________________
પંચમ પરિચ્છેદ સૂત્ર-૫
રત્નાકરાવતારિકા
૩૧૩
અને ત્રીજો અતિશય ચોથા અતિશયને કરશે એમ કરતાં અનવસ્થા દોષનું મહાદુ:ખ તમારા માથે समुपस्थितम् આવી પડશે. તમે આ દોષથી બચી શકશો નહીં. આ પર્યાયશક્તિ બીજદ્રવ્યથી
=
ભિન્ન માનો છો તો આ દોષો આવે છે. માટે ભિન્નપક્ષ બરાબર નથી.
=
अथाभिना भावात् पर्यायशक्तिः હવે હે જૈનો ! જો આ પર્યાયશક્તિને બીજ દ્રવ્યથી અભિન્ન છે એમ કહેશો તર્ફે તારને તો તે પર્યાયશક્તિને કરવામાં આવે છતે સ વ નૃત કૃતિ તે ભાવ (પદાર્થ) જ કરાયેલો થયો. જેમાં પર્યાયશક્તિ પ્રગટ કરવામાં આવી તે પદાર્થ કરાયેલો જ બન્યો. આ રીતે પદાર્થ કૃતક થવાથી તેને ક્ષણિકત્વ કેમ ન આવ્યું ? તે પદાર્થ ક્ષણિક જ થયો કહેવાય છે. હવે પર્યાયશક્તિ બીજદ્રવ્યથી ભિન્નાભિન્ન છે એવો ત્રીજો પક્ષ જો તમે કહો તો બન્ને પક્ષ માનવામાં
જે ‘“અભિન્ન અંશ માનવામાં આવ્યો છે તે અંશ અમે ઉપર સમજાવ્યું તેમ પદાર્થમાં ક્ષણિકત્વ અર્પયન્ = સિધ્ધ થઈ જ જાય છે. તેથી પદાર્થની ક્ષણિકતાને સિધ્ધ કરતો આ પક્ષ પણ તમારા માટે કુશળતાવાળો નથી. અર્થાત્ કલ્યાણકારી નથી. માટે કહો કે આ પર્યાયશક્તિ કેવી છે ?
-
अत्र ब्रूमः - एषु चरम एव पक्षः कक्षीक्रियते । न चात्र कलङ्कः कश्चित्, द्रव्यांशद्वारेणाक्षणिके वस्तुनि पर्यायांशद्वारेण क्षणिकत्वोपगमात्, क्षणिकैकान्तस्यैव कुट्टयितुमुपक्रान्तत्वात् । क्षणिकपर्यायेभ्योऽव्यतिरेकात् क्षणिकमेव द्रव्यं प्राप्नोतीति चेत् न, व्यतिरेकस्यापि सम्भवात् । न च व्यतिरेकाव्यतिरेकावेकस्य विरुध्येते । न हि नञः प्रयोगाप्रयोगमात्रेण विरोधगतिः, अतिप्रसङ्गात् ।
“दलितहृदयं गाढोद्वेगं द्विधा न तु भिद्यते,
बहति विकलः कायो मोहं न मुञ्चति चेतनाम् । ज्वलयति तनुमन्तर्दाहः करोति न भस्मसात्, प्रहरति विधिर्मर्मच्छेदी न कृन्तति जीवितम् ॥१॥
इत्यादिष्वपि तत्प्राप्तेः । न च स्थिरभावस्यापि येनैव रूपेण व्यतिरेकम्, तेनैवाव्यतिरेकं व्याकुर्महे । द्रव्यमेतत्, एते च पर्याया इति रूपेण व्यतिरेकः, वस्त्वेतदितिरूपेण त्वव्यतिरेकः, । एकमेव च विज्ञानक्षणं सविकल्पकाविकल्पकम्, भ्रान्ताभ्रान्तम् कार्यं कारणं चायं स्वयं स्वीकरोति, भेदाभेदे तु विरोधप्रतिरोधमभिदधातीति महासाहसिक:, इति क्षणिकाक्षणिकेऽपि क्रमाक्रमाभ्यामर्थक्रियायाः सम्भवात् सिद्धं संदिग्धानैकान्तिकं सत्त्वम् ।
હવે અમે (જૈનો) અહીં ઉત્તર કહીએ છીએ કે આ પર્યાયશકિત દ્રવ્યથી ભિન્ન છે ? કે અભિન્ન છે? કે ભિન્નાભિન્ન છે ? આવા પ્રકારના પાડેલા ત્રણ પક્ષોમાંથી અમે જૈનો ચરમ ભિન્નાભિન્ન પક્ષ જ સ્વીકારીએ છીએ. એટલે એકાન્તે ભિન્ન અને એકાન્તે અભિન્ન બે પક્ષમાં તમે આપેલા દોષોનો જવાબ આપવાનો અમારે રહેતો જ નથી. તથા આ ભિન્નાભિન્ન નામના ત્રીજા પક્ષમાં કંઈ પણ દોષ આવતો નથી. તમે આ ત્રીજા પક્ષમાં અમને જૈનોને જે એવો દોષ આપ્યો હતો કે ભિન્નાભિન્ન માનશો તો પર્યાયશક્તિ અભિન્ન માનવાથી પર્યાયશક્તિ કરાયે છતે બીજ પણ કરાયેલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org