________________
રત્નાકરાવતારિકા
સામાન્યના પ્રતિભેદોનું વર્ણન તે ધૂમાદિ (અગ્નિથી થતા હોવા છતાં પણ) જલાદિની અપેક્ષા રાખનાર બનવાનો પ્રસંગ આવે માટે માત્ર વાસનાથી જ જન્ય આ બોધ હોય તે વાત પણ ઉચિત નથી.
જિગ્ન તથા વળી જો આ “અનુગત આકારતાનો પ્રત્યય (બોધ)” વાસનાથી જ માત્રજન્ય હોય તો વાસના સદા ભૂતકાળમાં અનુભવેલા વિષય વાળી જ ઉત્પન્ન થાય છે. ન અનુભવેલા, ન જાણેલા, અને ન સાંભળેલા વિષયની વાસના કદાપિ થતી નથી. તેથી વાસના થયા પહેલાં કોઈપણ રીતે આ અનુગત આકારતાનો બોધ જો અનુભવેલો હોય તો જ કાલાન્તરે વાસનાથી પુનઃ જન્ય બની શકે છે. પરંતુ તમારા મતે “સામાન્ય” તો અત્યન્ત અસત્ રૂપ જ હોવાથી તે સામાન્યના અનુભવનો સંભવ જ નથી અને સામાન્યના અનુભવ વિના અનુગત આકારતાના પ્રત્યયનો પણ અનુભવ સંભવિત નથી, તેના વિના વાસના થવી પાગ અસંભવિત જ છે. માટે પણ વાસના જન્યની વાત ઉચિત નથી.
૨ = તથા વળી આ વાસના તથા મૂર્ત પ્રત્યયં = તેવા પ્રકારના અનુગતાકારતાના પ્રત્યયને ઉત્પન્ન કરે છે. એમ તમે જે કહો છો ત્યાં તમારી (બૌધ્ધોની) સામે અમારો (જૈનોનો) પ્રશ્ન છે કે આ વાસના તથાભૂત પ્રત્યયને (એટલે આ પાગ ગાય, આ પાગ ગાય એવા પ્રકારના અનુગત આકાર રૂપ બોધને) જે ઉત્પન્ન કરે છે તેમાં વાસના શું વિષયપાણે કારણ બનીને તથાભૂત પ્રત્યયને ઉત્પન્ન કરે છે કે (નિમિત્ત) કારણ બનીને તથાભૂત પ્રત્યયને ઉત્પન્ન કરે છે ? હવે જો પ્રથમ પક્ષ કહેશો તો એટલે વાસના એ તથાભૂતપ્રત્યયનો વિષય બને છે અને તથાભૂત પ્રત્યયના વિષયભૂત બનતી તે વાસના તથાભૂત પ્રત્યયને જન્માવે છે એમ જો કહો તો વિષયભૂત એવી વાસનામાંથી ઉત્પન્ન થતો તથાભૂત પ્રત્યયનો બોધ પોતાના વિષયભૂત એવી વાસનાને જણાવે છે એમ અર્થ થયો. હવે જો આ પ્રમાણે વાસના તથાભૂત પ્રત્યયને જન્માવતી હોય અને ઉત્પન્ન થયેલો તે તથાભૂત પ્રત્યયનો બોધ વાસના એ પોતાનો વિષય હોવાથી તે વાસનાને જણાવતું હોય તો “વાસના” એવું નામ માત્ર જ જુદુ થયું. વાસ્તવિક તો તમે નામાન્તરપાણે અમારું માનેલું સામાન્ય જ સ્વીકાર્યું. કારણ કે પદાર્થોમાં રહેલા સામાન્યથી જ તથાભૂત પ્રત્યય (જ્ઞાન) ઉત્પન્ન થાય છે. એટલે કે સામાન્ય સદશાકારતા રૂપ હોવાથી તે સામાન્ય જ તથાભૂત પ્રત્યયને જન્મ આપે છે અને તે અનુગતાકારતા રૂપ ઉત્પન્ન થયેલું જ્ઞાન જ તે સામાન્યને જણાવે છે એમ જ અર્થ થયો. જે અમે જૈનો કહીએ છીએ. એટલે જે આ તથાભૂત પ્રત્યય છે તે સામાન્યને જણાવે છે એમ અમે કહીએ છે અને તે તથાભૂત પ્રત્યય વાસનાને જણાવે છે એમ તમે કહો છો તે બન્ને વાતોમાં નામાન્તર માત્રના તફાવત વિના બીજો કોઈ તફાવત નથી. નામાન્તરભેદ એ કંઈ પારમાર્થિક તત્ત્વભેદ નથી. એટલે કે “વાસના” એવું નામમાત્ર ભિન્ન આપીને તમે પણ સામાન્ય” જ સ્વીકાર્યું છે.
હવે જો નિમિત્ત કારણ માત્ર રૂપે આ વાસના તથાભૂત પ્રત્યયને ઉત્પન્ન કરવામાં પ્રયું જાય છે. એમ જ કહેશો તો આ વાસના નિમિત્તકારણ માત્ર માનેલી હોવાથી તથાભૂત પ્રત્યયને ઉત્પન્ન કરીને તે તો દંડાદિની જેમ દૂર ખસી જાય છે. હવે તે વાસનાથી જન્મેલા તથાભૂત પ્રત્યયથી જણાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org