________________
રત્નાકરાવતારિકા
પ્રમેય પદાર્થનુ વર્ણન
૬૮૮
નથી. જેમ અણુમાં રહેલું આણુત્વ અને આકાશાદિમાં રહેલું મહત્ત્વ પોતપોતાનો ગુણ હોવા છતાં પર પદાર્થ હાજર ન હોય ત્યારે પરાપેક્ષિત હોવાથી જણાતા નથી તેમ સમાનપણાનો બોધ પણ પરની અપેક્ષા વાળો છે. તેથી પરની અપેક્ષા વિના કોઈ પણ સ્થાને ક્યારે પણ તે સમાનપ્રત્યય જણાતો નથી. આ પ્રમાણે સામાન્યનું વ્યકિત સર્વવ્યાપિત્વ કે સર્વસર્વવ્યાપિત્વ ન સંભવતું હોવાથી સ્વતંત્ર (એકાન્તે વિશેષથી ભિન્ન) એવું સામાન્ય નથી. પરંતુ પદાર્થ પોતે સામાન્ય અને વિશેષ એમ ઉભયાત્મક જ છે. આ પ્રમાણે સ્વતંત્ર સામાન્ય નથી. એ સિધ્ધ કરીને હવે સ્વતંત્ર વિશેષો પણ નથી તે વાતનું ખંડન ટીકાકારથી કરે છે
विशेषा अपि नैकान्तेन सामान्याद् विपरीतधर्माणो भवितुमर्हन्ति । यतो यदि सामान्यं सर्वगतं सिद्धं भवेत्, तदा तेषामव्यापफत्वेन ततो विरुद्धधर्माध्यासः स्यात् । न चैवम् सामान्यस्य विशेषाणां च कथञ्चित्परस्पराव्यतिरेकेणैकानेकरूपतयावस्थितत्वात् । विशेषेभ्योऽ व्यतिरिक्तत्वाद्धि सामान्यमप्यनेकमिष्यते, सामान्यात्तु विशेषाणामव्यतिरेकात्तेऽप्येकरूपा इति । एकत्वं च सामान्यस्य संग्रहनयार्पणात् सर्वत्र विज्ञेयम्। प्रमाणार्पणात् तस्य सदृशपरिणामरूपस्य विसदृशपरिणामवत् प्रतिव्यक्तिभेदात् । एवं चासिद्धं सर्वथा विरुद्ध धर्माध्यस्तत्वं सामान्यविशेषयोः । यदि पुनः कथञ्चिदेव विरुद्धधर्माध्यस्तत्वं हेतुश्चिकीर्षितम्, तदा विरुद्धमेव, कथञ्चिद्विरुद्धधर्माध्यासस्य कथञ्चिद्भेदेनैवाविनाभूतत्वात् ।
‘‘વિશેષો’” પણ એકાન્તે સામાન્યથી વિરૂધ્ધધર્મવાળા થવાને યોગ્ય નથી. તેથી વિશેષો પણ સામાન્યથી અત્યન્તભિન્ન નથી, તે આ પ્રમાણે- તમારા દ્વારા ઉપર જણાવાયેલું સામાન્યનું ‘સર્વવ્યાપકત્વ' જો સિધ્ધ થયું હોત તો વિશેષો વ્યકિતમાત્રમાં જ રહેનાર હોવાથી અવ્યાપક છે. અને સામાન્ય સર્વવ્યાપક હોય તેથી વિશેષો એ સામાન્યથી વિરૂધ્ધધર્મથી યુકત સિધ્ધ થાય, કારણ કે વિશેષો અવ્યાપક અને સામાન્ય સર્વવ્યાપક એટલે વિરૂધ્ધધર્માંધ્યાસ થાય, મૈં ચૈવમ્ પરંતુ એમ નથી. અમે જણાવેલી ચર્ચા પ્રમાણે સામાન્યનું ‘“સર્વવ્યાપકત્વ’’ સિધ્ધ થતું જ નથી. તેથી સામાન્ય પણ વ્યકિતમાત્ર વ્યાપી છે. આ રીતે સામાન્યસ્ય વિશેષાનાં ૨ થંચિત્ પરસ્પરાજ્યતિરેòોળાનેરૂપતાવસ્થિતત્વત્ સામાન્ય અને વિશેષો કથંચિત્ પરસ્પર અભેદભાવે એક અને અનેક રૂપપણા વડે પદાર્થોમાં રહેલા છે. જયાં જયાં સામાન્ય છે ત્યાં ત્યાં વિશેષો પણ છે અને જયાં જયાં વિશેષો છે ત્યાં ત્યાં સામાન્ય પણ છે જ. કોઈ પણ પદાર્થોને એકરૂપપણા વડે (સદશતાના પરિણામથી) જોઈએ તો સામાન્ય જણાય છે જેમ કે આ પણ ગાય, અને પેલી પણ ગાય, તથા તે જ પદાર્થોને અનેકરૂપપણા વડે (વિસદશતાના પરિણામથી) જોઈએ તો વિશેષ પણ જણાય છે જેમકે આ ગાય શાબલેય છે અને પેલી ગાય બાહુલેય છે. ઇત્યાદિ.
સામાન્ય (સદશતા) એ એક અને વિશેષો(વિસદશતા) એ અનેક હોવા છતાં, સામાન્ય પણ વિશેષોની સાથે અવ્યતિરિકત હોવાથી અનેકરૂપે પણ ઇચ્છાય છે અને વિશેષો પણ સામાન્યની સાથે અવ્યતિરિકત હોવાથી તે વિશેષો એક રૂપ પણ ઇચ્છાય છે. સામાન્યનું જે એકપણું ગણાય છે તે સંગ્રહનયની પ્રધાનતાથી સર્વ ઠેકાણે જાણવું. પરંતુ જો પ્રમાણની અર્પણા (વ્યવહારનયની
Jain Education International
For Private & Personal Use Only
=
www.jainelibrary.org