________________
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૪૭ જો તદુત્પત્તિ અને તદાકારતા દ્વારા જ્ઞાન પ્રતિનિયત વિષયનું બોધક થતું હોય તો અમે (જૈનો) તમને પુછીએ છીએ કે આ તદુત્પત્તિ અને તદાકારતા વ્યસ્ત (એકેક ભિન્ન ભિન્ન) હોય ત્યારે વિષયનાં બોધક થાય છે કે સમસ્ત (બન્ને સાથે) હોય ત્યારે પ્રતિનિયત અર્થનાં બોધક થાય છે ? કહો તમોને આ બે પક્ષમાંથી કયો પક્ષ માન્ય છે ? જો પ્રથમ પક્ષ કહો તો એટલે કે કેવળ એકલી તદુત્પત્તિ હોય અથવા કેવળ એકલી તદાકારતા હોય તો જ્ઞાન પ્રતિનિયત અર્થને જાગાવનાર છે. એમ જ કહો તો કપાલની પ્રથમક્ષાગ (ઠીકરાંનો પ્રથમક્ષાગ) ઘટના અન્યક્ષણનો વ્યવસ્થાપક (બોધ કરાવનાર) બનવો જોઈએ. કારાગ કે કેવલ એકલી તદુત્પત્તિનો ત્યાં સંભવ છે. ઘટના ક્ષયથી જ કલાપની ઉત્પત્તિ થાય છે. કપાલનો (ઠીકરાંનો) પ્રથમક્ષાણ એ ઘટના અત્યક્ષાણથી જ ઉત્પન્ન થયેલો છે. જો કેવલ તદુત્પત્તિ કારણ હોય તો અહીં પાગ કપાલક્ષાગ કલશના અન્યક્ષાગનો બોધક થવો જોઈએ. પરંતુ થતો નથી. માટે આ કેવલ તદુત્પત્તિપક્ષ ન્યાયસંગત નથી.
તથા કેવલ એકલી તદાકારતાને જો પ્રતિનિયત અર્થની વ્યવસ્થાપક કહો તો એક સ્તંભ (પત્થરનો સ્તંભ) તેના જેવી જ આકૃતિવાળા તંભાન્તર (બીજા પત્થરના સ્તંભ) નો બોધક થવો જોઈએ, કારાગ કે તદુત્પત્તિ રહિત કેવલ એકલી તદાકારતા બીજા સ્તંભમાં છે. પરંતુ બીજો સ્તંભ પ્રથમ સ્તંભનો (તદાકારતા હોવા છતાં પાગ) બોધક થતો નથી. માટે કેવલ તદાકારતા પાળ બોધક નથી. કેવલ તદાકારતાને બોધક માનવી એ પક્ષ પાગ ન્યાયસંગત નથી.
હવે જો બીજો પક્ષ કહો તો એટલે તદુત્પત્તિ અને તદાકારતા બન્ને સાથે હોય ત્યારે જ પ્રતિનિયત અર્થના બોધક છે એમ જ કહો તો ઘટની ઉત્પત્તિની બીજીક્ષણ (ઉત્તરક્ષણ) તે જ ઘટની પૂર્વાણની વ્યવસ્થાપક (બોધક) બનવી જોઈએ, કારણ કે ઘટનો તે ઉત્તરક્ષણ ઘટના પૂર્વેક્ષણથી ઉત્પન્ન થયેલો છે. માટે તદુત્પત્તિ પણ છે અને પ્રથમ સમયમાં જે ઘટાકારતા છે તે જ (તેવી જ) ઘટાકારતા દ્વિતીયક્ષગમાં પણ છે જ તેથી તદાકારતા પાગ છે. આમ સમુદિત સાથે મળેલાં એવાં) તદુત્પત્તિ અને તદાકારતા બન્ને ત્યાં વિદ્યમાન છે. માટે બોધ થવો જોઈએ અને બોધ થતો નથી. માટે સમુદિત એવાં તદુત્પત્તિ-તદાકારતા પણ વિષયનાં બોધક છે આ વાત યુક્તિયુકત નથી.
પ્રશ્ન - ૩ય વિદ્યમાન = હવે કદાચ તમે (ઈતરદર્શનકારો) આવો પ્રશ્ન કરો કે અમે એકલી તદુત્પત્તિ કે તદાકારતા, કે સમુશ્ચિત તદુત્પત્તિ અને તદાકારતા માત્રને જ પ્રતિનિયત અર્થનાં બોધક કહેતા નથી. પરંતુ “જ્ઞાનમેવ'' તદુત્પત્તિ અને તદાકારતાવાળું એવું જે જ્ઞાન છે તે જ્ઞાન જ પ્રતિનિયત અર્થનું બોધક છે. કેવલ એકલી તદુત્પત્તિ-તદાકારતા હોય તો પાગ તે જડ હોવાથી બોધક નથી. અને તદુત્પત્તિ-તદાકારતા વિનાનું કેવલ મ્ ક્રિશ્ચિત્ ઈત્યાદિ અર્થાવગ્રહ રૂપ જ્ઞાન પણ વિષયનું બોધક નથી. પરંતુ આ બન્ને તદુત્પત્તિ અને તદાકારતા વિદ્યમાન હોતે છતે જે જ્ઞાન સ્વરૂપ છે તે જ અર્થનું વ્યવસ્થાપક છે. એમ અમે માનીએ છીએ. પરંતુ જડ પદાર્થ એ વિષયનો બોધક નથી. કારણ કે તે પદાર્થ તો જડ છે. કપાલક્ષણ, સ્તંભ, અને ઘટનો ઉત્તરક્ષણ આ ત્રણે તદુત્પત્તિવાળા તદાકારતાવાળા અને ઉભયવાળા છે પરંતુ જ્ઞાનાત્મક નથી. માટે જડ હોવાથી બોધક નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org