________________
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧
૬૦૪
જેમ કોઈનું કારણ બને નહીં. વળી પ્રાગભાવ એ કારણ માનો તો પ્રધ્વંસકાળે દાહ થવો જોઈએ નહીં અને પ્રધ્વંસને કારણ માનો તો પ્રાગભાવકાળે દાહ થવો જોઈએ, અને જો પરસ્પરાભાવને કારણ માનો તો પ્રતિબંધકની હાજરીના કાળે પણ અન્યોન્યાભાવ વિદ્યમાન હોવાથી દાહ થવો જોઈએ ઈત્યાદિ જે જે દોષજાળ તમે (જૈનોએ) અમને (નૈયાયિકો અને વૈશેષિકોને) આપી તે તમારી જ કહેલી સર્વ પ્રાગભાવાદિના વિકલ્પોવાળી દોષજાળ તમને (જૈનોને) પણ લાગવાનો અવકાશ આવશે જ. કારણ કે તમે પણ ધર્માન્તરના પ્રાગભાવનો કારણ તરીકે સ્વીકાર કર્યો.
અપચયક્ષે તુ = હવે જો બીજો પક્ષ કહો કે તે મણિ-મંત્ર-તંત્રાદિ પ્રતિબંધકો અગ્નિમાં અપૂર્વશક્તિ ઉત્પન્ન કરવા રૂપ વૃદ્ધિ કરે છે એ પક્ષ બરાબર નથી પરંતુ અગ્નિમાં જે દાહકશક્તિ છે તેમાં અપચય (હાનિ) કરે છે એવો બીજો પક્ષ અમે (જૈનો) કહીશું. તો અમે (વૈશેષિકો) તમને (જૈનોને) પુછીએ છીએ કે પ્રતિબંધક એવા તે મણિ-મંત્ર-તંત્રાદિ અગ્નિમાં રહેલી તે દાહકશક્તિનો જ શું વિનાશ જ કરે છે કે દાહકશક્તિને એમને એમ સજીવન રાખીને તે શક્તિમાં રહેલા દાહકતા ધર્મનો જ વિનાશ કરે છે ? આ બે પક્ષમાંથી કહો તમે કયો પક્ષ સ્વીકારો છો ? જે પ્રથમ પક્ષ સ્વીકારો તો એટલે કે પ્રતિબંધક મણિ-મંત્ર-તંત્રાદિ અગ્નિમાં રહેલી દાહકશક્તિનો વિનાશ જ કરે છે એમ માનો તો એક વાર પ્રતિબંધક આવ્યા પછી અગ્નિમાં સદાને માટે દાહકશક્તિનો વિનાશ થવાથી વિષવિનાના સર્પની જેમ તે મણિ-મંત્રાદિ દૂર થાય ત્યારે પણ કૃપીટયોનિ (અગ્નિ)માંથી ફરી ફોલ્લા થવાની પટુતા ક્યાંથી આવશે ? મણિ મંત્રાદિ દૂર કર્યા પછી પણ અગ્નિ દાહ કરી શકશે નહીં. સારાંશ કે મદારી સર્પમાંથી એકવાર વિષની શક્તિ નાશ કરે છે પછી સદા સર્પ સાથે રમે તો પણ તે ડંખ મારી શકતો નથી કારણ કે તેની ડંખની શક્તિ નષ્ટ થઈ ચુકી છે તેવી જ રીતે અગ્નિ પાસે એક વાર પ્રતિબંધક મણિ-મંત્રાદિ આવે ત્યારે તેમાંની દાહકશક્તિનો જો નાશ થઈ જાય છે તો તે મિણ-મંત્રાદિ હવે દૂર કરો તો પણ તેમાં દાહકશક્તિ નષ્ટ થઈ ચુકી હોવાથી પુનઃ કદાપિ દાહ થવો જોઈએ નહીં. અને દાહ તો થાય છે માટે શક્તિનો નાશ થાય છે આ તમારો પક્ષ હે જૈનો ! બરાબર નથી.
-
કદાચ હવે તમે જૈનો અહીં એવો બચાવ કરો કે અગ્નિમાં દાહકશક્તિ હતી, પ્રતિબંધક મળ્યાદિ આવ્યા ત્યારે તે પ્રતિબંધકે દાહક શક્તિનો નાશ કર્યો, પરંતુ જ્યારે જ્યારે મણિ-મંત્રાદિ પ્રતિબંધકો દૂર કરાયા ત્યારે ત્યારે તે અગ્નિમાં બન્યા વ શક્તિઃ સંખાતા બીજી નવી અપૂર્વ દાહક શક્તિ ઉત્પન્ન થઈ. અને તે શક્તિએ દાહાત્મક કાર્ય કર્યું એમ અમે (જૈનો) માનીશું. આવો જો તમે (જૈનો) બચાવ કરશો તો અમે નૈયાયિકો અને વૈશેષિકો તમને (જૈનોને) પુછીએ છીએ કે િિણ-મંત્રાદિથી એક વાર શક્તિનો નાશ થયા પછી પુનઃ સંયમાના સા = ઉત્પન્ન થતી એવી તે દાહકશક્તિ (૧) શું ઉત્તેજક એવા સૂર્યકાન્તાદિથી થાય છે કે (૨) મણિ-મંત્રાદિ પ્રતિબંધકોના અભાવથી થાય છે કે (૩) દેશ કાલાદિ અન્ય એવા કારકોના સમુહથી થાય છે કે (૪) અતીન્દ્રિય એવો કોઈ ત્યાં પદાર્થાન્તર છે અને તેનાથી આ શક્તિ ઉત્પન્ન થાય છે. હે જૈનો ! કહો આ ચાર પક્ષોમાંથી કયો પક્ષ તમને સ્વીકાર્ય છે ? પુનઃ ઉત્પન્ન થતી શક્તિ કોનાથી થાય છે ?
Jain Education International
For Private & Personal Use Only
=
www.jainelibrary.org