________________
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૪૬/૪૭ વિષયને નહીં જાણનારા એવા શ્રોતાઓને દુઃખે સમજાય તેમ છે તેથી નયોના વિચારો જ્યારે (સાતમાં પરિચ્છેદમાં) જણાવીશું તે જ અવસરે આ વિકલાદેશ સમજાવીશું. જો કે પૂર્વ સૂત્રના વિવેચનમાં જ કંઈક અંશે આ વિકલાદેશ સમજાવાયો છે તથા સકલાદેશ સમજવાથી વિપરીત પણે આ વિકલાદેશ કંઈક અંશે સમજાઈ પણ જાય છે. તેથી અમે અહીં તેનું વધારે વિવેચન આપતા નથી. I૪-૪પા
प्रमाणं निर्णीयाथ यत: कारणात् प्रतिनियतमर्थमेतद् व्यवस्थापयति, तत् कथयन्ति - तद् द्विभेदमपि प्रमाणमात्मीयप्रतिबन्धकापगमविशेषस्वरूपसामर्थ्यतः
પ્રતિનિયતીર્થમવથતાંતિ ૪-કદ્દા ટીકા - પ્રત્યક્ષ-પરોક્ષરૂતિયા ત્રિપુરમરિ પ્રમુપતિસ્વરૂપ પ્રમi સ્વીયજ્ઞાનાવર - दृष्टविशेषक्षयक्षयोपशमलक्षणयोग्यतावशात् प्रतिनियतं नीलादिकमर्थं व्यवस्थापयति ॥४-४६॥
પ્રમાણને યથાર્થ સમજાવીને હવે જે કારણથી આ જ્ઞાન અમુક ચોકકસ પદાર્થને જ જણાવે છે. તે સમજાવે છે.
તે પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારનું પાણ (જ્ઞાનાત્મક) પ્રમાણ પોતપોતાના પ્રતિબંધક એવા જ્ઞાનાવરણીય કર્મનો અપગમવિશેષ થવા રૂ૫ સામર્થ્યથી પ્રતિનિયત અર્થને જ જણાવે છે. ૪-૪૬ો
ટીકાનુવાદ - પ્રત્યક્ષ અને પરોક્ષરૂપપણા વડે બન્ને પ્રકારનું અને પૂર્વે જાગાવેલા સ્વરૂપવાળું એવું આ પ્રમાણ પોત-પોતાના જ્ઞાનાવરણીયકર્મ વિગેરે અષ્ટવિશેષના ક્ષય અથવા ક્ષયોપશમ રૂપ યોગ્યતાના વશથી અમુક ચોકકસ નીલ-પીતાદિ પદાર્થને જણાવે છે.
ભાવાર્થ આ પ્રમાણે છે કે જે સ્પષ્ટજ્ઞાન તે પ્રત્યક્ષ, અને જે અસ્પષ્ટ જ્ઞાન તે પરોક્ષ, પ્રત્યક્ષના ઈન્દ્રિય પ્રત્યક્ષ અને પરમાર્થપ્રત્યક્ષ તથા પરોક્ષના સ્મૃતિ-પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન, આગમ ઈત્યાદિ પ્રમાણોના ભેદ-પ્રતિભેદો સમજાવ્યા. તે સર્વે પ્રમાણજ્ઞાન ઉપર તે તે જ્ઞાનનું પ્રતિબંધ કરનારૂં જ્ઞાનાવરણીયકર્મ સર્વજીવોને છે. પ્રતિબંધ કરવા યોગ્ય એવા જ્ઞાનના ભેદોને અનુસાર તેનો પ્રતિબંધ કરનારા એવા જ્ઞાનાવરણીયકર્મના પણ તે તે નામવાળા ભેદો પડે છે. જેમકે પ્રત્યક્ષજ્ઞાનનું આવરણ કરનાર પ્રત્યક્ષ જ્ઞાનાવરાગીય, પરોક્ષજ્ઞાનનું આવરણ કરનાર કર્મ તે પરોક્ષજ્ઞાનાવરણીય કર્મ ઈત્યાદિ. આ પ્રમાણે તે તે પ્રમાણ (જ્ઞાનો) નું આવરણ કરનારા એવા તે તે જ્ઞાનાવરણીય કર્મ સ્વરૂપ અદષ્ટ (ભાગ્ય-કર્મ-નસીબ) નો ક્ષય થવાથી અથવા ક્ષયોપશમ (તીવ્ર હોય તે મંદ) થવાથી અમુક ચોકકસ તે તે પદાર્થ દેખાય છે. કોઈ એક રૂમમાં પડેલા અનેક પદાથોંમાંથી જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમને લીધે ઘટ-પટ જણાય છે અને બીજી વસ્તુ નથી પણ જાગાતી. એક વસ્તુ સમજાય અને બીજી વસ્તુ ન પણ સમજાય. આ બધામાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય અને ક્ષયોપશમ એ જ મુખ્ય અને અત્યંતર કારણ છે તથા આદિ શબ્દથી ઈન્દ્રિય-પ્રકાશ-આદિ પાગ (બાહ્ય) કારણો છે. આ પ્રમાણે સમજવું. પરંતુ જે દર્શનકારો જ્ઞાનાવરણીય કર્મના ક્ષય અને ક્ષયોપશમને કારણ માન્યા વિના “તદુત્પત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org