________________
પંચમ પરિચ્છેદ સૂત્ર-૪
રત્નાકરાવતારિકા
તથા વળી હે બૌદ્ધ ! તમારૂં માનેલું તેવા પ્રકારનું “અન્યની વ્યાવૃત્તિ” રૂપ જે સ્વરૂપ, તે શું કંઈ વસ્તુ છે ? કે કંઈ વસ્તુ નથી ? અર્થાત્ ઘટ-પટની જેમ અસ્તિ રૂપ છે કે આકાશપુષ્પાદિની જેમ નાસ્તિ રૂપ જ છે ? જો “કંઈક વસ્તુ છે' એ પક્ષ સ્વીકારો તો એટલે કે ઘટ-પટાદિ પદાર્થની જેમ અન્યવ્યાવૃત્તિ એ પણ કંઈક વસ્તુસ્વરૂપ છે એમ જો કહો તો તે વાસ્તવિક-પારમાર્થિક પદાર્થ હોવાથી વિવક્ષિત ગોવ્યક્તિવિશેષથી કાં તો અંતર્વીં હોવી જોઈએ અથવા બહિર્વર્તી હોવી જોઈએ. આ બન્ને પક્ષોમાંથી કોઈ પણ પક્ષ સ્વીકારશો તો ત્યાં (બન્ને પક્ષોમાં) દોષો આવે જં છે જે અમે હમણાં જ ઉપર કહી ગયા છીએ. એટલે અમારા વડે પ્રતિપાદન કરાયેલા દોષોનું અનુલ્લંઘન જ થાય છે. અર્થાત્ દોષો આવે જ છે. જો બહિર્વીં માનો તો તે અન્યવ્યાવૃત્તિ પોતે સામાન્યરૂપ થઈ જાય છે. અને જો અન્તર્વીં માનો તો તેનો બાહ્ય પદાર્થના અભિમુખપણે ઉલ્લેખ સંભવતો નથી એવા દોષો આવે છે. માટે ‘‘િિખ્રસ્તિ’’ અન્યવ્યાવૃત્તિ એ કંઈક છે એ પક્ષ તમે કહી શકશો નહીં. હવે જો ‘ન હ્રિશ્ચિત્' અન્યવ્યાવૃત્તિ એ ઘટપટાદિની જેમ કોઈપણ પ્રકારના અસ્તિસ્વરૂપાત્મક નથી. પરંતુ આકાશ પુષ્પાદિની જેમ “કંઈ નથી જ’' અર્થાત્ અસત્ રૂપ જ છે. એમ જો કહો તો તેવા પ્રકારના (સદશાકારના-અનુગતાકારતાના) પ્રત્યયનું કારણ કેમ બને? જે વસ્તુ સર્વથા અસત્ રૂપ હોય છે તે કોઈ પણ પ્રકારના બોધનું કારણ બની શકે નહીં. કારણ કે જે પોતે જ અસત્-અવિદ્યમાન છે તે પરનો બોધ કેમ કરાવી શકે ? અને જો અસત્ વસ્તુ પણ પરના બોધનું કારણ બનતી હોય તો આકાશપુષ્પ-વન્ધ્યાપુત્ર-રાસભશ્રૃંગાદિ અસત્પદાર્થો પણ પરના બોધનું કારણ બનવું જોઈએ. માટે અન્યવ્યાવૃત્તિના સ્વરૂપને જો ‘‘ન હ્રિશ્ચિત્’” એટલે અસત્ માનશો તો તેવા પ્રકારના ‘“અનુગતાકારતાના’” પ્રત્યયનો (બોધનો) હેતુ કેમ બનશે ? અર્થાત્ અસત્ હોવાથી આવો બોધ કરાવી શકશે નહીં.
૬૯૫
હવે બૌધ્ધો પોતાનો બચાવ કરવા માટે ો એમ કહે કે જે આ અનુગતાકારતાનો બોધ થાય . છે. તે અન્યવ્યાવૃત્તિથી થાય છે એમ અમે જે કહેતા હતા તે વાત દોષવાળી હોવાથી તેને છોડીને હવે અમે એમ કહીએ છીએ કે વાસનામાત્રનિર્મિત વાયમિતિ ચેત્ = આ અનુગતાકારતાનો બોધ માત્ર વાસનાથી જ જન્ય છે. અન્યવ્યાવૃત્તિ આદિ અન્ય કોઈ કારણોથી જન્ય નથી. ફકત તે બોધમાં ‘મનની વાસના'' જ કારણ છે. આમ જો બૌધ્ધ કહે તો તે બોધ થવામાં બાહ્ય અન્ય પદાર્થની અપેક્ષા રહેવી જોઈએ નહીં. કારણ કે જે કારણ દ્વારા જે પદાર્થ ઉત્પન્ન થતો હોય, તે પદાર્થ પોતાની ઉત્પત્તિમાં પાતાના કારણભૂત તે જ પદાર્થોની અપેક્ષા રાખે છે જેમ કે અગ્નિમાંથી ઉત્પન્ન થતો ધૂમ અગ્નિની જ અપેક્ષા રાખે છે. સલિલાદિની અપેક્ષા કદાપિ રાખતો નથી. તેમ આ અનુગતાકારતાનો પ્રત્યય જો વાસના માત્રથી જ થતો હોય તો અનુગતાકારતાનો તે પ્રત્યય ફકત વાસનાની જ અપેક્ષા રાખનાર હોવો જોઈએ. પરંતુ બાહ્ય અન્ય પદાર્થની અપેક્ષા હોવી જોઈએ નહીં. સદશાકારતાનો બોધ બીજી ગોવ્યક્તિની અપેક્ષાથી જ થાય છે. તે બીજી ગોવ્યક્તિ રૂપ બાહ્યપદાર્થની અપેક્ષા ત્યાં હોવી જોઈએ નહીં કારણ કે અન્ય કારણોની અપેક્ષાવાળો માવઃ = પદાર્થ કદાપિ ન ગણ્ અપેક્ષતે- અન્યની કદાપિ અપેક્ષા રાખતો નથી. જો અન્યની અપેક્ષા રાખે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org