________________
રત્નાકરાવતારિકા
સામાન્યના બીજાભેદનું વર્ણન
૭૦૮
તમે માનેલુ હોવાથી) સંભવતું જ નથી. કારણ કે તે પ્રત્યક્ષજ્ઞાન તમારા મતે ક્ષણમાત્ર જ રહેનારૂં છે. અન્યથા જો તમે એમ નહીં માનો અને કાર્ય-કારણ એમ ઉભયગ્રાહી પ્રત્યક્ષ માનશો એટલે કે ક્ષણિકને બદલે અક્ષણિક (નિત્ય) માનશો તો આ જ્ઞાન અક્ષણિક છે અને સત્ પણ છે એમ થવાથી આ “સત્ત્વ' હેતુ સનેનૈવ = આ જ અક્ષણિક માનેલા પ્રત્યક્ષજ્ઞાનની સાથે વ્યભિચારી હેતુ થશે. સત્ત્વ હેતુ ક્ષનિ સાધ્યને બદલે ક્ષપ્તિ એવા ઉભયગ્રાહી આ પ્રત્યક્ષજ્ઞાનમાં જતો હોવાથી વ્યભિચારી બનશે.
બૌધ્ધ - તનુમવસનાર્થ્યસમુદ્ભૂત
કારણગ્રાહી અથવા કાર્યગ્રાહી એમ બન્ને પ્રકારના પ્રત્યક્ષમાંથી કોઈ પણ પ્રકારના પ્રત્યક્ષના બળથી ઉત્પન્ન થયેલ વિકલ્પ વિશેષ, તે વિકલ્પવિશેષની કૃપાથી તવસાય તે અર્થક્રિયાકારિત્વનો નિર્ણય થાય છે. સારાંશ કે કારણગ્રાહી અથવા કાર્યગ્રાહી એમ ઉભય પ્રત્યક્ષથી વિકલ્પ (એટલે વિચારવિશેષ) થાય છે. અને તેવા વિકલ્પથી અર્થક્રિયાકારિત્વનો નિર્ણય થાય છે.
=
જૈત :તર્દિ યં પ્રત્યક્ષેળ તન્ત્રતીતિ: ? જો એમ હોય તો તે અર્થક્રિયાકારિત્વનો નિર્ણય વિકલ્પવિશેષ વડે જ થયો કહેવાય, પ્રત્યક્ષ વડે તેનો નિર્ણય થયો છે એમ કેમ કહેવાય? અર્થાત્ પ્રત્યક્ષ દ્વારા વિકલ્પ અને વિકલ્પ દ્વારા અર્થક્રિયાકારિત્વનો નિર્ણય થયો કહેવાશે. પરંતુ પ્રત્યક્ષ વડે તે અર્થક્રિયાકારિત્વનો નિર્ણય થયો છે એમ કેવી રીતે કહેવાશે ?
प्रत्यक्षव्यापारपरामर्शित्वात् विकल्यस्य तद्द्वारेण प्रत्यक्षमेव तल्लक्षकमिति चेत् ?, ननु न कार्यकारणग्राहिणोरन्यतरेणापि प्रत्यक्षेण प्राकार्यकारणभावो भासयामासे, तत् कथं विकल्पेन तद्व्यापारः परामृश्येत ? इति न क्षणिकवादिनः काप्यर्थाक्रियाप्रतीतिरस्तीति वायसिद्धं सत्त्वम् ।
બૌધ્ધ - પ્રત્યક્ષવ્યાપારવામશિાત્ વિવસ્વ
પ્રત્યક્ષથી થનારો જે આ વિકલ્પવિશેષ છે. તે વિકલ્પવિશેષ પૂર્વકાલમાં થયેલા પ્રત્યક્ષના વ્યાપારનો જે વિષય છે. તે જ વિષયનો પરામર્શ કરનાર હોવાથી તદ્વારેળ = તે વિકલ્પ દ્વારા પ્રત્યક્ષ જ તે અર્થક્રિયાકારિનો લક્ષક (જણાવનાર) છે. અર્થાત્ પૂર્વકાલમાં પ્રત્યક્ષનો જે વ્યાપાર થયો તેનો જ પરામર્શ પાછળ થનાર વિકલ્પવિશેષ કરે છે. અને તેના દ્વારા અર્થક્રિયાકારિત્વનો નિર્ણય થાય છે. એમ વચ્ચે રહેનાર વિકલ્પવિશેષ દ્વારા પ્રત્યક્ષ જ અર્થક્રિયાકારિત્વનો નિર્ણય કરનાર છે. એમ અમે બૌધ્ધો કહીશું.
જૈન ननु न कार्यकारणग्राहिणोरन्यतरेणापि
પૂર્વકાળમાં થયેલુ પ્રત્યક્ષ કાં તો કારણગ્રાહી છે અથવા કાર્યગ્રાહી છે. એમ બેમાંથી કોઈ પણ એકનું જ ગ્રાહી હોવાથી આ બન્નેમાંના કોઈ પણ પ્રત્યક્ષ વડે ‘કાર્યકારણભાવ” પહેલાં જણાયો જ નથી જો કારણગ્રાહી પ્રત્યક્ષ થયું હોય તો તે કારણમાત્રને જણાવવાના વ્યાપારવાળું છે તેનાથી કાર્ય કેમ જણાય ? અને કાર્યમાત્રગ્રાહી પ્રત્યક્ષ થયું હોય તો તે કાર્યમાત્રને જણાવવાના વ્યાપારવાળું છે તેનાથી કારણ કેમ જણાય ? એક જણાય અને બીજુ ન જણાય એટલે ‘‘કાર્યકારણભાવ’’ જે ઉભયવિષયક છે તે કયાંથી જણાય ? અને આ પ્રત્યક્ષ વડે ઉત્પન્ન થતો વિકલ્પવિશેષ તમારા વડે કાર્યકારણ એમ ઉભયગ્રાહી મનાયો
Jain Education International
=
=
For Private & Personal Use Only
www.jainelibrary.org