________________
૬૭૩
તદુત્પત્તિ અને તદાકારતા એ અર્થબોધનો હેતુ નથી
=
=
રત્નાકરાવતારિકા હોવા ઉપરાંત જે જ્ઞાન જે પદાર્થથી ઉત્પન્ન થાય છે તે જ્ઞાન તે જ જ્ઞેયગત જે આકાર (નીલાદિ આકાર), તેનુ અનુકરણ કરે છે અર્થાત્ તે જ જ્ઞેયગત નીલાદિ આકારને ધારણ કરે છે માટે તે જ નીલાદિ ઘટ-પટ માત્રને જ જણાવે છે. પરંતુ સમસ્તનીલાદિ પદાર્થને આ જ્ઞાન જણાવતું નથી. જેથી અમને સમાન આકારવાળા સમસ્ત પદાર્થોને જણાવવાની આપત્તિ પણ આવશે નહીં. આવું જો કોઈ અન્યદર્શનકાર કહે તો ફ્રન્ત, एवमपि ખરેખર આ વાત પણ સત્ય નથી. આ રીતે તદુત્પત્તિ અને (દેશથી) તદાકારતાવાળું જ્ઞાન જ્ઞેયનું ગ્રાહક થતું નથી આ વાત અમે પ્રથમ સમજાવી ગયા છીએ. તથા વળી જ્ઞાન કદાપિ જ્ઞેયથી ઉત્પન્ન થતું જ નથી જો જ્ઞેયથી જ્ઞાન ઉત્પન્ન થતું હોય તો અતીત અને અનાગત ભાવો જે નષ્ટ અને અનુત્પન્ન છે તેનું પણ યોગી મહાત્માઓને જે જ્ઞાન થાય છે તે ઘટશે નહીં કારણ કે અતીતવિષય નષ્ટ હોવાથી ને અનાગત વિષય અનુત્પન્ન હોવાથી શેયથી જ્ઞાનની ઉત્પત્તિ કેમ થાય ? માટે તદુત્પત્તિ છે જ નહીં. આ વાત સમજાવેલી છે. છતાં પણ ધારો કે વપ એમ હોય એટલે કે તદુત્પત્તિ અને તદાકારતાવાળું જ્ઞાન જેનાથી ઉત્પન્ન થયું તેનું ગ્રાહક હોય અને તે કારણથી નીલાદિ સમાન આકારવાળા સર્વનીલ ઘટનું આ જ્ઞાન ભલે અગ્રાહક બનતું હોય तो ५। समानार्थसमनन्तरप्रत्ययस्य तद् ग्राहकं स्याद् = પ્રથમ સમયે જે નીલઘટનું જ્ઞાન થયું તે જ પદાર્થનું તેના બીજા ક્ષણે જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે દ્વિતીયક્ષણવર્તી જ્ઞાન પ્રથમ સમયના વિષયવાળા જ્ઞાનની સાથે સમાનાર્થક છે. અને તેના પછીના તુરત સમયમાં તેનાથી જ ઉત્પન્ન થયું છે. માટે તદુત્પત્તિ અને (દેશેન) તદાકારતા પણ છે. માટે ત= તે દ્વિતીય સમયવર્તી જ્ઞાન સમાનાર્થ તે જ વિષયને જગાવનારા, સમનન્તર અનન્તર પૂર્વના સમયમાં થયેલા પ્રત્યયસ્વ જ્ઞાનનું પ્રા બનવું જોઈએ. પરંતુ ઘટ-પટાદિ પદાર્થનું ગ્રાહક બને છે પૂર્વસમયવર્તી જ્ઞાનનું ગ્રાહક આ દ્વિતીયસમયવર્તી જ્ઞાન બનતું નથી. તેથી આખી વાતનો સાર એ છે કે તદુત્પત્તિ અને તદાકારતા આ બે વડે જ્ઞાન અમુક ચોક્કસ પ્રતિનિયત અર્થનું બોધક છે. આ વાત કોઈ પણ રીતે ન્યાય સંગત નથી. ન્તુિ પરંતુ જ્ઞાન ઉપરનું પ્રતિબંધક આવરણ કરનારૂં જે જ્ઞાનાવરણીયકર્મ, તેના અપગવિશેષથી જ અમુક ચોક્કસ પ્રતિનિયત અર્થને જણાવનાર બને છે. એમ સિદ્ધ થયું ૪-૪૭ણા इति प्रमाणनयतत्त्वालोके श्रीरत्नप्रभाचार्यविरचितायां
=
ગ્રાહક
=
=
Jain Education International
रत्नाकरावतारिकाख्यलघुटीकायामागम
स्वरूपनिर्णयो नाम चतुर्थः परिच्छेदः
समाप्तः
આ પ્રમાણે પૂ. આચાર્યદેવ શ્રી વાદિદેવસૂરીશ્વરજી કૃત પ્રમાણ નયતત્ત્વાલોક નામના આ ગ્રંથ ઉપર શ્રી રત્નપ્રભાચાર્ય વડે રચાયેલી રત્નાકરાવતારિકા
નામની લઘુ ટીકામાં આગમ નામના પરોક્ષપ્રમાણના પાંચમા ભેદના સ્વરૂપને સમજાવનારો આ ચોથો પરિચ્છેદ
સમાપ્ત થયો. તથા તેનું ગુજરાતી ભાષાન્તર પણ સમાપ્ત થયું.
For Private & Personal Use Only
=
www.jainelibrary.org