Book Title: Ratnakaravatarika Part 2
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 355
________________ રત્નાકરાવતારિકા સામાન્યના પ્રતિભેદોનું વર્ણન ૬૯૦ વિરૂધ્ધ ધર્માંધ્યારાત્વ છે જ. તથા દ્રવ્યત્વાદિ ધર્મો વડે (દ્રવ્યત્વ - પદાર્થત્વ - ગુણવત્વ જ્ઞેયત્વ પ્રમેયત્વ ઈત્યાદિ ધર્મો વડે) તેનાથી વિપરીતતા એટલે કે અવિરૂધ્ધ ધર્માંધ્યાસતા પણ છે જ. આ પ્રમાણે જલ અને વહ્નિ પણ પયસ્ત્ય અને પાવકત્વ ધર્મની અપેક્ષાએ વિરૂધ્ધધર્માંધ્યાસતા અને દ્રવ્યત્વાદિની અપેક્ષાએ અવિરૂધ્ધધર્માંધ્યાસતા હોવાથી કથંચિવિરૂધ્ધધર્માંધ્યાસતા અને કથંચિદ્ જ ભેદ સિધ્ધ થાય છે. પરંતુ અત્યન્તભેદ કે સર્વથા વિરૂધ્ધધર્માંધ્યાસતા સિધ્ધ થતી નથી. માટે તમારૂં ઉદાહરણ ઉભયવિકલ છે. આવો દૃષ્ટાન્તદોષપણ છે. આ પ્રમાણે તમારા અનુમાનનો હેતુ અસિધ્ધ અથવા વિરૂધ્ધ હેત્વાભાસ થવાથી અને ઉદાહરણ ઉભયવિકલ થવાથી તમારૂં સાધ્ય સિધ્ધ થતું નથી તેથી ઘટ- પટ આદિ વિશ્વવર્તી સમસ્ત પદાર્થોનું ‘‘સામાન્યવિશેષાત્મકપણું” કેમ ન ઘટી શકે ? અર્થાત્ સર્વે પદાર્થો ઉભયાત્મક છે જ. એમ અમારો જૈનદર્શનનો મત સર્વથા નિર્દોષ સિધ્ધ થાય છે. ૫-૧૫ - अधुना सामान्यविशेषस्वरूपाने कान्तात्मक वस्तुसमर्थनार्थं साक्षाद्धेतुद्वयमभिदधानाः सदसदाद्यनेकान्तात्मकवस्तुप्रसाधकहेतून् सूचयन्ति - अनुगतविशिष्टाकारप्रतीतिविषयत्वाद् प्राचीनोत्तराकारपरित्यागोपादाना वस्थानस्वरूपपरिणत्याऽर्थक्रियासामर्थ्यघटनाच्च ॥५- २॥ હવે સામાન્ય અને વિશેષ એમ ઉભયસ્વરૂપ અનેકાન્તાત્મક જ સર્વે વસ્તુ છે આ વાતનું સમર્થન કરવા માટે સાક્ષાત્પણે (હવે પછી મૂલસૂત્રમાં જ) બે હેતુઓ કહેતા એવા ગ્રંથકારશ્રી ‘‘સત્ અને અસત્’’ આદિ અનેક રીતે અનેકાત્મક વસ્તુ છે એ વાતને સિધ્ધ કરનારા બીજા અનેક હેતુઓને સૂચવતાં જણાવે છે “સર્વે વસ્તુઓ સામાન્ય અને વિશેષ આદિ રૂપે અનેકાન્તાત્મક છે” આ અનુમાન પ્રથમ સૂત્રમાં છે. તેના બે હેતુઓ આ સૂત્રમાં જણાવે છે. (૧) અનુગત આકાર અને વિશિષ્ટ આકારની પ્રતીતિનો વિષય હોવાથી. ટીકા (૨) પ્રાચીન આકારનો પરિત્યાગ, અને ઉત્તર આકારનું ઉપાદાન, તથા દ્રવ્યપણે અવસ્થાન (ધ્રૌવ્ય) સ્વરૂપની પરિણિત દ્વારા જ અર્થક્રિયા કરવાનું સામર્થ્ય સંભવતું હોવાથી. ૫-૨ अनुगताकाराऽनुवृत्तस्वभावा गौर्गौरित्यादिप्रतीतिः, विशिष्टाकारा व्यावृत्तरूपा, शवलः श्यामल इत्यादिप्रतीतिस्तद्गोचरत्वात् - इति तिर्यक्सामान्यगुणाख्यविशेषलक्षणानेकान्तात्मकवस्तुसिद्धौ हेतुः । प्राचीनोत्तराकारयोः यथासङख्येन ये परित्यागापादाने, ताभ्यां यदवस्थानम्, तत्स्वरूपपरिणामेनार्थक्रियासामर्थ्यघटनात्, कार्यकरणोपपत्तेः - इत्युर्ध्वतासामान्यपर्यायाख्यविशेषस्वरूपानेकान्तात्मकवस्तुसिद्धौ हेतुः । चकारात् सदसदाद्यनेकान्तसमर्थक हेतवः सदसदाकारप्रतीतिविषयत्वादयो द्रष्टव्या: ॥५- २॥ - ટીકાનુવાદ - આ પાંચમા પરિચ્છેદના પ્રથમ મૂલસૂત્રમાં ગ્રંથકારશ્રીએ ‘‘વસ્તુ સામાન્યવિશેષાદિ અનેકાત્મક છે” એમ જે પ્રતીજ્ઞા કરી છે તેને સિધ્ધ કરવા માટે આ સૂત્રમાં બે હેતુઓ આપ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418