________________
રત્નાકરાવતારિકા ગુણ પર્યાયનું વર્ણન
૭૩૨ એમ કરવો, એટલે આત્મા આદિ દ્રવ્યોની સાથે ક્રમસર આવનારા જે ધર્મો તે પર્યાય કહેવાય છે જેમ કે આત્મા દ્રવ્યમાં ક્રમસર આવનાર સુખ અને દુઃખ વિગેરેને પર્યાય કહેવાય છે કરિ શબ્દથી હર્ષ અને વિષાદ (ખેદ) વિગેરેને પાગ પર્યાય કહેવાય છે. તે ગ્રહણ કરી લેવું બન્ને સૂત્રોનો સારાંશ એવો છે કે આત્માની સાથે સહભાવી પાસે રહેલા સુખ જ્ઞાન - વીર્ય - પરિસ્પન્દન અને યૌવન વિગેરે જે ધમ છે તે ગુણ કહેવાય છે. અને ક્રમભાવી પણ રહેલા સુખ-દુઃખ-હર્ષ-અને વિષાદ વિગેરે જે ધર્મો છે તે પર્યાયો કહેવાય છે.
नन्वेवं त एव गुणा त एव पर्याया इति कथं तेषां भेद: ? इति चेत्, नैवम्, कालाभेदविवक्षया कालभेदविवक्षया च तद्भेदस्यानुभूयमानत्वात् । न चैवमेषां सर्वथा भेद इत्यपि मन्तव्यम्, कथञ्चिदभेदस्याप्यविरोधात् । न खल्वेषां स्तम्भकुम्भवद्भेदः, नापि स्वरूपवदभेदः, किन्तु धर्म्यपेक्षयाऽभेदः, स्वरूपापेक्षया तु भेद इति ।।
પ્રશ્ન = સુખાદિ આત્માના ગુણો કહ્યા, અને પર્યાયોમાં પણ તે જ સુખાદિ ફરીથી પણ કહ્યા, તો નન્વયં = આ પ્રમાણે વિચારતાં તે જ ગુણો છે. અને તે જ પર્યાયો છે અર્થાત્ જે ગુણો કહ્યા, તે જ પર્યાયો દેખાય છે અને જે પર્યાયો છે તે જ ગુણો દેખાય છે. તો તેષાં = તે ગુણ અને પર્યાયોમાં તફાવત કેવી રીતે સમજવો ?
ઉત્તર - ઉપરોકત પ્રશ્ન ઉચિત નથી, કાળની અભેદ વિવક્ષા કરવાથી અને કાળની ભેદવિવક્ષા કરવાથી ગુણ અને પર્યાયોમાં પરસ્પર તફાવત અનુભવાય જ છે જેમકે “જ્ઞાન” ગુણ પ્રત્યેક જીવોમાં ઓછા વત્તા પ્રમાણમાં ભૂતકાળમાં પણ હતો, વર્તમાનકાલમાં પણ છે અને ભવિષ્યકાળમાં પણ હશે જ, એમ ત્રણે કાળે સામાન્યથી જ્ઞાનગુણ જીવની સાથે અભેદ રૂપે વિવક્ષા કરવાથી “ગુણ” કહેવાય છે. તે જ જ્ઞાનગુણ પ્રતિક્ષણોમાં તરતમતા વાળો છે. ભૂતકાળમાં હોય તેટલો વર્તમાનમાં નથી, અને વર્તમાનમાં છે તેટલો ભવિષ્યમાં નથી રહેવાનો, કાં તો વધારે થશે, અથવા હાનિ પામશે, તેથી કોઈ પણ એક કાલમાં વર્તતી જે જ્ઞાનની માત્રા તે પર્યાય કહેવાય છે. જ્ઞાન એ વૈકાલિક હોવાથી ગુણ છે અને તેની માત્રા એકકાલીન હોવાથી પર્યાય છે. જે વૈવમેઘાં સર્વથા મેઃ = પરંતુ આ ગુણ અને પર્યાયોમાં એકાન્ત ભેદ છે એમ પણ ન માનવું. કારણ કે કથંચિત્ અભેદ પણ છે જ, એમ અભેદ પણ માનવામાં કંઈ વિરોધ નથી. સારાંશ એ છે કે આ ગુણ અને પર્યાયોનો સ્તંભ અને કુંભ (થાંભલા અને ઘડા) જેવો એકાન્ત ભેદ પણ નથી. અને ઘટ તથા ઘટના સ્વરૂપની જેમ એકાન્ત અભેદ પણ નથી. પરંતુ ધર્મની અપેક્ષાએ અભેદ છે અને સ્વરૂપની અપેક્ષાએ ભેદ છે. જેમ કટક અને કેયુર અલંકારમાં કનક રૂપ ધર્મીની વિવક્ષા કરો તો અભેદ છે અને કટક તથા કેયુર રૂપ ધર્મની વિવક્ષા કરો તો ભેદ છે. તેવી જ રીતે જીવ અને જ્ઞાનનો સૈકાલિક સંબંધ હોવાથી અભેદ છે. માટે જ્ઞાન એ ગુણ છે. પરંતુ તેની હાનિ-વૃધ્ધિ એકકાલીન છે. દ્રવ્યની સાથે સૈકાલીન નથી. માટે ભેદ છે તે પર્યાય છે. પુદ્ગલમાં વાર્ણ-ગંધ-રસ-અને સ્પર્શ એ દ્રવ્યની સાથે વૈકાલિક હોવાથી કાળથી અભિન્ન છે માટે ગુણ છે. પરંતુ તેના પ્રતિભેદો રક્તતા, કે શ્વેતતા વિગેરે તે એકકાલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org