________________
૭૨૭ પંચમ પરિચ્છેદ સૂત્ર-૫
રત્નાકરાવતારિકા રહેશે જેથી કોઈપણ પ્રકારનો ઉત્પાદ થશે નહીં અહીં બૌધ્ધ પોતાના બચાવ માટે એવી દલીલ કદાચ કરે કે “આ ઘટના ઉત્પાદ થયો છે” એમ અમે ષષ્ઠી વિભક્તિથી ઉત્પાદ નહી કહીએ, પરંતુ “તવોચતે' તે જ ઘટાદિ ઉત્પન્ન થાય છે એમ અમે ષષ્ઠી વિના અભેદરૂપે ઉત્પાદ કહીશું તો તે વાત પણ તમારી બરાબર નથી. કારણકે ગ્નિદ્ મિસમુદ્રમત્તેરેપ = ઘટાદિથી ઉત્પાદન કથંચિત્ ભિન્ન માન્યા વિના તવોચતે” આ તે જ ઘટાદિ ઉત્પન્ન થાય છે ત્ય િવ ન રાવતે = એવા પ્રકારનો અભેદોત્પાદ કહેવી પણ શક્ય નથી. કારણ કે તવેવ = “તે જ ઘટ” એ પદ માટીમાં અપ્રગટપણે રહેલા ઘટને સુચવનાર છે. અને ત્વચતે = એ પદ પ્રગટપણે બનેલી ઘટને સૂયવનાર છે. સર્વથા અભેદ માનવામાં તિરોભૂત અને આવિર્ભત એવો ભેદ પણ સંભવતો નથી. માટે તે જ આ ઘટ ઉત્પન્ન થયો છે એમ પણ કહેવું શક્ય નથી. પરંતુ “વસ્તુ રૂમ્' આ વસ્તુ છે એટલું જ બોલવું શક્ય છે. ઘટ અને ઉત્પાદ અભિન્ન માનેલ હોવાથી મૃદાદિકાલે ઘટ છે જ નહીં અને ઘટ વિના અભિન્ન એવો ઉત્પાદ આવે નહીં. એટલે જે મૃદાદિ વસ્તુ છે તે જ આ મૃદાદિ વસ્તુ છે એમ જ કહેવાશે, તથા ૨ તેમ બોલવાથી ન તત્પત્િ: થતઃ ચાત્ = તે ઘટાદિનો ઉત્પાદ કહેલો થતો નથી. કથંચિ ભેદ વિના આ ઘટનો ઉત્પાદ થયો છે એમ બોલાવું શક્ય નથી. આ બધા દોષોના કારણે અવ્યતિરિક પક્ષ મુકીને હવે જો વ્યતિરિક્તવાળો પક્ષ કહેશો તો, સમાનાર્ = ઉત્પન્ન થતા એવા ઘટાદિ કાર્યથી તિરિત્યજ્ઞનતાય = વ્યતિરિક્ત ઉત્પાદ ને આ ઉત્પાદકહેતુઓ (દંડ-ચક્રાદિ) ઉત્પન્ન કરે છે એમ જ કહેશો તે તે ઉત્પાદ ઘટાદિથી ભિન્ન માનેલ હોવાથી ન તોભાદ્રઃ ઘટાદિનો ઉત્પાદ થયો છે એમ કહેવાશે નહીં અને જો આ ઉત્પાદ ઘટાદિકાર્યથી ભિન્ન હોવા છતાં પણ ઘટાદિનો ઉત્પાદ થયો છે. એમ જો કહેશો તો તદ્ = તેની જેમ અન્યાપિ = અન્ય એવા પટાદિ કાર્યનો પણ અસૌ = આ ઉત્પાદ યે ન મવેત્ = થયો છે એમ કેમ ન કહેવાય ! આ ઉત્પાદ જેમ ઘટાદિથી ભિન્ન છે તેમ જ પટાદિથી પાણ ભિન્ન જ છે ભેદ બન્ને સ્થાને સમાન જ છે. અહીં બૌધ્ધ પોતાના બચાવ માટે કદાચ એમ કહે કે તવ સનિધનઃ = ઉત્પદ્યમાન એવા ઘટાદિ કાર્ય સંબંધી એવા તીરદ્ = તે ઉત્પાદન આ હેતુઓ કરતા હોવાથી આ ઉત્પાદ ઘટાદિનો કહેવાય છે. પરંતુ પટાદિનો કહેવાતો નથી આવો બચાવ જે બૌધ્ધો કરે તો તપ વચમ્ = તેઓનું આવું બોલવું તે પણ દોષિત જ છે. આ બચાવ પણ યુકિતસંગત નથી. અમે નાશને ઘટાદિની સાથે સંબંધી હોવાથી ઘટનો નાશ થયો કહેવાય પરંતુ પટનો નાશ થયો ન કહેવાય એવું જ્યારે પૂર્વે કહેલું ત્યારે તમે જ કહેલું કે કહો ઘટાદિને અને નાશને કયો સંબંધ માનશો ? કાર્યકારણ, સંયોગ, વિશેષણીય કે અવિન્વભાવ, આ ચારમાંથી કોઈ પણ સંબંધ ઘટતો નથી. ઈત્યાદિ તમે જે નાશના પ્રકરણમાં અમને કહેલું, તેવી જ રીતે ઉત્પાના સાવ ઉત્પાદની સાથે પણ રમવાઢેર = કાર્યકારણ ભાવ વિગેરે ચારે પ્રકારના સંબંધોમાંથી કોઈ પણ પ્રકારના સમ્પન્થય સંબંધનો તૈન્મતે તમારા મતે નાશની જેમ જ સન્મવાન્ = સંભવ નથી. કોઈ પણ સંબંધ ઘટી શકતો નથી. સારાંશ એ છે કે નાશને સહેતુક માનવામાં તમારી દષ્ટિએ જેટલા દોષો તમને દેખાય છે અને જોરશોરથી અમને જૈનોને તમે એકાન્ત દૃષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org