________________
૫૪૯
વણદિના નિત્વની ચર્ચા
રત્નાકરાવતારિકા तत्राभान्तीति चेत्, किं तत्र व्यञ्जकम् ? कोष्ठवायुविशेषा ध्वनय इति चेत्, कथं तर्हि तद्धर्माणां तेषां श्रावणप्रत्यक्ष प्रतिभासः स्यात्, ध्वनीनामश्रावणत्वेन तद्धर्माणामप्यश्रावणत्वात् । न खलु मूदुसमीरलहरीतरङ्ग्यमाणनिष्पङकपयोभाजनादौ प्रतिबिम्बितमुखादिगतत्वेन तरलत्वमिव माधुर्यमप्यचाक्षुषं चक्षुःप्रत्यक्षेण प्रेक्ष्यते । श्रोत्रग्राह्य एव कश्चिदर्थः शब्दस्य व्यञ्जकः, तीब्रत्वादिधर्मवान्, अनित्यश्चेष्यत इति चेत्, न, तस्यैव शब्दत्वात् । श्रोत्रग्राह्यत्वं हि शब्दलक्षणम् । तल्लक्षणयुक्तस्य च तस्य ततोऽर्थान्तरत्वमयुक्तम् ।
“આ તે જ ગકાર છે” આવા પ્રકારની મીમાંસકની જે પ્રત્યભિજ્ઞા છે તે પ્રત્યક્ષ પ્રમાણ વડે બાધિત છે, એમ સમજાવીને હવે તે પ્રત્યભિજ્ઞા અનુમાન વડે પણ બાધિત જ છે. તે સમજાવાય
શબ્દ એ (પક્ષ), અનિત્ય છે (સાધ્ય), તીવ્ર-મંદ આદિ ધ યુક્ત હોવાથી (હેતુ), સુખ દુ:ખ આદિની જેમ (ઉદાહરાગ), કોઈક વખત શબ્દ તીવ્રભાવે બોલાય છે અને સંભળાય છે અને કોઈક વખત મંદભાવ બોલાય છે અને સંભળાય છે. માટે સુખ-દુ:ખની જેમ શબ્દ અનિત્ય છે. આવું અનુમાન હોવાથી શબ્દને નિત્ય સિદ્ધ કરનારી પ્રત્યભિજ્ઞા બાધિત થાય છે.
મીમાંસક - શબ્દમાં જે તીવ્ર-મન્દાદિ ધમોં દેખાય છે. તે ધમાં ખરેખર શબ્દના નથી. પરંતુ શબ્દના વ્યંજકદ્રવ્યના છે. એટલે તીવ્ર-મંદાદિ ધમાં શબ્દાશ્રિત નથી. પરંતુ વ્યંજકાશ્રિત છે ફકત શબ્દમાં જાણે હોય તેમ આભાસ માત્ર થાય છે. (માટે હેતુ પક્ષવૃત્તિ ન હોવાથી તમારો જૈનોનો હેતુ અસિદ્ધ હેત્વાભાસ થાય છે)
જૈન - વિ તત્ર ચમ્ = અહી શબ્દનું વ્યંજકદ્રવ્ય શું છે ? કે જે વ્યંજકમાં તમે આ તીવ્ર-મંદાદિ ધ માનો છો.
મીમાંસક - ક્રોઝવાવિરોણા ધ્વનીઃ = કોઝ નામના જે વાયુવિશેષ છે. તે રૂપ ધ્વનિઓ એ અહીં વ્યંજક સમજવા. શબ્દનું ઉચ્ચારણ કરવા માટે નાભિ આદિ અંગોમાંથી પ્રગટ થતા જે વાયુ તે કોઝ નામના વાયુ વિશેષો છે. તેને જ ધ્વનિ કહેવાય છે. તે વાયુવિશેષ રૂપ ધ્વનિ અહીં વ્યંજક છે અને તીવ્ર-મંદ આદિ ધમાં આ વાયુરૂપ ધ્વનિના છે પરંતુ શબ્દના નથી.
જૈન - જો તીવ્ર-મંદ આદિ ધમ શબ્દના ન હોય અને વાયુવિશેષ રૂપ ધ્વનિના હોય તો તમામ્ તેષાં = તે વાયુવિશેષરૂપ ધ્વનિના ધર્મ સ્વરૂપે માનેલા એવા તે તીવ્ર-મંદાદિનું શ્રોવેન્દ્રિય પ્રત્યક્ષ દ્વારા પ્રતિભાસ કેમ થાય ? કારણ કે વાયુવિશેષ રૂપ ધ્વનિઓ શ્રોત્રગ્રાહ્ય નથી. તેથી તે ધ્વનિના ધર્મો પણ શ્રોત્ર વડે ગ્રાહ્ય કેમ બને ? જો તીવ્રમંદાદિ ધમાં શબ્દના હોત તો શબ્દ શ્રોત્રગ્રાહ્ય હોવાથી શબ્દના ધમ પણ શ્રોત્રગ્રાહ્ય બનત, પરંતુ તમે આ તીવ્રમંદાદિ ધર્મો કોઝવાયુવિશેષ રૂપ ધ્વનિના કહો છો અને તે ધ્વનિ વાયુ સ્વરૂપ હોવાથી શ્રોત્રગ્રાહ્ય નથી. માટે તે ધ્વનિના ધમ પણ અશ્રોત્રગ્રાહ્ય જ બનશે. તેથી તીવ્ર-મંદાદિ ધમાં જો વાયુરૂપ ધ્વનિના હોય તો શ્રોત્રગ્રાહ્ય બનવા જોઈએ નહીં.
આ વાત સમજાવવા એક ઉદાહરણ સમજાવે છે કે મંદમંદ પવનની લહેરીઓથી ચંચળ બનતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org