________________
૭૦૧
પંચમ પરિચ્છેદ સૂત્ર-૫
રત્નાકરાવતારિકા જે પામે તે દ્રવ્ય, આવી વ્યુત્પત્તિ હોવાથી ક્રમશઃ થતા પર્યાયોમાં ત્રણે કાળમાં અનુયાયી એવો જે પદાર્થોશ, તેને ઉર્ધ્વતાસામાન્ય કહેવાય છે. આ મૂલ સૂત્રમાં કહેલું જે નિદર્શન = ઉદાહરણ છે. તે ઉત્તાન (સ્પષ્ટ) જ છે. જેમ કટક-કંકા-કેયુર-કુંડલ આદિ સોનાના બનાવાતા ભિન્ન ભિન્ન પર્યાયોમાં પણ સોનું તેનું તે જ છે એવો જે યુવાશ છે તે ઉર્ધ્વતા સામાન્ય છે. આ રીતે એક વ્યક્તિની ઈતરવ્યક્તિની સાથે જે સંદશતા તે તિર્યક્ષામાન્ય કહેવાય છે અને એક જ વ્યક્તિના કાળક્રમે થતા પર્યાયોમાં દ્રવ્યની જે ધ્રુવતા છે તે ઉર્ધ્વતા સામાન્ય છે. એમ જૈન દર્શનમાં બે પ્રકારનું સામાન્ય જણાવ્યું છે.
अत्रैकस्य कालत्रयानुयायितायां जनुषाऽन्धः शौद्धोदनिशिष्य: समाचष्टे - अहो । कष्टः शिष्टैरुपक्रान्तोऽयमेकस्यानेककालावस्थितिवादः । प्रतिक्षणभङ्गुरभावावभासनायामेव हि प्रमाणमुद्रा साक्षिणी। तथाहि - यत् सत्, तत् क्षणिकम्, संश्च विवादाध्यासितः शब्दादिः । सत्त्वं तावद् यत् किश्चिदन्यत्रास्तु, प्रस्तुते तावदर्थक्रियाकारित्वमेव मे सम्मतम् । तच्च शब्दादौ धर्मिणि प्रत्यक्षप्रमाणप्रतीतमेव । विपक्षाच व्यापकानुपलब्ध्या व्यावृत्तम् । सत्त्वस्य हि क्षणिकत्ववत् क्रमाक्रमावपि व्यापकावेव । न हि क्रमाक्रमाभ्यामन्यः प्रकार: शङ्कितुमपि शक्यते, व्याघातस्योद्भटत्वात् । न क्रम इति निषेधादेवाक्रमोपगमात् । नाक्रम इति निषेधादेव च क्रमोपगमात् । तौ च क्रमाक्रमो स्थिराद् व्यावर्तमानावर्थक्रियामपि ततो व्यावर्तयतः । वर्तमानार्थक्रियाकरणकाले ह्यतीतानागतयोरप्यर्थक्रिययो: समर्थत्त्वे तयोरपि करणप्रसङ्गः । असमर्थत्वे पूर्वापरकालयोरप्यकरणापत्तिः ।
ટીકાનુવાદ :- જૈનદર્શનકારો પ્રતિક્ષણે પર્યાયાન્તર થતા સર્વે પદાર્થમાં દ્રવ્યની અનુયાયિતાધ્રુવતા છે. એમ કહે છે. કારણ કે દ્રવ્યની અપેક્ષાએ કંઈક ઘુવતત્ત્વ હોય તો જ તેમાં પ્રતિક્ષાગે પૂર્વ પૂર્વ પર્યાયોનો વ્યય, અને નવા નવા પર્યાયોનો ઉત્પાદ થઈ શકે. પરંતુ જો પૂર્વપર્યાયની સાથે
વ્યાંશનો પાગ સર્વથા નાશ જ થઈ જાય તો આધારભૂત એવા દ્રવ્ય વિના ઉત્તરપર્યાય કોનો થાય અને ક્યાં થાય ? માટે દ્રવ્યાંશથી સર્વે વસ્તુઓ ધ્રુવ છે. એમ જૈનો માને છે. પરંતુ બૌધ્ધદર્શનકારો દ્રવ્યની ધ્રુવતા માનતા નથી. પ્રતિક્ષણે માત્ર ઉત્પાદ અને વ્યય જ છે એમ માને છે. તેથી આ ઉર્ધ્વતા સામાન્ય (દ્રવ્યની અપેક્ષાએ ધ્રુવતા) તેમના મતે છે જ નહીં. તેથી તેઓ જૈનોની સામે ચર્ચા શરૂ કરે છે
અહીં એક પદાર્થની ત્રણે કાલે અનુયાયિતા (ધ્રુવતા) માનવામાં જન્મથી અંધ એવા શૌદ્ધોદનિના (બૌધ્ધના) કોઈ શિષ્ય જૈનોની સામે કહે છે કે - કોઈ પણ એક પદાર્થનો અનેક કાળ સુધી (દીર્ઘકાળ પર્યન્ત) આ અવસ્થિતિવાદ (રહેવાપણાનું કથન) શિષ્ટ એવા તમારા વડે જે હમણાં રજુ કરાયો છે તે ઘાણા દુઃખની વાત છે. અર્થાત્ કોઈપણ પદાર્થ દીર્ઘકાળ સુધી રહે છે એવી જૈનોની વાત બરાબર નથી. કારણ કે પ્રત્યેક ક્ષણે ભંગુર (ઉત્પાદ અને વ્યયના) સ્વભાવવાળા પદાર્થોનું અવભાસન થવામાં “પ્રમાણમુદ્રા” એ જ સાક્ષી છે. એટલે કે સર્વે પદાર્થો ક્ષણભંગુર માત્ર જ છે. આ વાત પ્રમાણસિંધ છે. અમારી આ વાત સત્ય જ છે તેમાં પ્રમાણયુક્તતા છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org