________________
રત્નાકરાવતારિકા
અને કથંચિદ્ અભિન્ન પણ છે. ઢાળ-૨-૩-૪)
આ પ્રમાણે ધર્મ-ધર્મી વચ્ચે ભેદ અને અભેદ બન્ને છે. તેમાં જે અભેદ છે તેની જ્યારે પ્રધાનતા કરીએ ત્યારે ‘ઝમેવૃત્તિપ્રધાનતા'' કહેવાય છે. કારણ કે અમેટ્ અભેદ, વૃત્તિ = અંદર જે વર્તે છે. તેની જ પ્રધાનતા = મુખ્યતા કરવામાં આવી હોય તો તે અભેદવૃત્તિપ્રધાનતા કહેવાય છે. એવી જ રીતે ધર્મ અને ધર્મી વચ્ચે ભેદ પણ છે. તે ભેદ નજર સમક્ષ દેખાવા છતાં તે ભેદ જે નયની અપેક્ષાએ છે તેના તરફ ગનિમિલિકા (આંખ મીચાંમણાં-ઉપેક્ષાવૃત્તિ)નો આશ્રય કરીને છતા ભેદની અવિવક્ષા કરી તેમાં અભેદનો આરોપ (ઉપચાર) કરવામાં આવે તે અભેદોપચાર કહેવાય છે.
૬૫૬
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૪૪
આ જ જગતનું સાચું સ્વરૂપ છે. (જુઓ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
આ પ્રમાણે ધર્મ-ધર્મી વચ્ચે જે ભેદ છે તેની જ્યારે પ્રધાનતા કરીએ ત્યારે મેવવૃત્તિપ્રધાનતા કહેવાય છે. કારણ કે મેટ્ ધર્મ-ધર્મીનો ભેદ, વૃત્તિ અંદર વર્તે છે તેની જ, પ્રધાનતા મુખ્યતા કરવામાં આવી છે ત્યારે તે ભેદવૃત્તિપ્રધાનતા કહેવાય છે અને ધર્મ-ધર્મી વચ્ચે અભેદ પણ છે. તે અભેદ નજર સમક્ષ દેખાતો હોવા છતાં જે નયની અપેક્ષાએ તે અભેદ છે તે નય તરફ ગનિમિલિકા (આંખમીચાંમણાં - ઉપેક્ષાવૃત્તિ)નો આશ્રય કરીને અભેદની અવિવક્ષા કરી તેમાં ભેદનો આરોપ (ઉપચાર) કરવામાં આવે તે ભેદોપચાર કહેવાય છે. આ વાત વધુ સ્પષ્ટ સમજાવવા માટે જ ટીકામાં કાલાદિ આઠ દ્વારો સમજાવવામાં આવ્યાં છે. તે કાલાદિ આઠ દ્વારો વડે અભેદવૃત્તિની પ્રધાનતા કરવા દ્વારા અથવા અભેદોપચાર કરવા દ્વારા યુગપણે અનંતધર્મોને સમજાવનારૂં જે વાકય તે સકલાદેશ છે અને ભેદવૃત્તિની પ્રધાનતા કરવા દ્વારા અથવા ભેદોપચાર કરવા દ્વારા યુગપત્ને બદલે ક્રમશ: ધર્મોને પ્રતિપાદન કરનારૂં જે વચન તે વિકલાદેશ છે. સકલાદેશ એટલે પ્રમાણવાકય અને વિકલાદેશ એટલે નયવાકય કહેવાય છે, સકલાદેશ પ્રમાણને આધીન છે અને વિકલાદેશ નયને આધીન છે. ઉપરોકત વાતનો સાર આ પ્રમાણે છે.
(૧) પદાર્થોને ધર્મી કહેવાય છે. એકેક પદાર્થમાં અનંત-અનંત ધર્મો છે. અને પરસ્પર વિરૂદ્ધ દેખાતાં, અને ભિન્ન-ભિન્ન નયની અપેક્ષાએ અવિરૂદ્ધપણે સંભવતાં બે બે ધર્મોનાં અનંત જોડકાં છે.
=
Jain Education International
-
(૨) અનંત જોડકાં (યુગલ) રૂપે જે બે બે ધર્મો છે તેને સમજાવનારા સાત-સાત ભાંગા હોવાથી અનંતી સસભંગીઓ છે. પરંતુ અનંતભંગીઓ નથી.
(૩) ધર્મ અને ધર્મી વચ્ચે ભેદ તથા અભેદ બન્ને છે. છતાં જ્યારે પ્રયોજનવશથી કાલાદિ આઠ દ્વારો વડે અભેદની પ્રધાનતા કરાય અથવા દેખાતા ભેદની ઉપેક્ષા કરી અભેદનો ઉપચાર કરાય અને તે રીતે અનંતધર્મોનું યુગપણે પ્રતિપાદન થાય તે સકલાદેશ કહેવાય છે.
(૪) ધર્મ અને ધર્મો વચ્ચે ભેદ તથા અભેદ બન્ને છે છતાં જ્યારે પ્રયોજનવશથી કાલાદિ
-
For Private & Personal Use Only
www.jainelibrary.org