરાય છે. ઉપકાર અને ઉપાદાનકારણને કંઈ પણ સંબંધ નથી. સર્વથા ભિન્ન જ ઉપકાર કરાય છે એવો બીજો પક્ષ જો કહો તો ધર્મિક ક્રિમીયતમ્ ? ધમ એવા બીજ આદિ ઉપાદાનકારણમાં શું આવ્યું ? એ ધર્મી તો પૂર્વે જેવો હતો તેવોને તેવો જ રહ્યો, ઉપકાર આવ્યા પૂર્વે જેમ અંકુરા ઉત્પાદનનું કાર્ય પદાર્થ કરતો નથી તેમ જ ઉપકાર આવ્યા પછી પણ આ કાર્ય કરનાર તે પદાર્થ ન જ બનવો જોઈએ, કારણ કે આવેલા ઉપકારને અને આ ધમને કંઈ સંબંધ નથી. અત્યન્ત ભિન્નપણે કરાયેલ છે. અને ન હ્યુમિન ખાતે નષ્ટ વાસ્ય નિશ્ચિત્ મવતિ = અન્ય કોઈપણ પદાર્થ ઉત્પન્ન થાય અથવા નાશ પામે તો પણ તેનાથી સર્વથા ભિન્ન પદાર્થને કંઈ પણ લાભ નુકશાન થતું નથી. જો ભિન્ન હોવા છતાં ભિન્ન પદાર્થને તેનાથી લાભ નુકશાન થાય છે એમ કહીએ તો અતિવ્યાપ્તિ દોષ આવે. ઘટની ઉત્પત્તિ કે નાશ થયે છતે પટની પણ ઉત્પત્તિ કે નાશ થવાં જોઈએ અથ તેના િતા શિક્િષા{/ન્તરમારનીષમિતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418