________________
રત્નાકરાવતારિકા સામાન્યના પ્રતિભેદોનું વર્ણન
૭૦૦ પદાર્થનું લક્ષણ = સ્વરૂપ છે. આવા પ્રકારના વિસદશાકારાત્મકતા જ માત્ર પદાર્થનું લક્ષણ છે. તેથી તેની સાથે “સદશાકારતાત્મકપણું” માનવું એ તો વિરોધ જ આવે. જેમ જડ અને ચેતન જડતા અને ચેતનતા ધર્મથી અસદશાકારતા હોવાથી વિસદશ છે. તેવી રીતે અત્યન્ત ભિન્ન પદાથોને “સદશપરિણામતા” માનવી એ તદ્દન વિરૂદ્ધ છે. તેવી જ રીતે એક ગોવ્યકિત ઇતર ગોવ્યકિતની સાથે કોઈને કોઈ ધર્મથી તદ્દન વિસદશ જ છે. તેને સદશપરિણામાત્મકરૂપ કેમ મનાય ?
જૈન = નૈવમ્ = ઉપરોક્ત તમારી વાત બરાબર નથી. જેમ જ્ઞાન એ ચિત્રાકારતાવાળું પણ હોય છે. તથા સવિકલ્પક અને નિર્વિકલ્પક પણ હોય છે. તેમ સંસારવર્તી કોઈપણ એક વસ્તુને અપેક્ષાભેદથી ઉભયાત્મકપણે માનવામાં કંઈ વિરોધ નથી. પીતવર્ગનું શ્વેત વર્ણનું કૃષ્ણ વર્ગનું જેમ જ્ઞાન થાય છે તેમ ચિત્રવાર્ણનું જ્યારે જ્ઞાન થાય છે ત્યારે એક જ જ્ઞાનમાં પરસ્પર વિરોધી અનેક વાણના આકારો પ્રતિભાસિત થાય છે, તથા એક જ જ્ઞાન પ્રથમોત્પત્તિકાલે વિકલ્પ વિનાનું અને પછી તે જ જ્ઞાન કાલાન્તરે વિકલ્પવાળું બને છે. તેથી એક જ જ્ઞાનમાં નિર્વિકલ્પકાકારતા અને સવિકલ્પકાકારતા એમ બન્ને હોય છે. તેમાં કંઈ વિરોધ નથી. તે જ રીતે એકે એક પદાર્થમાં સામાન્યપાનું (સદશાકારપરિણામતા) અને વિશેષપણું (વિસદશાકારપરિણામતા) સંભવી શકે છે. તેમાં કંઈ વિરોધ આવતો નથી. તેથી કોઈ પણ વિવક્ષિત એક વસ્તુમાં આ વસ્તુ ઈતરવસ્તુથી વ્યાવૃત્ત છે. ભિન્ન છે એવા પ્રકારના વ્યાવૃત્તિના પ્રત્યયમાં હેતૂભૂત “વિસદશાકારતા” જેમ હોય છે તેવી જ રીતે તે જ વસ્તુમાં આ વસ્તુ ઈતરવસ્તુની સાથે કોઈ બીજા અન્ય ધમની અપેક્ષાએ સદશ પરિણામવાળી પાગ છે. એવા પ્રકારના અનુયાયિ જ્ઞાનમાં હેતુ બને એવું “સદશપરિગામાત્મકપાળું” છે જ. એમ હે બૌધ્ધ ! તમારે સ્વીકારવું જોઈએ. ૫-૪ अथ सामान्यद्वितीयभेदं सनिदर्शनमुपदर्शयन्ति .
पूर्वापरपरिणामसाधारणं द्रव्यमुर्खतासामान्यं
कटककङ्कणाद्यनुगामिकाञ्चनवत् ॥५-५॥ પ્રતિવ્યક્તિમાં જે તુલ્યપરિણતિ છે તે તિર્યક્સામાન્ય છે તે જણાવીને હવે સામાન્યનો જે બીજો ભેદ “ઉર્ધ્વતા સામાન્ય” છે. તેને ઉદાહરણ સાથે સમજાવે છે.
પૂર્વપરિણામ (પૂર્વપર્યાય) તથા ઉત્તર પરિણામ (ઉત્તરપર્યાય)માં સમાન પણે રહેનારું જે દ્રવ્ય તે ઉર્ધ્વતાસામાન્ય કહેવાય છે. જેમ કે કટક અને કંકણ આદિ અલંકાર વિશેષમાં વર્તનાર કંચનદ્રવ્ય. ૫-પા.
ટીકા - પૂર્વાપરયરનુતમે રામુ, દ્રવતિ તતાનું યાન છતીતિ વ્યુત્પજ્યા ત્રિીજાનુયાયી यो वस्त्वंशः, तदूर्ध्वतासामान्यमित्यभिधीयते । निदर्शनमुत्तानमेव ।
ટીકાનુવાદ - કોઈ પણ વિવક્ષિત એક દ્રવ્યના લાગે ક્ષણે કાળક્રમે આવતા પૂર્વપર્યાય અને ઉત્તરપર્યાયમાં અનુસરનારૂં જે એક દ્રવ્ય, તે ઉર્ધ્વતા સામાન્ય કહેવાય છે. દ્રવતિ = તે તે પર્યાયોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org