________________
પંચમ પરિચ્છેદ સૂત્ર-૪
રત્નાકરાવતારિકા શું ? તથાભૂત પ્રત્યય એ અનુગતાકારરૂપ એક પ્રકારનું જ્ઞાન વિશેષ હોવાથી તેનાથી શેય શું ? આ અનુગતાકાર રૂપ જે જ્ઞાન ઉત્પન્ન થયું તે જ્ઞાનથી કંઈને કંઈ જાણવા યોગ્ય વિષય તો હોવો જ જોઈએ ને ? કારણ કે નિર્વિષયક જ્ઞાન તો સંભવે જ નહીં. અને આ તથાભૂત પ્રત્યય (એટલે કે અનુગતાકાર જ્ઞાન) એ પણ એક પ્રકારનું જ્ઞાન હોવાથી તેના વડે જાણવા લાયક વિષય કંઈક હોવો જોઈએ ને ? બીજો કોઈ વિષય ન સંભવતો હોવાથી તમારે “સાદશ પરિણામ રૂપ સામાન્યને” જ વિષય માનવો પડશે. અર્થાત્ તે તથાભૂત પ્રત્યય વડે “સદશપરિણામ” જણાય છે એમ જ તમારે કહેવું પડશે. કારણ કે અન્યવ્યાવૃત્તિ વિગેરે બીજો કોઈપણ વિષય કહેવામાં પૂર્વે કહ્યા પ્રમાણે દોષો જ આવતા હોવાથી “સદશ પરિણામ સ્વરૂપ સામાન્યને' ત્યજીને ૩પર: તવિષય: ન સછેતે = બીજો કોઈ પણ વિષય તે અનુગતાકારપ્રત્યયના વિષય તરીકે થઈ શકતો નથી. એટલે વાસના નામના નિમિત્તકરણ દ્વારા જન્મ પામેલા તથાભૂત પ્રત્યય વડે જે સદશપરિણામ જગાયો તે
સામાન્ય” જ છે. આ પ્રમાણે વાસનાને વિષયપાણે કારણ માનશો તો પ્રથમ પક્ષમાં વાસના એ જ સામાન્ય બનશે અને નિમિત્ત કારાગ માનવા રૂપ બીજા પક્ષમાં તથાભૂત પ્રત્યય એ જ્ઞાનાત્મક હોવાથી તેના વિષય તરીકે પણ “સામાન્ય”ની જ સિધ્ધિ થશે.
किञ्च, इयमन्यव्यावृत्तिः स्वयमसमानाकारस्य समानाकारस्य वा वस्तुनः स्यात् ? प्राक्तनविकल्पकल्पनायामतिप्रसङ्गः, कुरङ्गतरङ्गतरङ्गादिष्वपि तत्सम्भवापत्तेः तथा च तेष्वनुगताकारैकप्रत्ययानुषङ्गः। स्वयं समानाकारस्य तु वस्तुनोऽभ्युपगमे समुपस्थित एवायमतिथि: सदृशपरिणामः कथं पराणुद्यताम् ? ।
તથા વળી હે બૌધ્ધ ! તમોએ માનેલી આ “અન્યવ્યાવૃત્તિ” સ્વયં પોતે અસમાન આકારવાળી વસ્તુઓની છે કે સમાન આકારવાળી વસ્તુઓની છે ? સારાંશ કે જે અનુગતાકારની પ્રતિપત્તિ થાય છે તે અન્ય વ્યાવૃત્તિથી થાય છે એમ તમે જે કહો છો ત્યાં તે અન્ય વ્યાવૃત્તિ અસમાનાકારવાળા પદાથની થાય છે એમ જો પ્રાપ્તનવિકલ્પ = પ્રથમપક્ષની કલ્પના તમે કહેશો તો અતિવ્યાપ્તિ આવશે કુરંગ (હરણ) તુરંગ (અશ્વ)અને તરંગ (જલની લહરીઓ)માં પણ અસમાન આકાર હોવાથી અન્ય વ્યાવૃત્તિ માનવી પડશે અને તેનાથી થનારો “સદશ પરિણામ = અનુગતાકાર બોધ માનવો પડશે. સારાંશ કે કુરંગાદિ જે અસમાનાકારવાળા પદાર્થો છે તેમાં પણ તત્સમવાપરેઃ = તે અન્યવ્યાવૃત્તિનો સંભવ માનવાની આપત્તિ આવશે અને તેનાથી તેવું મનાતા પ્રત્યવાનુષ૬ = અનુગત આકાર છે જેમાં એવુ સદશપરિણામાત્મક જ્ઞાન માનવાનો પ્રસંગ તમને આવશે. હવે જો તમે એમ કહો કે આ અન્યવ્યાવૃત્તિ જે જે પદાર્થો સ્વયં સમાનાકારવાળા છે. તેઓની હોય છે. તો તમે નામાનાર માત્રથી અમારું માનેલું “સામાન્ય” જ સ્વીકારેલું થશે. કારણ કે જો આ અન્યવ્યાવૃત્તિ સમાન આકારવાળી વસ્તુઓની જ હોય તો ૩યમ્ = આ સદ્ગપરિણામઃ = સમાન આકારતાનો પરિગામ તિથિ: સમુપસ્થિતઃ વ = તમારા ઘરના બારણે મહેમાન થઈને આવીને ઉભેલો જ છે એમ થયું. નામાન્તરમાત્રથી તમે સામાન્ય સ્વીકાર્યું જ છે. એમ જ અર્થ થયો. તેથી તમે પશુતામ્ = તે સદશપરિણામ રૂપ સામાન્યના સ્વીકારનો કેવી રીતે તિરસ્કાર કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org