________________
રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૪૫
૬૬૪ આઠ દ્વારો વડે ભિન્ન ભિન્ન સ્વરૂપવાળા અસ્તિત્વાદિ અનંત ધર્મોનું એક વસ્તુમાં આ રીતે તત્ત્વથી (વાસ્તવિકપણે) અભેદવૃત્તિનો અસંભવ હોતે છતે અને ભેદવૃત્તિ સ્પષ્ટ જણાયે છતે જો ત્યાં અભેદ જાણવો હોય તો અભેદનો ઉપચાર કરવો પડે છે. જેમ કોઈ એક પુરૂષમાં સિંહની જેમ ચારપગ, કેશવાળી, નખ, હિંસકવૃત્તિ આદિ ધમ ન જણાવાથી આ પુરૂષ સિંહથી ભિન્ન છે એમ સ્પષ્ટ જણાવા છતાં જો તે પુરૂષને “આ સિંહ છે” એમ કહેવું હોય તો (વીરતાની અપેક્ષાએ) સિંહપાણાનો ઉપચાર કરાય છે. તેમ અહીં પણ અભેદપણાનો ઉપચાર જાણવો.
જ્યારે વ્યાર્થિકના મુખ્ય હોય અને પર્યાયાર્થિક નય ગૌણ હોય ત્યારે અભેદ મુખ્ય છે માટે તે “અભેદવૃત્તિપ્રધાનતા” કહેવાય છે અને જ્યારે દ્રવ્યાર્થિકનય ગૌણ હોય અને પર્યાયાર્થિકનયા મુખ્ય હોય ત્યારે ભેદમુખ્ય હોવાથી જો અભેદ જાગવો હોય તો અભેદનો ઉપચાર કરવો પડે છે તેને અભેદોપચાર કહેવાય છે. તામ્યમ્ = તેથી આ અભેદવૃત્તિ પ્રધાનતા અને અભેદોપચાર એમ બે વડે કરીને પ્રમાણથી સ્વીકૃત એવા અનંતધર્માત્મક વસ્તુને એક જ સમયે (યુગપપાગે) કહેનારૂં જે વાક્ય તે સકલાદેશ કહેવાય છે. તેનું જ બીજુનામ પ્રમાગવાક્ય છે. આ રીતે સકલાદેશ છે. એમ સિદ્ધ થાય છે.
(૧) કાળ, (૨) આત્મરૂપ, (૩) અર્થ, (૪) સંબંધ, (૫) ઉપકાર, (૬) ગુણિદેશ, (૭) સંસર્ગ અને (૮) શબ્દ એમ કાળાદિ આઠ દ્વારા શાસ્ત્રોમાં જણાવેલાં છે.
આ વાતનો સારાંશ એ છે કે સંસારવર્તી ઘટ-પટ-જીવ આદિ સર્વ વસ્તુઓ અસ્તિત્વ-નાસ્તિત્વ, ભિન્ન-અભિન્નત્વ, સમાન-અસમાનત્વ, વાચ્ય-અવાચ્યત્વ, ઈત્યાદિ અનંતધમાંથી ભરેલી છે. આ વાત સાક્ષાત્ અનુભવસિદ્ધ છે. સર્વકાળે અખંડિત છે. માટે જ પ્રમાણસિદ્ધ છે. કેવલીભગવંતોએ જગતનું સ્વરૂપ કેવલજ્ઞાનથી આવું જોયું છે અને જોઈને પ્રકાશ્ય છે.
હવે એક વસ્તુમાં રહેલા તે અસ્તિત્વાદિ અનંત ધર્મોનો ભેદ પણ છે અને અભેદ પાગ છે. તે બેમાંથી જો અભેદ જાણવો હોય તો તે અભેદ બે પ્રકારે જણાય છે. (૧) અભેદવૃત્તિ પ્રધાનતાથી અને અભેદોપચારથી.
જ્યારે વ્યાર્થિકનય પ્રધાન કરીએ અને પર્યાયાર્થિનય ગૌણ કરીએ તો અમેદવૃત્તિપ્રધાનતાથી અભેદ જણાય છે. જેમ કે ઘટાદિ એક પદાર્થમાં જે કાળે અસ્તિત્વ છે તે જ કાળે નાસ્તિત્વાદિ અનંત ધમાં પાણી સાથે જ છે. માટે કાળથી અભિન્ન છે એમ આત્મરૂપાદિ શેષ સાત દ્વારોથી પણ અનંતધનો અભેદ મુખ્યપણે જાણી શકાય છે. આ અભેદ વૃત્તિપ્રધાનતાથી અભેદ જાગ્યો કહેવાય. તથા જ્યારે દ્રવ્યાર્થિકનય ગૌણ કરવામાં આવે અને પર્યાયાર્થિકનય મુખ્ય કરવામાં આવે ત્યારે મુખ્યતાએ જણાય છે ભેદ, જેમકે જે અસ્તિશબ્દ જેવો અસ્તિત્વધર્મનો વાચક છે તેવો નાસ્તિત્વાદિ ધમનો વાચક નથી. તે નાસ્તિત્વાદિ ધમોંના વાચક શબ્દો નાસ્તિ વિગેરે ભિન્ન ભિન્ન છે, એમ શબ્દથી ભેદ જણાયો. એ જ રીતે શેષ સાત દ્વારોથી પગ ભેદ જણાય છે. પરંતુ તે ભેદમાં હવે જો અભેદ જાણવો હોય તો અભેદનો ઉપચાર કરવો પડે છે કે અસ્તિત્વધર્મનો વાચક ભલે “અસ્તિ” શબ્દ અને નાસ્તિત્વધર્મનો વાચક ભલે “નાસ્તિ” શબ્દ હોય તો પણ તે બન્ને આખર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org