________________
૬૫૭
કાલાદિ આઠ ધારોનું વર્ણન
રત્નાકરાવતારિકા
આઠ દ્વારો વડે ભેદની પ્રધાનતા કરાય અથવા દેખાતા અભેદની ઉપેક્ષા કરી ભેદનો ઉપચાર કરાય અને તે રીતે અનંતધર્મોનું ક્રમશ: પણે જે પ્રતિપાદન કરાય તેને વિકલાદેશ કહેવાય છે.
(૫) સકલાદેશ એ સર્વ દષ્ટિઓના સંગ્રહાત્મક હોવાથી પ્રમાણવાક્ય કહેવાય છે. (૬) વિકલાદેશ એ એકેક દૃષ્ટિઓની વિવક્ષાની મુખ્યતા રૂપ હોવાથી નયવાક્ય કહેવાય છે. (૭) સમભંગીના સાતે ભાંગાઓમાંના એકેક ભાંગાની સકલાદેશ રૂપે વિવક્ષા કરો તો તે પ્રમાણસમભંગી કહેવાય છે અને
(૮) તે જ સાતે ભાંગાઓમાંના એકેક ભાંગાની વિકલાદેશ રૂપે વિવક્ષા કરો તો તે નયસભંગી પણ કહેવાય છે.
આ પ્રમાણે સમભંગીના સાતે ભાંગા પ્રમાણસમભંગી પણ બને છે અને સાતે ભાંગા નયસસભંગી પણ બને છે. હવે આપણે ટીકાના પદોનો શબ્દાર્થ વિચારીએ.
કાલાદિ આઠ કારો વડે કરીને ધર્મ અને ધર્મીની વચ્ચે જે અપૃથક્ભાવ એટલે કે અભેદવૃત્તિ છે. તેની પ્રધાનતાએ સમકાલમાં પ્રતિપાદન કરનારૂં જે વાકય તે સકલાદેશ. અથવા કાલાદિ આ જ આઠ દ્વારો વડે ભિન્ન છે સ્વરૂપ જેનું એવા ધર્મ-ધર્મી વચ્ચે ભેદ હોવા છતાં અભેદનો આરોપ કરીને સમકાલમાં સમજાવનારૂં વાકય તે સકલાદેશ. સકલાદેશ એ જ પ્રમાણવાકય કહેવાય છે. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે કે કાલાદિ આઠ દ્વારો વડે અભેદવૃત્તિની પ્રધાનતા દ્વારા અથવા અભેદોપચાર દ્વારા યુગપણે અશેષધર્માત્મક વસ્તુને જણાવનારૂં જે વાકય તે સકલાદેશ. આ સકલાદેશ પ્રમાણને આધીન છે અને ભેદોપચાર દ્વારા અથવા ભેદવૃત્તિની પ્રધાનતા દ્વારા ક્રમશ: અશેષ ધર્માત્મક વસ્તુને જણાવનારૂં જે વાકય તે વિકલાદેશ છે આ વિકલાદેશ નયને આધીન છે.
પ્રશ્ન :- ક્રમ એટલે શું ? યુગપદ્ એટલે શું ? અને કાલાદિ આઠ દ્વારો કયાં કયાં ? તે દ્વારોને આશ્રયી અભેદવૃત્તિ પ્રધાનતા અને અભેદોપચાર, તથા ભેદવૃત્તિપ્રધાનતા અને ભેદોપચાર કેવી રીતે ? તે બરાબર સમજાવો. તે હવે વિચારીએ.
कः पुनः क्रमः ? किं वा यौगपद्यम् ? यदाऽस्तित्वादिधर्माणां कालादिभिर्भेदविवक्षा, तदैकस्य शब्दस्यानेकार्थप्रत्यायने शक्त्यभावात् क्रमः, यदा तु तेषामेव धर्माणां कालादिभिरभेदेन वृत्तमात्मरूपमुच्यते, तदैकेनापि शब्देनैकधर्मप्रत्यायनमुखेन तदात्मकतामापन्नस्यानेकाशेषरूपस्य वस्तुनः प्रतिपादनसम्भवाद्योगપદ્યમ્ ।
ક્રમ એટલે શું ? અને યૌગપદ્ય એટલે શું ? આ વાત પ્રથમ સમજાવે છે. (૧) ઘટ-પટજીવ-અજીવાદિ સર્વ પદાર્થોમાં રહેલા અસ્તિત્વ આદિ અનંત ધર્મોની ભેદ વિવક્ષા કરવામાં આવે, ત્યારે વિવક્ષિત એક શબ્દ અનેક અર્થને સમજાવવામાં શક્તિવાળો ન હોવાથી અર્થાત્ એક શબ્દથી અનેક ધર્મોનું કથન, અને તે દ્વારા તેનું જ્ઞાન થઈ શકતું ન હોવાથી એકેક ધર્મનું ક્રમશ: એકેક શબ્દ દ્વારા જે જ્ઞાન કરાવવામાં આવે તે ક્રમ કહેવાય છે. અસ્તિ-નાસ્તિ આદિ લાઈનશર શબ્દપ્રયોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org