________________
૭૦૯ પંચમ પરિચ્છેદ સૂત્ર-૫
રત્નાકરાવતારિકા છે. તેથી પ્રત્યક્ષના વ્યાપારનો પરામર્શ તે કેમ કહેવાય ? પ્રત્યક્ષ એ માત્ર કારણગ્રાહી અથવા માત્ર કાર્યગ્રાહી જ માનેલું છે તેથી પ્રત્યક્ષનો જે વ્યાપાર છે તે વિકલ્પ વડે ત્યારે પરામર્શિત થયો કહેવાય કે જો વિકલ્પ પણ એકેક માત્રનો જ ગ્રાહી હોય તો, અને વિકલ્પ જો એકેક માત્રનો જ ગ્રાહી હોય તો અર્થક્રિયાકારિત્વનો જગાવનાર બને નહીં. કારણ કે અર્થક્રિયાકારિત્વ એ ઉભયાત્મક છે. અને એટલા માટે જ તમારા વડે વિકલ્પને ઉભયગ્રાહી મનાયો છે. તેથી ઉભયગ્રાહી એવો જે વિકલ્પ છે. તે એક અંશ માત્ર પ્રત્યક્ષના વ્યાપારનો પરામર્શ કરનાર કેમ બને ! આ કારણથી શબ્દાદિ ધર્મમાં અર્થક્રિયાકારિત્વ રૂપ સત્ત્વ હેતુ પ્રત્યક્ષપ્રમાણથી પ્રતીત છે. એવું તમારું કથન યુક્તિયુક્ત નથી. આ પ્રમાણે ક્ષણિકવાદીને કોઈપણ અર્થક્રિયાની પ્રતીતિ થતી નથી. તેથી વાદી એવા બૌધ્ધને આ સત્વહેતુ પક્ષમાં અવૃત્તિ થવાથી “અસિધ્ધ” હેત્વાભાસ થાય છે. ____ संदिग्धानेकान्तिकं च, क्षणिकाक्षणिके क्षणिकैकान्तविपक्षे क्रमाक्रमव्यापकानुपलम्भस्यासिद्धत्वेन तद्व्याप्तार्थक्रियायास्ततो व्यावृत्त्यनिर्णयात् ।
किश्चित् कृत्वाऽन्यस्य करणं हि क्रमः । अयं च कलशस्य कथञ्चिदेकरूपस्यैव क्रमवत् सहकारिकारणकलापोपढौकनवशेन क्रमेण घटचेटिकामस्तकोपरिपर्यटनात्तासां क्लमं कुर्वतः सुप्रतीत एव । अत्र हि भवानत्यन्ततार्किकम्मन्योऽप्येतदेव वक्तुं शक्नोति - यस्मादक्षेपक्रियाधर्मणः समर्थस्वभावादेकं कार्यमुदपादि, स एव चेत् पूर्वमप्यस्ति, तदा तत्कालवत्तदैव तद्विदधानः कथं वार्यताम् ?
कार्याणि हि बिलम्बन्ते, कारणासन्निधानतः ।
समर्थहेतुसद्भावे, क्षेपस्तेषां नु किंकृतः ? ॥१॥ તથા વળી હે બૌધ્ધ ! તારા અનુમાનમાં કહેલો તારો “સવ' હેતુ સંદિગ્ધાનૈકાન્તિક હેત્વાભાસ છે. તે આ પ્રમાણે- જે હેતુ સાધ્યના અભાવમાં (વિપક્ષમાં) નકકી હોય જ તે નિશ્ચિતાનેકાન્તિક કહેવાય છે. અને જે હેતુ સાધ્યના અભાવમાં (વિપક્ષમાં) હોવાની શંકા હોય, ન જ હોય એમ નહીં તેને સંદિગ્ધાનકાન્તિક કહેવાય છે તમારું અનુમાન પૂર્વે કહેલું આ પ્રમાણે છે. વિવાધ્યાતિઃ રીન્દ્રાદ્રિઃ (પક્ષ), ક્ષળિ: (સાધ્ય), સર્વાત્ (હેતુ), અહીં સાધ્ય એકાન્ત ક્ષણિક છે. તમે સર્વ વસ્તુઓને એકાન્ત ક્ષણિક માનો છો. તેથી ક્ષણિક એકાન્ત એ તમારું સાધ્ય છે તેથી ક્ષણિકાક્ષણિક એટલે કે નિત્યાનિત્ય ઉભયાત્મક સ્વરૂપ એ તેનો સાધ્યાભાવ અર્થાત્ વિપક્ષ થયો. આવા પ્રકારના ક્ષણિકૈકાન્ત નામના સાધ્યના વિપક્ષભૂત એવા ક્ષણિકાક્ષણિક વિપક્ષમાં (સ્વાદ્વાદ હોવાથી) ક્રમાક્રમ નામનું વ્યાપક યુક્તિપૂર્વક યથાર્થપણે સંભવતું હોવાથી ક્રમાક્રમ નામના વ્યાપકનો અનુપલંભ અસિધ્ધ છે. અર્થાત્ અનુપલંભ નથી પરંતુ ક્રમાક્રમનામના વ્યાપકનો ઉપલંભ છે. આ પ્રમાણે વ્યાપકનો અનુપલંપ ન હોવાથી તેનાથી વ્યાસ (વ્યાપ્યભૂત) એ અર્થક્રિયાકારિત્વ સંબંધી વ્યાવૃજ્યનિયાનું = વ્યાવૃત્તિનો પણ તતઃ = તે ક્ષણિકાક્ષણિક નામના વિપક્ષથી અનિર્ણય જ રહે છે. સારાંશ એ છે કે ક્ષણિકેકાન્ત જે સાધ્ય છે તેનો વિપક્ષ જે ક્ષણિકાક્ષણિક છે. તે વિપક્ષમાં ક્રમાક્રમ નામનું વ્યાપક સંભવતું હોવાથી અર્થક્રિયાકારિત્વ નામનું વ્યાપ્ય પણ સંભવી શકે છે. ક્રમાક્રમ નામના વ્યાપકનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org