________________
૭૦૭ પંચમ પરિચ્છેદ સૂત્ર-૫
રત્નાકરાવતારિકા આ તમારૂં કહેલું વાકય યુક્તિ યુક્ત બને. તમે કહેલું કે જે સતું હોય છે તે ક્ષણિક જ હોય છે અને તેવું સપનું શબ્દાદિ ધર્મીઓમાં પ્રત્યક્ષપ્રમાણથી પ્રસિધ્ધ જ છે. એમ તમે જે કહેલું તેમાં અમે પુછીએ છીએ કે આ પ્રત્યક્ષ પ્રમાણ ઉપરોક્ત ત્રણ પક્ષોમાંથી કેવું છે ? અર્થાત્ કયું છે ?
પ્રથમ પક્ષ જો કહો તો તે બરાબર નથી. જો કારણ માત્રને જણાવનારા પ્રત્યક્ષથી અર્થક્રિયાકારિત્વની પ્રતીતિ થાય છે એમ કહો તો તે બરાબર નથી કારણ કે તે પ્રત્યક્ષપ્રમાણ તો કારણ માત્રને જ જણાવવામાં પરાયણ (તત્પર) હોવાથી કાર્યની (વિનીક) કથા જણાવવામાં કુંઠિત છે. કારણ માત્રને જગાવનારું આ પ્રત્યક્ષજ્ઞાન કાર્યની કથા જણાવવામાં કુંઠિત છે. અને બન્નેના જ્ઞાન વિના અર્થક્રિયાકારિત્વ સમજાતું જ નથી. આ જ કારણથી તમે જો બીજો પક્ષ કહો તો તે પણ બરાબર નથી. કારણ કે બીજા પક્ષમાં તે પ્રત્યક્ષજ્ઞાન કાર્ય માત્રનો પરિચ્છેદ કરાવવામાં જ વિદગ્ધ હોવાથી કારણનું અવધારણ કરાવવામાં વાંઝીયું છે. અર્થાત્ કારણનું જ્ઞાન કરાવી શકતું નથી. પ્રથમ પક્ષમાં માત્ર કારાગનું જ જ્ઞાન થાય છે અને બીજા પક્ષમાં માત્ર કાર્યનું જ જ્ઞાન થાય છે ઉભયનું જ્ઞાન પ્રથમના બે પક્ષમાં એકમાં નથી. અને અર્થક્રિયાકારિપાળાનું જ્ઞાન કાર્ય-કારણ ઉભયના જ્ઞાનથી જ થાય છે. કારણ કે તડુમથીવમા = તે કાર્ય અને કારાગ -એમ ઉભયને જણાવનારૂં જ્ઞાન થાય તો જ રૂમ્ ૩સ્થ રળ, સાથે ૨ = આ ઘટપટાદિ આ જલાધાર-શરીરાચ્છાદનાદિકાર્યનું કારણ છે. અને આ જલાધાર-શરીરાચ્છાદનાદિ કાર્ય એ આ ઘટપટાદિ કારાણનું કાર્ય છે. એમ ઉભયના જ્ઞાનથી જ “અર્થક્રિયાકારિત્વ'નો અવસાય (નિર્ણય) ઉત્પન્ન થાય છે.
બૌધ્ધ - કાર્યત્વ અને કારાગએ બન્ને વસ્તુનું સ્વરૂપ જ છે. તેથી વસ્તુના બન્ને સ્વરૂપોમાંથી અન્યતર = કોઈ પાગ એક સ્વરૂપનો પરિચ્છેદ (બોધ) થયે છતે પાગ બન્ને સ્વરૂપોને જાગવાની બુદ્ધિની સિધ્ધિ થઈ જ જાય છે એક સ્વરૂપ જાણે છતે બન્ને સ્વરૂપો જણાઈ જ જાય છે તેથી તમે ઉપર જે કહ્યું કે કારાગમાત્રનું જ્ઞાન કાર્યને ન જણાવે અને કાર્યમાત્રનું જ્ઞાન કારાગને ન જણાવે તે વાત બરાબર નથી ઉભયને જગાવે જ છે અને તેથી અર્ધક્રિયાકારિત્વ ઘટી શકે છે. એકના જ્ઞાનથી કાર્ય-કારણ ઉભયના જ્ઞાનની અને તેનાથી થતી અર્થક્રિયાજ્ઞાનની બુદ્ધિ સિદ્ધ થાય જ છે.
જૈન :- જો એમ જ હોય તો માલીકેરદ્વીપ વાસી મનુષ્યને પણ વહ્નિ માત્ર દેખવાથી ત્યાં આ વહ્નિ ધૂમાત્મક કાર્યની જનક છે એવા નિર્ણયનો બોધ થઈ જવો જોઈએ, તથા ધૂમમાત્ર દેખવાથી આ ધૂમ વહ્નિનામના કારાગથી જન્ય છે એવા નિર્ણયનો બોધ પણ થઈ જવાનો પ્રસંગ આવશે. પરંતુ એક સ્વરૂપ માત્રને જાગવાથી બન્ને સ્વરૂપનું જ્ઞાન થતું નથી. માટે કારાગમાત્રના જ્ઞાનથી કે કાર્યમાત્રના જ્ઞાનથી અર્થક્રિયાકારિત્વનું જ્ઞાન થતું નથી. હવે જો ત્રીજો પક્ષ કહેશો તો એટલે કે કાર્ય કારણ એમ ઉભયગ્રાહી એવા પ્રત્યક્ષજ્ઞાનથી આ અર્થક્રિયાકારિત્વનું જ્ઞાન થાય છે. એમ જો કહેશો તો તે પણ તમારા મતે બરાબર નથી. કારણ કે કારણ અને કાર્ય એ કમભાવી જ પર્યાયો છે. એક જ ક્ષણમાં આ કારણ અને કાર્ય પર્યાયો હોતા નથી અને તમારા મતે સર્વ વસ્તુઓ ક્ષણિક માત્ર જ છે. તેથી ક્રમભાવી એવા કારણ અને કાર્યને ગ્રહણ કરનારું પ્રત્યક્ષજ્ઞાન (ક્ષણિકમાત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org