________________
રત્નાકરાવતારિકા
સામાન્યના પ્રતિભેદોનું વર્ણન
૬૯૦
વિરૂધ્ધ ધર્માંધ્યારાત્વ છે જ. તથા દ્રવ્યત્વાદિ ધર્મો વડે (દ્રવ્યત્વ - પદાર્થત્વ - ગુણવત્વ જ્ઞેયત્વ પ્રમેયત્વ ઈત્યાદિ ધર્મો વડે) તેનાથી વિપરીતતા એટલે કે અવિરૂધ્ધ ધર્માંધ્યાસતા પણ છે જ. આ પ્રમાણે જલ અને વહ્નિ પણ પયસ્ત્ય અને પાવકત્વ ધર્મની અપેક્ષાએ વિરૂધ્ધધર્માંધ્યાસતા અને દ્રવ્યત્વાદિની અપેક્ષાએ અવિરૂધ્ધધર્માંધ્યાસતા હોવાથી કથંચિવિરૂધ્ધધર્માંધ્યાસતા અને કથંચિદ્ જ ભેદ સિધ્ધ થાય છે. પરંતુ અત્યન્તભેદ કે સર્વથા વિરૂધ્ધધર્માંધ્યાસતા સિધ્ધ થતી નથી. માટે તમારૂં ઉદાહરણ ઉભયવિકલ છે. આવો દૃષ્ટાન્તદોષપણ છે.
આ પ્રમાણે તમારા અનુમાનનો હેતુ અસિધ્ધ અથવા વિરૂધ્ધ હેત્વાભાસ થવાથી અને ઉદાહરણ ઉભયવિકલ થવાથી તમારૂં સાધ્ય સિધ્ધ થતું નથી તેથી ઘટ- પટ આદિ વિશ્વવર્તી સમસ્ત પદાર્થોનું ‘‘સામાન્યવિશેષાત્મકપણું” કેમ ન ઘટી શકે ? અર્થાત્ સર્વે પદાર્થો ઉભયાત્મક છે જ. એમ અમારો જૈનદર્શનનો મત સર્વથા નિર્દોષ સિધ્ધ થાય છે. ૫-૧૫
-
अधुना सामान्यविशेषस्वरूपाने कान्तात्मक वस्तुसमर्थनार्थं साक्षाद्धेतुद्वयमभिदधानाः सदसदाद्यनेकान्तात्मकवस्तुप्रसाधकहेतून् सूचयन्ति -
अनुगतविशिष्टाकारप्रतीतिविषयत्वाद् प्राचीनोत्तराकारपरित्यागोपादाना
वस्थानस्वरूपपरिणत्याऽर्थक्रियासामर्थ्यघटनाच्च ॥५- २॥
હવે સામાન્ય અને વિશેષ એમ ઉભયસ્વરૂપ અનેકાન્તાત્મક જ સર્વે વસ્તુ છે આ વાતનું સમર્થન કરવા માટે સાક્ષાત્પણે (હવે પછી મૂલસૂત્રમાં જ) બે હેતુઓ કહેતા એવા ગ્રંથકારશ્રી ‘‘સત્ અને અસત્’’ આદિ અનેક રીતે અનેકાત્મક વસ્તુ છે એ વાતને સિધ્ધ કરનારા બીજા અનેક હેતુઓને સૂચવતાં જણાવે છે
“સર્વે વસ્તુઓ સામાન્ય અને વિશેષ આદિ રૂપે અનેકાન્તાત્મક છે” આ અનુમાન પ્રથમ સૂત્રમાં છે. તેના બે હેતુઓ આ સૂત્રમાં જણાવે છે.
(૧)
અનુગત આકાર અને વિશિષ્ટ આકારની પ્રતીતિનો વિષય હોવાથી.
ટીકા
(૨) પ્રાચીન આકારનો પરિત્યાગ, અને ઉત્તર આકારનું ઉપાદાન, તથા દ્રવ્યપણે અવસ્થાન (ધ્રૌવ્ય) સ્વરૂપની પરિણિત દ્વારા જ અર્થક્રિયા કરવાનું સામર્થ્ય સંભવતું હોવાથી. ૫-૨ अनुगताकाराऽनुवृत्तस्वभावा गौर्गौरित्यादिप्रतीतिः, विशिष्टाकारा व्यावृत्तरूपा, शवलः श्यामल इत्यादिप्रतीतिस्तद्गोचरत्वात् - इति तिर्यक्सामान्यगुणाख्यविशेषलक्षणानेकान्तात्मकवस्तुसिद्धौ हेतुः । प्राचीनोत्तराकारयोः यथासङख्येन ये परित्यागापादाने, ताभ्यां यदवस्थानम्, तत्स्वरूपपरिणामेनार्थक्रियासामर्थ्यघटनात्, कार्यकरणोपपत्तेः - इत्युर्ध्वतासामान्यपर्यायाख्यविशेषस्वरूपानेकान्तात्मकवस्तुसिद्धौ हेतुः । चकारात् सदसदाद्यनेकान्तसमर्थक हेतवः सदसदाकारप्रतीतिविषयत्वादयो द्रष्टव्या: ॥५- २॥
-
ટીકાનુવાદ - આ પાંચમા પરિચ્છેદના પ્રથમ મૂલસૂત્રમાં ગ્રંથકારશ્રીએ ‘‘વસ્તુ સામાન્યવિશેષાદિ અનેકાત્મક છે” એમ જે પ્રતીજ્ઞા કરી છે તેને સિધ્ધ કરવા માટે આ સૂત્રમાં બે હેતુઓ આપ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org