________________
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧ પણ જણાવનારા શબ્દો પ્રવર્તે છે. માટે શબ્દો પદાર્થ સાથે પ્રતિબંધવાળા હોય જ એવો નિયમ નથી તેથી અપ્રમાણ છે. જેમ કે - (૧) અતીત, (૨) અનાગત અને (૩) આકાશપુષ્પાદિ, આવા જે જે પદાર્થો અસત્ છે. તેઓમાં પણ શબ્દોચ્ચારણનો ઉપલંભ થાય છે. (૧) ઋષભદેવ પ્રભુ થયા. (૨) પદ્મનાભ પ્રભુ થશે, અને (૩) આકાશપુષ્પ સંસારમાં નથી. આવાં વાક્યોમાં પદાર્થ ન હોવા છતાં પણ શબ્દપ્રયોગ જોવાય છે. માટે શબ્દપ્રયોગ અર્થની સાથે વિકલ્પ દ્વારા પરંપરાએ પણ પ્રતિબદ્ધ નથી. તેથી શબ્દ એ પ્રમાણ નથી.
જૈન - તમૂત્ વૃદિ: - હે બૌદ્ધ ! આ સઘળી વાત અનુમાનમાં પણ સરખી જ છે. અર્થાત્ અનુમાનમાં પણ પદાર્થપ્રતિબંધ ન હોવા છતાં પણ અનુમાન થતાં આ સંસારમાં દેખાય જ છે. તે આ પ્રમાણે - (૧) અહીં પહેલાં વરસાદ થયો હોય એમ લાગે છે કારણકે પર્વત પાસેની નદીમાં પાણીના પૂરનો વેગ દેખાય છે. આ અતીતકાળમાં થયેલા વરસાદનું અનુમાન છે. (૨) હવે થોડાક જ સમય પછી ભરણી નક્ષત્રનો ઉદય થશે, કારણકે અત્યારે રેવતી નક્ષત્રનો ઉદય ચાલુ હોવાથી. આ ભાવિમાં થનારા ભરણી નક્ષત્રના ઉદયનું અનુમાન છે. (૩) ગધેડાને શીંગડાં નથી. કારણકે સર્વ પ્રમાણો વડે પણ જણાતાં ન હોવાથી, આ અસત્ વસ્તુનું અનુમાન છે. આ પ્રમાણે અતીત-અનાગત-અને સર્વથા અસત્ વસ્તુઓનો અભાવ હોવા છતાં પણ પ્રવર્તતા અનુમાનમાં પણ અર્થની સાથે પ્રતિબંધ હોય જ એવો નિયમ ક્યાં છે ? તેથી અર્થપ્રતિબંધ વિના પણ અનુમાનો થતાં હોવાથી શબ્દની જેમ અનુમાનને પણ અપ્રમાણ જ માનવું પડશે. અથવા શબ્દને પ્રમાણ માનવું જોઈએ.
બૌદ્ધ - ઃિ વવાયાપોદોડ = હે જૈન ! જો અનુમાનની જેમ શબ્દને પ્રમાણ માનીએ તો વક્તા વડે બોલાયેલા તમામ શબ્દો દ્વારા થયેલો (વચન વડે વાચ્ય એવો) અપોહ પણ પરંપરાએ પદાર્થની સાથે પ્રતિષ્ઠાવાળો (સંબંધવાળો) માનવો પડે. (તો જ તે પ્રમાણ ગણાય) અને જો એમ માનીએ તો “મન્વિનિ મMનિ” તુંબડાં તળાવમાં ડુબે છે (તુંબડાં માટીનાં હોવાથી સામાન્યથી તળાવમાં તરે જ. છતાં કોઈ વિપ્રતારક પુરૂષે આવીને કહ્યું કે તુંબડાં ડુબે છે) આવા પ્રકારના વિપ્રતારકના વાક્યથી થતો અપોહ પણ તેવો થવો જોઈએ. અર્થાત્ અર્થની સાથે પ્રતિબદ્ધ શબ્દ હોવાથી ડંબેલાં તુંબડાં બતાવનાર બનવો જોઈએ. હે જૈનો ! જો તમે શબ્દને પ્રમાણ માનશો તો વિપ્રતારક પુરૂષ વડે બોલાયેલા આ વાક્યથી થતો જે અપહ, તે પણ તેવા પ્રકારના પદાર્થની સાથે પ્રતિબદ્ધ હોવો જોઈએ. અને અર્થપ્રતિબદ્ધ હોય એવું દેખાતું નથી. કારણકે તુંબડાં તરતાં જ હોય છે. માટે શબ્દ એ પ્રમાણ નથી.
જન - મનમેવાડ તુત્યમેતત્ - હે બૌદ્ધ ! અનુમેયના અપોહમાં પણ આ દોષ તો તુલ્ય જ લાગશે. એટલે કે વિપ્રતારક પુરૂષના શબ્દોચ્ચારણરૂપ વાક્યથી તે શબ્દ અર્થની સાથે પ્રતિબદ્ધ ન હોવાથી પદાર્થપ્રતીતિ ન થાય તેટલામાત્રથી સર્વે શબ્દો પદાર્થની સાથે અસંબંધવાળા માનીને અપ્રમાણ છે એમ જ કહેશો તો અનુમાન પ્રમાણમાં પાણ અનુમેય પદાર્થના થયેલા અપોહમાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org