Book Title: Ratnakaravatarika Part 2
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 393
________________ રત્નાકરાવતારિકા સામાન્યના બીજાભેદનું વર્ણન ૭૨૮ રાખીને દોષો આપો છો. તેટલા તમામ દોષો ઉત્પાદને સહેતુક માનવામાં તમને પણ આવે જ છે. પરંતુ તમે તે બાજુ જોતા જ નથી. માટે અમને એમ લાગે છે કે તમે લુમૈકલોચનતાવાળા (એક આંખે જ દેખનારા અને બીજી દષ્ટિ જેની ચાલી જ ગઈ છે તેવા) છો. તમાત્ તેથી વિપરિત્ન = આવા પ્રકારના એકાન્ત દષ્ટિવાળા દોષોથી જ ભરેલા વિકલ્પોની કલ્પના કરવા સ્વરૂપ છે ખTIBતા = આ વાચાળતા ન પરિઝનીય = આચરવી જોઈએ નહીં. પોતાને દોષો આવે એવા દોષો બીજાને આપવા માટે આવી વિકલ્પોની રચના કરીને બોલ બોલ કરવું તે પંડિતોને શોભા આપતું નથી. इदं पुनरिहैदम्पर्यम्- यथा दण्डचक्रचीवरादिकारणकलापसहकृतात् मृत्स्नालक्षणोपादानकारणात् कुम्भ उत्पद्यते, तथा वेगवन्मुद्गरसहकृतात् तस्मादेव विनश्यत्यपि । न चैकान्तेन विनाशः कलशाद् भिन्न एव, मृल्लक्षणैकद्रव्यतादात्म्यात् । विरोधित्वं चास्य विनाशरूपत्वमेव । न चैवं घटवत्पटस्यापि तदापत्तिः, मृद्र्व्यतादात्म्येनैवावस्थानादुत्पादवत् । न च सर्वथा तादात्म्यम्, तदन्यतरस्यासत्त्वापत्तेः । न चैवमत्र विरोधावरोधः । चित्रकज्ञानवदन्यथोत्पादेऽपि तदापत्तेः । इत्यसिद्धं विनाशं प्रत्यनपेक्षत्वमर्थानाम् । अतः कथं क्षणभिदेलिमभावस्वभावसिद्धिः स्यात् ? । एवं च सिद्धं पूर्वापरपरिणामव्यापकमेकमूर्ध्वतासामान्यस्वभावं સમતં વિિત ૬-ધો. બૌધ્ધદર્શનકારો ઉત્પાદને સહેતુક અને નાશને નિર્દેતુક માને છે નાશમાં મુગરાદિ જે જે કારણો છે તેને વિકલ્પોની કલ્પના કરીને તર્કજાળથી ઉડાવે છે. એટલે જ ટીકાકારક્ષીએ તેના ખંડનમાં ઉત્પાદના કારણો ને પણ તેવી જ વિકલ્પોની કલ્પના કરવા દ્વારા તકશૈલીથી ખંડન માત્ર જ કરેલું છે. આવા પ્રકારના એકબીજાના પક્ષોના ખંડનમાત્રથી વાસ્તવિક વસ્તુ સ્વરૂપ શું છે ? તે કેટલીક વાર સમજાતું નથી. દલીલો માત્ર સાંભળવાથી બન્ને મિથ્યા છે એટલુ જ જણાય છે એટલે ટીકાકારશ્રી હવે વાસ્તવિક વસ્તુનું સ્વરૂપ અર્થાત્ ઉત્પાદ અને વ્યય કેવા છે ? તે બરાબર સમજાવે છે - અહીં વળી ઉપરોકત ચર્ચાનો સાર આ પ્રમાણે છે. જેમ દંડ-ચક્ર અને ચીવર આદિ કારણોના સમુહના સહકારથી માટી સ્વરૂપ ઉપાદાન કારણમાંથી ઘટાત્મક કાર્ય નીપજે છે. તેવી જ રીતે અતિશય વેગવાળા મુગરાદિ વિનાશક કારણોના સહકારથી માટી સ્વરૂપ ઉપાદાન કારાગમાંથી જ ઘટાત્મક કાર્ય વિનાશ પાણ પામે જ છે. આ વિનાશ. કલશાત્મક કાર્યથી એકાન્ત ભિન્ન નથી. કે જેથી બૌધ્ધ નાશને ભિન્ન માનવામાં જૈનોને જે દોષો આપ્યા હતા તે શોભા પામે, પરંતુ કથંચિત્ જ ભિન્ન હોવાથી તે દોષો આવતા નથી, માટી સ્વરૂપ એક જ દ્રવ્યનું તાદાભ્યપણું સદા રહેલું જ છે. ઘટમાં પણ મૃદ્રવ્ય છે અને ઘટનો વિનાશ થઈ કપાલ થાય ત્યાં પાણ (વિનાશમાં પણ) મૃદ્દ્ભવ્ય છે. માટે એકાન્ત ભિન્ન નથી. તથા વાસ્થ = આ વિનાશનું જે વિનારા ત્વમ્ = જે વિનાશાત્મક સ્વરૂપ છે તે જ વિરોધિત્વમ્ = માત્ર વિરોધી છે. સારાંશ કે વિનાશકાલે જે વિનાશાત્મકતા છે તે જ ઘટની સાથે વિરોધી હોવાથી ઘટકાલે વિનાશિતા હોતી નથી અને વિનાશકાલે ઘટતા સંભવતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418