________________
૬૬૭
તદુત્પત્તિ અને તદાકારતા એ અર્થબોધનું કારણ નથી રત્નાકરાવતારિકા
અને તદાકારતા'' માત્રને જ કારણ માને છે તે બરાબર નથી. તેનું ખંડન હવે પછીના સૂત્રમાં હમણાં જ કરવામાં આવશે. આ સૂત્ર મંડનાત્મક છે. અને સુડતાલીસમું સૂત્ર અન્ય દર્શનકારોની માન્યતાના ખંડનાત્મક છે. ૫૪-૪૬ા
एतद् व्यवच्छेद्यमाचक्षते -
न तदुत्पत्तितदाकारताभ्याम्, तयोः पार्थक्येन सामस्त्येन च व्यभिचारोपलम्भात् ॥४-४७॥
ઉપરના ૪૬ મા સૂત્રમાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષય અને ક્ષયોપશમથી પ્રતિનિયત અર્થ જણાય છે. એમ જે કહ્યું. એનાથી ઈતર દર્શનકારોની જે માન્યતાનું ખંડન થાય છે તે ખંડન યોગ્ય વિષયને ગુરૂજી જણાવે છે.
(જ્ઞાનાવરણીય કર્મના ક્ષય અથવા ક્ષયોપશમથી જ પ્રતિનિયત અર્થ જણાય છે. પરંતુ) તદુત્પત્તિ કે તદાકારતા વડે અમુક ચોક્કસ પ્રતિનિયત અર્થ જણાતો નથી. કારણ કે તે બન્ને પૃથક્-પૃથગ્ હોય ત્યારે અથવા તે બન્ને સમુચ્ચિત હોય ત્યારે વ્યભિચાર દેખાતો હોવાથી આ કારણો માનવા ઉચિત નથી. ૪-૪૭૫
2- तथाहि ज्ञानस्य तदुत्पत्तितदाकारताभ्यां व्यस्ताभ्यां समस्ताभ्यां वा प्रतिनियतार्थव्यवस्थापकत्वं स्यात् । यदि प्राच्यः पक्षः, तदा कपालक्षणः कलशान्त्यक्षणस्य व्यवस्थापकः स्यात् । तदुत्पत्तेः केवलायाः सद्भावात् । स्तम्भः स्तम्भान्तरस्य च व्यवस्थापकः स्यात् । तदाकारतायास्तदुत्पत्तिरहिताया: सम्भवात् । अथ द्वितीयः, तदा कलशस्योत्तरक्षणः पूर्वक्षणस्य व्यवस्थापको भवेत्, समुदितयोस्तदुत्पत्तितदाकारतयोर्विद्यमानत्वात्, अथ विद्यमानयोरप्यनयोर्ज्ञानमेवार्थस्य व्यवस्थापकम्, नार्थः, तस्य जडत्वादिति मतम् । तदपि न न्यायानुगतम्, समानार्थसमनन्तरप्रत्ययोत्पन्नज्ञानैर्व्यभिचारात्, तानि हि यथोक्तार्थव्यवस्थापकत्वलक्षणस्य समग्रस्य सद्भावेऽपि प्राच्यं जनकज्ञानक्षणं न गृहणन्ति ।
ટીકાનુવાદ - અન્યદર્શનકારો તદુત્પત્તિ અને તદાકારતા વડે જ્ઞાન પ્રતિનિયત અર્થને જણાવનારૂં બને છે એમ માને છે. તેઓનું કહેવું એવું છે કે મનમાં ‘‘ટોયમ્'' આ ઘટ છે એવા પ્રકારનું જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે જ્ઞાન ભૂમિ ઉપર સામે પડેલા જ્ઞેય એવા ઘટથી ઉત્પન્ન થયું છે એટલે તદુત્પત્તિ શેય દ્વારા જ્ઞાનની ઉત્પત્તિ છે માટે તે જ્ઞાન પ્રતિનિયત અમુક ચોક્કસ એવા ઘટને જણાવે છે. તથા તે જ્ઞાન સામે પડેલા ઘટના આકારે પરિણામ પામ્યું છે. જ્ઞાનમાં ઘટાકારતા આવી છે એટલે પણ તે જ્ઞાન પ્રતિનિયત એવા ઘટને જણાવે છે. આ પ્રમાણે તદુત્પત્તિ અને તદાકારતા વડે જ્ઞાન પ્રતિનિયત અર્થનું બોધક છે એમ માને છે. તેની સામે જૈનદર્શનકારો પોત-પોતાના પ્રતિબંધક એવા જ્ઞાનાવરણીયકર્મના ક્ષય અને ક્ષયોપશમથી જ્ઞાન પ્રતિનિયત અર્થને જણાવે છે. પરંતુ તદુત્પત્તિ અને તદાકારતા વડે જણાવતું નથી એમ માને છે. તેથી અન્ય દર્શનકારના મતનું ખંડન કરતાં ગુરૂજી જણાવે છે કે
–
Jain Education International
For Private & Personal Use Only
=
www.jainelibrary.org