________________
રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૪૪
૬૫૮ અને તે દ્વારા લાઈનસર જ્ઞાન થાય તે ક્રમ કહેવાય છે.
તુ = પરંતુ જ્યારે તે જ અસ્તિત્વાદિ ધર્મોનું કાલાદિ આઠ દ્વારા વડે અભેદપણે બનેલું જે સ્વરૂપ છે તે સ્વરૂપ જ્યારે એક શબ્દ વડે કહેવાય ત્યારે તે એક શબ્દ વડે એક ધર્મને સમજાવવા દ્વારા તેની સાથે તાદાત્મભાવને (અભેદભાવને) પામેલા એવા અનેક અશેષ જે ધર્મો છે તે અનેકધર્મવાળી વસ્તુનું પ્રતિપાદન પણ સંભવી શકે છે તેને યૌગપદ્ય કહેવાય છે. અતિ આદિ કોઈ પણ વિવક્ષિત એક શબ્દપ્રયોગ કાળે પણ તેની સાથે તાદાત્મ પણે રહેલા શેષ અનંતધમનું પણ જ્ઞાન કરવું તે યૌગપદ્ય કહેવાય છે.
સારાંશ કે જ્યારે ભેદથી કથન કરાય ત્યારે એક શબ્દ એક ધર્મને જ કહેનાર છે. એટલે ધર્મો ધર્મે શબ્દ જુદો જુદો વાપરવાનો હોવાથી કોઈ પણ સ્વરૂપ ક્રમથી જ કહી શકાય છે. જેમ કે આ ચા કડવી છે. તીખી છે, મીઠી છે. અને સફેદ છે. અહીં ચા નામના એક દ્રવ્યમાં અનુભવાતા આ ચારે પર્યાયો ભેદની પ્રધાનતાએ બોલાયા છે એટલે એક શબ્દ એક જ અર્થને કહેનાર છે તેથી ચાર પર્યાયો સમજાવવા ક્રમશઃ ચાર શબ્દોનો પ્રયોગ કર્યો છે. કડવાશ ભુકકી રૂપ ચાથી થયેલી છે. તીખાશ મશાલાથી થયેલી છે. મીઠાશ ખાંડથી થયેલી છે. અને સફેદાઈ દુધથી થયેલી છે. ભેદસૂચક શબ્દો ભિન્ન ભિન્ન હોવાથી આ ક્રમ છે. અને જ્યારે અભેદથી કથન કરાય ત્યારે એક શબ્દ જ તાદાત્મભાવવાળા અનેક ધમોને જણાવી શકે છે તેને યુગપદ્ કહેવાય છે. જેમ કે આ ચા સુંદર છે એટલે “સુંદર” શબ્દ પ્રમાણોપેત કડવાશ-તીખાશ-મીઠાશ અને ચેતતા એમ ચારે પર્યાયને એક સાથે જણાવે છે, એક શબ્દ હોવા છતાં પણ અનેક અર્થ સમજાવવામાં સમર્થ છે આ યુગ૫દ્ કહેવાય છે. આ પ્રમાણે ક્રમ અને યુગપદ્ આ બે શબ્દોના અર્થ જાણીને હવે આપણે કાલાદિ આઠ દ્વારા સમજીએ.
પુનઃ જાય? (૨) શાસ્ત્ર (૨) માત્મઉં, () મર્ય, (૪) સન્યા , (૬) ૩૫ . (૬) મુક્લેિશ, (૭) સંસf, (૮) રાઃ રૂછી તત્ર યાર્નીવાદ્રિ વર્તુત્યેવેન્યત્ર યાત્રમસ્તિત્વ તારા शेषानन्तधर्मा वस्तुन्येकडेति तेषां कालेनाभेदवृत्तिः (१),.यदेव चास्तित्वस्य तद्गुणत्वमात्मरूपम्, तदेव चान्यानन्तगुणानामपीत्यात्मरूपेणाभेदवृत्तिः (२), य एव चाधारोऽर्थो द्रव्याख्योऽस्तित्वस्य, स एवान्यपर्यायाणामित्यर्थेनाभेदवृत्तिः (३), य एव चाविष्वग्भाव कथञ्चित्तादात्म्यलक्षण: सम्बन्धोऽस्तित्वस्य स एवाशेषविशेषाणामिति सम्बन्धेनाभेदवृत्तिः (४),
કાલાદિ આઠ દ્વારો કયાં કયાં ? અને તેની અપેક્ષાએ અભેદ તથા ભેદ કેવી રીતે ? ત્યાં પ્રથમ આઠ વારો આ પ્રમાણે છે. (૧) કાલદ્દાર (૨) આત્મરૂપ = સ્વરૂપ ધાર, (૩) અર્થદ્વાર - આધાર ધાર, (૪) સંબંધદ્વાર, (૫) ઉપકારદ્વાર, (૬) ગુણીદેશ દ્વાર, (૭) સંસર્ગદ્વાર, અને (૮) શબ્દદ્વાર.
હવે આ આઠે વારોના અર્થો તથા તેની અપેક્ષાએ પ્રથમ અભેદ વિચારીએ અને પછી ભેદ વિચારીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org