________________
રત્નાકરાવતારિકા
પ્રમેય પદાર્થનુ વર્ણન
૬૮૦
ચલિત થતું નથી. પરંતુ ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં અને ભિન્ન ભિન્ન કાળમાં પોતપોતાના ઉત્પાદક કારણોથી ઉત્પન્ન થતા એવા નવા નવા પદાર્થોમાં પણ તે સામાન્ય વર્તે છે. માતાભૂત ગાયમાં રહેલું ગોત્વ જ તે ગાયમાં રહ્યું છતું જ ભિન્ન ભિન્ન ક્ષેત્રકાળે જન્મ પામનાર તર્ણકાદિમાં પણ વર્તે છે. આમ માનવાથી નોાવિ સામાન્યનું ગાય માત્ર વ્યક્તિમાં જે સર્વવ્યાપિત્વ અમે માન્યું છે તે પણ રહેશે અને નવા ઉત્પન્ન થતા તર્ણકાદિમાં પણ તેનું હોવાપણું પણ ઘટશે. જેથી અમને કોઈ દોષ આવશે નહીં.
જૈન - સ્વાવેતરેવન્ ઉપરોકત તમારી તેવા પ્રકારની કલ્પેલી આ કલ્પના તો ઘટી શકે કે જો સામાન્યનું એકાન્તે ‘‘એકત્વ’” પ્રમાણથી સિધ્ધ હોય તો. પરંતુ વાસ્તવિક તે એકત્વ જ નથી. સામાન્યના તે એકત્વનો જ તત્ત્વથી આ વિચાર કરવાનો પ્રારંભ કરેલો છે. ભાવાર્થ એવો છે કે માતાભૂતગાયમાં અને તર્ણકાદિમાં રહેલું ોત્વ સામાન્ય જો સર્વથા (એકાન્તે) એકરૂપ જ હોય તો જ તે એક શોત્વ ગાયમાં રહ્યુ છતું તર્ણકમાં પણ વર્તે, પરંતુ બન્નેમાં વર્તનારૂં આ શોત્વ સામાન્ય એક છે કે ભિન્ન ભિન્ન છે તે જ વિચારાઈ રહ્યું છે. સર્વથા એકાન્તે એક નથી. કારણ કે આશ્રયભેદે આશ્રયિનો પણ સદા ભેદ હોય છે. તેથી વ્યકિતભેદે શોત્વ પણ ભિન્ન ભિન્ન જ છે. સર્વથા એકાન્તે એક નથી. વદ્યસ્થાન્તનાં હ્રીત્યંતે જો આ સામાન્યનું એકાન્તે એકત્વ તમારા વડે કહેવાશે તો ભિન્ન ભિન્ન ક્ષેત્રે અને ભિન્ન ભિન્ન કાળે ઉત્પન્ન થતી તર્ણકાદિ વ્યકિતઓમાં આ શોત્વ સામાન્યની વૃત્તિ ઘટશે નહીં. કારણકે સામાન્ય એકાન્તે એક જ છે એમ તમે માન્યુ છે અને તે એક જ હોવાથી એક પદાર્થરૂપ આધારમાં જ વર્તી શકે અન્ય આધારમાં વર્તી શકે નહીં, અન્ય આધારભૂત પદાર્થમાં તેની વૃત્તિ માનવાથી તેનું એકાન્તે માનેલું એકત્વ રહેતું નથી.દ્દયાશ્રયવૃતિ થવાથી આશ્રયભેદે આશ્રયનો પણ ભેદ થવાથી એકાન્તે એકત્વ ટકતું નથી.
=
ભિન્ન
=
હવે જો તમે એમ કહો કે સામાન્યનું એકાન્તે એકત્વ જ છે પરંતુ તેનો તેવો તેવો સ્વભાવ જ છે કે જે સ્વભાવને લીધે પોતે એક હોવા છતાં અનેક આશ્રયમાં વર્તી શકે છે. આ પ્રમાણે સ્વભાવવાદનું જ માત્ર આલંબન સ્વીકારી સામાન્યનું એકાન્તે એકત્વ માની લઈ પમ્ ભિન્ન દેશ અને ભિન્ન ભિન્ન કાળમાં ઉત્પન્ન થનારી અનેક વસ્તુમાં જો આ સામાન્યની વૃત્તિ સત્તા સ્વીકારાય તો આવા પ્રકારના સામાન્યને પણ માનવાની શું જરૂર છે ? તથા બીજા પણ અનેક પદાર્થોની કલ્પના કરવાની પણ શું જરૂર છે ? પમિનિધ તુલ્ય કુબેરાદિની તુલ્ય કોઈ એક અવ્યકત વ્યકિત માત્ર જ માની લો કે જે પોતાના તેવા તેવા સ્વભાવને લીધે તે તે સ્વરૂપે પ્રસિધ્ધ થશે. અર્થાત્ એવી અલૌકિક કોઈ એક વ્યકિત છે કે જે પોતાના તથાસ્વભાવના કારણે તેવી તેવી બને છે આ પ્રમાણેજ માની લો તો પણ શું દોષ છે ? કારણ ‘“સ્વભાવવાદ' હંમેશા અપ્રષ્ટવ્ય જ હોય છે. તેમ માનવામાં કંઈ પુછવાનું કે કહેવાનું હોતું જ નથી. એમ માનવાથી સામાન્યની એકાન્તે એકતાની વાત તો બાજુ ઉપર રહી. પરંતુ મૂલ સામાન્ય તત્વ જ માનવાનું ઉડી જશે. જેથી એકતા સિધ્ધ કરવા જતાં મૂલ પદાર્થ જ ઉડી જવાથી લાભને ઇચ્છતા એવા તમને મૂલ સામાન્ય સ્વીકારવાની માન્યતાનો જ ઉચ્છેદ થવાનો પ્રસંગ આવશે. તેથી આ સામાન્યનું
Jain Education International
For Private & Personal Use Only
=
www.jainelibrary.org