________________
૭૧૮
રત્નાકરાવતારિકા
સામાન્યના બીજાભેદનું વર્ણન तथाहि - तरस्विपुरुषप्रेरितप्रचण्डमुद्गरसम्पर्कात् कुम्भादयो ध्वंसमाना: समीक्ष्यन्ते ।
તથા વળી સર્વ વસ્તુઓ “એકાન્ત ક્ષોગક્ષયવાળી” જ છે એવું સાધવા માટે બૌધ્ધો આવા પ્રકારનું અનુમાન પ્રમાણ કહે છે કે જે જે પદાર્થો જે ભાવ (જે કાર્ય કરવા) પ્રત્યે નિરપેક્ષ છે (અન્ય કોઈ સહાયકની અપેક્ષા રાખતા નથી, તે તે પદાર્થો તે તે કાર્ય કરવાના સ્વભાવવાળા જ નક્કી છે. જેમ કે કોઈ પણ કાર્ય ઉત્પન્ન કરવામાં અન્તિમ કારાણસામગ્રી અન્ય કોઈ કારણોની અપેક્ષા રાખતી નથી એનો અર્થ એ છે કે તે કારાગસામગ્રી પોતે જ તે કાર્ય કરવાના સ્વભાવવાળી નકકી છે જ અંકુરા ઉત્પાદનની બીજ-ઈલા-અનિલ -કાલ જલાદિરૂપ અન્તિમક્ષણ વર્તી સર્વસામગ્રી તે જ ક્ષણે અંકુરાને ઉત્પન્ન કરે જ છે. બીજા કોઈ સહાયક કારણોની રાહ જોતી નથી. તેથી તેનો અર્થ એવો થાય છે કે અન્તિમ ક્ષણવર્તી આ સર્વ સામગ્રી જ કાર્ય જતનની શકિત ધરાવે છે. તેવી જ રીતે વિનારાં પ્રત્યક્ષશ્વ માવા રૂતિ = સર્વે પણ પદાર્થો પોતાના વિનાશ પ્રત્યે અન્ય કોઈપણ સહાયક કારણથી નિરપેક્ષ જ છે. માટે સ્વયં વિનાશ પામવાના સ્વભાવ વાળા જ છે. તેથી પ્રત્યેક પદાર્થો પ્રત્યેક ક્ષણે વિનાશ પામવાના સ્વયં સ્વભાવ વાળા હોવાથી અને વિનાશક નિમિત્તોથી નિરપેક્ષ હોવાથી પ્રતિક્ષણે વિનાશ પામે જ છે. અને પ્રતિક્ષણે વિનાશ પામતા હોવાથી એકાન્ત ક્ષણિક જ છે. એવી અમારી (બૌધ્ધોની) વાત બરાબર સિધ્ધ થાય જ છે. ઉપર મુજબ ક્ષણિકેકાન્તની સિધ્ધિમાં બૌધ્ધો જે અનુમાન પ્રમાણ કહે છે. તત્ર તે અનુમાનમાં “વિનારાં પ્રત્યક્ષેત્રમ્ = સર્વ વસ્તુઓ પોતાના વિનાશમાં અન્ય વિનાશક નિમિત્તથી નિરપેક્ષ જ છે” આવો તેઓનો કહેલો હેતુ
સિદ્ધતીવષ્ટધમેવ” = અસિધ્ધ નામના હેત્વાભાસથી યુકત હોવાના કારણે જીવિત રહેવાને પાગ શકય નથી તો સર્વ વસ્તુ નિયતપણે વિનાશ પામવાના સ્વભાવવાળી જ છે. એવા વિનાનૈયત્વ રૂપ સાધ્યની સિધ્ધિ કરવામાં સાવધાનતાં સમર્થનતાને કેમ ધારણ કરશે. અર્થાતુ પોતાના સાધ્યની સિધ્ધિમાં સમર્થ કેમ બનશે ? તેઓનું અનુમાન આ પ્રમાણે છે કે - માવાઃ (પક્ષ), વિનારાને ત્યવીવીઃ (સાધ્યા), વિના પ્રત્યનક્ષત્નીત્ (હેતુ), આ અનુમાનમાં તેઓએ કહેલો હેતુ પક્ષમાં સંભવતો નથી. કારણ કે તસ્વિ = બળવાન એવા પુરૂષથી પ્રેરિત (મરાયેલા) પ્રચંડ મુગરના સંપર્કથી ઘટાદિ ભાવો ધ્વંસ પામતા સાક્ષાત્ દેખાય જ છે. તેથી ઘટાદિ ભાવો સ્વનાશમાં મુદગરાદિ વિનાશક નિમિત્તની અપેક્ષા વાળા જ દેખાય છે. માટે ““નક્ષત્ર” હેતુ પક્ષમાં ઘટતો નથી. તેથી બૌધ્ધનો હેતુ અસિધ્ધ હેત્વાભાસ છે.
नन्वेतत्साधनसिद्धिबद्धकक्षेष्वस्मासु सत्सु कथमसिद्धताभिधातुं शक्या ? तथाहि - वेगवन्मुद्गरादिशहेतुर्नश्वरं वा भावं नाशयति, अनश्वरं वा ? तत्रानश्वरस्य नाशहेतुशतोपनियातेऽपि नाशानुपपत्ति: स्वभावस्य गीर्वाणप्रभुणाऽप्यन्यथाकर्तुमशक्यत्वात् । नश्वरस्य च नाशे तद्धेतूनां वैयर्थ्यात् । न हि स्वहेतुभ्य एवाप्तस्वभावे भावे भावान्तरव्यापारः फलवान्, तदनुपरतिप्रसक्तेः । उक्तं च -
भावो हि नश्वरात्मा चेत्, कृतं प्रलयहेतुभिः । अथाप्यनश्वरात्माऽसौ, कृतं प्रलयहेतुभिः ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org