________________
૬૯૧ પંચમ પરિચ્છેદ સૂત્ર-૨
રત્નાકરાવતારિકા છે ઘટ-પટ આદિ સંસારવર્તી સમસ્ત વસ્તુઓ સામાન્યાત્મક અને વિશેષાત્મક એમ ઉભયાત્મક હોવાથી અનેકાન્તાત્મક છે તે આ પ્રમાણે -
અનુગત આકારવાળી જે પ્રતીતિ એટલે કે એક વ્યકિતમાં જે સ્વરૂપ હોય તે જ સ્વરૂપ બીજી વ્યકિતમાં પણ અનુવર્તે છે એવી અનુવૃત્ત સ્વભાવ વાળી જે પ્રતીતિ થાય છે. જેમ કે આ પણ ગાય છે. તે પણ ગાય છે ઇત્યાદિ સ્વરૂપે જે સમાન પ્રતીતિ, સદશતાની પ્રતીતિ થાય છે. તે તિર્યકત્સામાન્ય છે. તથા તે જ બે વ્યક્તિમાં જે સ્વરૂપ એક વ્યકિતમાં છે. તે સ્વરૂપ બીજી વ્યકિતમાં નથી. અને જે સ્વરૂપ બીજી વ્યકિતમાં છે તે સ્વરૂપ પ્રથમ વ્યકિતમાં નથી એવી જે વિશિષ્ટ આકારવાળી પ્રતીતિ છે. એટલે કે વ્યાવૃત સ્વભાવવાળી પ્રતીતિ છે જેમ કે આ ગાય શબલ ગુણ વાળી છે. અને તે ગાય શ્યામલ ગુણ વાળી છે ઇત્યાદિ જે પ્રતીતિ થાય છે તે ગુણાખ (ગુણ નામનું) વિશેષ સ્વરૂપ છે આ પ્રમાણે પ્રત્યેક પદાર્થો અનુગત આકારની પ્રતીતિનો વિષય હોવાથી તથા વિશિષ્ટ આકારની પ્રતીતિનો વિષય હોવાથી તિર્યસામાન્ય અને ગુણ નામના વિશેષ સ્વરૂપ વાળી એમ અનેકાન્તાત્મક જ વસ્તુ છે. તેની સિધ્ધિમાં આવી ઉભયાકારની પ્રતીતિના વિષયપણું એ હેતુ છે. સર્વ વસ્તુઓ ઉભયાકારની પ્રતીતિનો વિષય હોવાથી અનેકાન્તાત્મક છે. આ પ્રમાણે અનુગતાકાર અને વિશિષ્ટ કારની પ્રતીતિનો વિષય હોવાથી સર્વ વસ્તુઓ સામાન્ય અને વિશેષાત્મક પણે અનેકાન્તમય છે. એમ સિદ્ધ થાય છે. અહીં સામાન્યના બે ભેદ છે એક તિર્યસામાન્ય અને બીજું ઉર્ધ્વતા સામાન્ય, તથા વિશેષના પાણ બે ભેદ છે ગુણ અને પર્યાય. એમ કુલ બે બે ભેદોમાંથી આ રીતે તિર્યસામાન્ય અને ગુણાત્મક વિશેષ આવી પ્રતીતિ થી સિદ્ધ થાય છે. હવે ઉર્ધ્વતા સામાન્ય અને પર્યાયાત્મક વિશેષ કેવી પ્રતીતિથી સિદ્ધ થાય છે ? તે સમજાવવા બીજો હેતુ આપે છે.
પ્રાચીન આકાર અને ઉત્તર આકારનો અનુક્રમે જે પરિત્યાગ અને ગ્રહણ, એટલે કે પ્રાચીન આકારનો પરિત્યાગ, અને ઉત્તર આકારનો જે સ્વીકાર, તથા તે બન્નેની સાથે વસ્તુનું દ્રવ્યપણે જે અવસ્થાન (ધ્રુવપણે રહેવું) તેવા પ્રકારનું ત્રિપદીમય વસ્તુનું સ્વરૂપ માનીએ તો જ કાર્ય કરવાપણું ઘટી શકતું હોવાથી પદાર્થ ત્રિપદીમય છે અને સામાન્યવિશેષાત્મક છે. આ પ્રમાણે ઉર્ધ્વતા સામાન્ય અને પર્યાય નામના વિશેષ સ્વરૂપવાળી એમ અનેકાત્મક જ વસ્તુ છે તેની સિધ્ધિમાં આવી પ્રાચીનાકારનો પરિત્યાગ, ઉત્તરાકારનો સ્વીકાર, અને દ્રવ્યપણે અવસ્થાન એવા પ્રકારની ત્રિપદીમય પ્રતીતિના વિષયપણું એ જ હેતુ છે. સંસારની સર્વ વસ્તુઓ ઉત્પાદ-વ્યય-અને ધ્રુવ સ્વભાવની પ્રતીતિનો વિષય હોવાથી ઉર્ધ્વતાસામાન્યરૂપ અને પર્યાય નામના વિશેષ રૂપ વાળી છે એમ અનેકાત્મક
ઉપર સમજાવાયેલી ચર્ચાનો સાર એ છે કે પ્રથમ સૂત્રમાં વસ્તુને સામાન્ય અને વિશેષ એમ ઉભયરૂપે અનેકાત્મક કહેવામાં આવી છે. તેમાં સામાન્ય એ તિર્થક અને ઉર્ધ્વતા એમ બે પ્રકારનું છે તથા વિશેષ પણ ગુણ અને પર્યાય એમ બે પ્રકારનું છે. જયારે અનુગતાકારે પ્રતીતિ થાય છે
ત્યારે તિર્યક્સામાન્યરૂપે વસ્તુ ભાસે છે અને જયારે વિશિષ્ટ કારે પ્રતીતિ થાય છે ત્યારે ગુણ નામના | વિશેષ રૂપે વસ્તુ ભાસે છે તેવી જ રીતે પ્રાચીન આકારના પરિત્યાગ રૂપે અને ઉત્તર આકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org