________________
પંચમ પરિચ્છેદ સૂત્ર-૪
રત્નાકરાવતારિકા ભાવો ચેતન-અચેતન રૂપે થાય છે. તે જ પ્રયાસત્તિથી સ્વયં ચેતન અચેતન સ્વરૂપ ન હોય અને માત્ર અદ્વૈત બ્રહ્મસ્વરૂપ જ હોય છતાં તે રૂપે ચેતન-અચેતનરૂપે ભાસતા હોય એવું કેમ ન બને? આવા પ્રકારના કેવલ બ્રહ્માતિવાદ માત્રને બોલનારા અદ્વૈતવાદીનું મુખ હવે વક્ર થશે નહીં. તેના મુખનું વચન હવે જુઠું કરશે નહીં. તેના મુખથી નીકળેલું અદ્વૈતવાદનું વચન જ સત્ય થશે.
બૌધ્ધ - હે જૈન ! તમારી ઉપરોક્ત વાત બરાબર નથી. કારણ કે વેતનેતરખ્યતિરિક્સ હ્મણોસર્વત્ = કારણ કે ચેતન અને અચેતનથી ભિન્ન એવા બ્રહ્મા જ આ સંસારમાં નથી તો થમ તથાઈવમાનમ્ = નસ્ય = આ બ્રહ્મા જ તથા = તે ચેતન-અચેતન રૂપે ભાસતા હોય એમ કેમ બને ? અર્થાત્ બ્રહ્મા જેવું કોઈ તત્વ જ સંસારમાં નથી તો આ પદાર્થ સમુહ એ માત્ર બ્રહ્મસ્વરૂપે વાસ્તવિક હોય અને ચેતન-અચેતન રૂપે ભાસમાન હોય એમ કેમ બને ?
જૈન - ફૂલ્ય ત્રાપ તુમ્ = આ વાત સશતા માનવા રૂપ અન્યત્ર પણ તુલ્ય જ છે. અર્થાત્ અમારી વાતમાં પણ સમાન જ છે. તે આ પ્રમાણે - “સદશ પરિણામ” વિનાનું (સામાન્ય વિનાનું) સ્વલક્ષણ (પદાર્થનું સ્વરૂપ) જ આ સંસારમાં નથી. કે જેથી તે સ્વલક્ષણ (પદાર્થનું સ્વરૂપ) માત્ર અન્ય વ્યાવૃત્તિ રૂપ વિશેષ જ વાસ્તવિક હોય અને તથા = તે રૂપે = એટલે કે સદશ પરિણામ રૂપે માત્ર ભાસમાન જ થતું હોય તેવું બને. સારાંશ એમ છે કે જો બ્રહ્મા વાસ્તવિક હોય તો તે સત્ કહેવાય અને ચેતન-અચેતન રૂપ ભેદ એ અવભાસ-આભાસ માત્ર કહેવાય. પરંતુ તેમ નથી અર્થાત્ બ્રહમાં છે જ નહીં. માટે ચેતન-અચેતન એ અવભાસ માત્ર નથી પરંતુ વાસ્તવિક છે. તેમ “સદશ પરિણામશૂન્ય” સામાન્ય વિનાનું જે પદાર્થનું સ્વરૂપ વિશેષ માત્ર હોત તો તો તે સદશપરિણામશુન્યતા એ વાસ્તવિક બનત અને સદશપરિણામનું દર્શન એ અવભાસ-આભાસ માત્ર ગણાત. પરંતુ તેમ નથી. અર્થાત્ સદશપરિણામની શૂન્યતા સંસારમાં છે જ નહીં. માટે સદશતાનો જે પરિણામ થાય છે તે અવભાસ-આભાસ માત્ર નથી. પરંતુ વાસ્તવિક છે. “સદશપરિણામથી શૂન્ય એવું માત્રવિશેષ સ્વરૂપ જ પદાર્થનું લક્ષણ આ સંસારમાં છે જ નહીં કે જે પદાર્થનું વાસ્તવિક પણે વિશેષ સ્વરૂપ જ લક્ષણ ગણાય અને તેવા પ્રકારના સામાન્યરૂપે માત્ર આભાસ જ થાય છે એમ કહેવાય.
બૌધ્ધ - પદાર્થનું સ્વરૂપ ક્ષણે ક્ષણે બદલાતું હોવાથી વિશેષમાત્રરૂપ જ હોય અને સામાન્ય તો આભાસિત માત્ર જ હોય એમ જ અમને લાગે છે. જો એમ ન હોય તો તમે (જૈનો) જ કહો કે પદાર્થનું સ્વરૂપ વાસ્તવિક કેવું છે ?
જૈન - પદાર્થનું સ્વરૂપ કેવલ વિશેષ માત્ર સ્વરૂપ જ નથી, તથા કેવલ સામાન્ય માત્ર સ્વરૂપ પણ નથી. પરંતુ ઉભયાત્મક જ છે.
બૌધ્ધ - નનું સ્વક્ષસ્થ વિસરારિત્મિનઃ = પ્રત્યેક પદાથો ક્ષણે ક્ષણે અપૂર્વ-અપૂર્વ જ ઉત્પન્ન થતા હોવાથી, તથા કોઈપણ એક (ગવાદિ) વ્યકિત ઇતર (ગવાદિ) વ્યક્તિની સાથે કોઈને કોઈ ધર્મથી વિસદશ (વિજાતીય-અસમાનાકારતાવાળી) હોવાથી ભિન્ન ભિન્ન જ છે અને આ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org