________________
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૪૪ જ્યારે જ્યારે દ્રવ્યાર્થિકનયને ગૌણ કરવામાં આવે અને પર્યાયાર્થિકનયની પ્રધાનતા કરવામાં આવે ત્યારે ત્યારે એક જ વસ્તુમાં રહેલા અનંત ધર્મોનો આ જ કાલાદિ આઠ દ્વારો વડે મુખ્યતાએ ભેદ જે જણાય છે. અભેદ જણાતો નથી. કારણ કે પર્યાયાર્થિક નયનો વિષય ભેદ જણાવવાનો છે. તેથી પ્રધાનપણે જણાતા તે ભેદમાં જો અભેદ જાણવો હોય તો અભેદને આરોપ કરવો પડે, આ પ્રમાણે અભેદનો જે આરોપ કરવો- અભેદનો ઉપચાર કરવો તે અભેદોપચારથી સકલાદેશ કહેવાય છે. અભેદોપચારથી આ સકલાદેશ સમજાવવા માટે પ્રથમ પર્યાયથિકનયની મુખ્યતાવાળો ભેદ સમજાવાય છે. અને અંતે કહેવાશે કે આવા ભેદમાં અભેદનો ઉપચાર કરવો તે પણ સકલાદેશ છે. હવે પર્યાયાર્થિક નયની અપેક્ષાએ ભેદવૃત્તિ પ્રધાનતાથી કાલાદિ આઠ દ્વારા આ પ્રમાણે છે.
- (૧) સામેત્ર = એક જ વસ્તુમાં એક જ કાલે ભિન્ન ભિન્ન અનેક ગુણો સંભવી શકતા નથી. અને જો ભિન્ન ભિન્ન ગુણો સંભવે એમ માનીએ તો આય એવા ગુણો અનંત હોવાથી તાશ્રયસ્થ તે અનંત ગુણોના આધારભૂત એવા ગુણીપદાર્થના પણ તાવમે તેટલા જ ભેદ (અનંત ભેદ) માનવાનો પ્રસંગ આવે માટે એક કાળે નાનાગુણો ગુણીની અંદર અસંભવિત છે. એમ કાળાશ્રયી ભેદ સમજાવ્યો.
(૨) અસ્તિત્વાદિ જે જે ભિન્નભિન્ન ગુણો છે. તે તે ગુણો સંબંધી તેઓનું આત્મરૂપ (પોતાનું સ્વરૂપ) ભિન્ન ભિન્ન જ છે, જેમ કે અસ્તિત્વધર્મ વસ્તુના હોવાપણાને બતાવવાના સ્વરૂપવાળો છે. નાસ્તિત્વધર્મ વસ્તુના ન હોવાપણાને જગાવવાના સ્વરૂપવાળો છે. સામાન્યધર્મ વસ્તુની સમાનતા જણાવનાર છે અને વિશેષ ધર્મ વસ્તુના વિશેષ સ્વરૂપને જણાવનાર છે. એમ પ્રત્યેક ગુણો સંબંધી આત્મરૂપ (સ્વરૂપ) ભિન્ન ભિન્ન છે જો તે ગુણોનું આત્મરૂપ (સ્વરૂપ) અભિન્ન છે (એક છે) એમ માનીએ તો તે ગુણોમાં પરસ્પર જે ભેદ છે તેનો વિરોધ આવે. સ્વરૂપના ભેદ વિના સ્વરૂપવાનનો ભેદ ન સંભવી શકે. માટે દરેક ગુણોનું સ્વરૂપ ભિન્ન ભિન્ન છે. એમ સમજવું. તે આત્મરૂપથી ભેદ નામનું બીજું દ્વાર થયું.
(૩) સ્વાશ્રયસ્થ મર્થસ્થ = તે તે ગુણો ભિન્ન ભિન્ન હોવાથી તેના પોતાના આધારભૂત એવો પદાર્થ પણ ભિન્ન ભિન્ન ગણાય છે. અન્યથા = જો એમ ન માનીએ તો રાધારમેન્ટે ડાયમેઃ આવો ન્યાય લાગવાથી આધારદ્રવ્ય એક માનવાથી તેમાં વર્તનારા અસ્તિત્વાદિ ધ પાગ એકરૂપ થઈ જવાથી આ દ્રવ્ય નાનાગુણોના આશ્રયવાળું છે = તે નાનાગુ વત્વ માનવાનો વિરોધ આવે. માટે આધેય અનેક હોવાથી આશ્રય = આધાર પણ ભિન્ન ભિન્ન હોવો જોઈએ. આ અર્થ = આધાર નામનું ત્રીજું કાર.
(૪) સબ્ધ ર = જેમ પુરૂષ એક જ હોય છે. પરંતુ સ્વપિતા અને સ્વપુત્ર, સ્વપત્ની, સ્વસ્વસુ આદિ ભિન્ન ભિન્ન સંબંધીની સાથે અનુક્રમે પુત્ર, પિતા, પતિ અને ભાઈ ઈત્યાદિ અનેક સંબંધવાળો હોય છે. જુદા જુદા સંબંધિઓની સાથે એકપુરૂષમાં એકસંબંધ અઘટિત છે. તે જ ન્યા અસ્તિત્વ આદિ ધર્મો અનેક હોવાથી તાદાભ્ય નામનો સંબંધ પાગ તે પ્રત્યેક ધર્મોની સાથે ભિન્ન ભિન્ન જ દેખાય છે. જે એમ ન માનીએ તો નાનાસંબંધીઓની સાથે એક વસ્તુમાં એકસંબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org