________________
૬૩૫
સપ્તભંગીનું સ્વરૂપ
રત્નાકરાવતારિકા પોતાનું ઘટપણે નિયત સ્વરૂપ રહેશે નહીં. માટે “સર્વ પદાર્થો સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ જ અસ્તિ છે. આ પ્રથમ ભાંગાનો અર્થ સમજાવ્યો.
હવે તે પ્રથમ ભાંગામાં વ શબ્દ તથા દ્િ શબ્દ કેમ કહ્યા છે ? તે બન્ને શબ્દોનાં કારણો સમજાવે છે.
પ્રથમ ભાંગામાં મૂલસૂત્રની અંદર જે વેર છે તે અનભિમત (શાસ્ત્રકારને અમાન્ય) એવા અર્થને દૂર કરવા માટે છે. શાસ્ત્રકારને અભિમત શું છે ? અને અનભિમત શું છે ? તે સ્પષ્ટ કરે છે કે ઘટ-પટાદિ સર્વ પદાર્થો સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિ છે તે અભિમત છે કારણ કે પદાર્થો તેમ છે. પરંતુ તે જ સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ તે જ વિવક્ષિત ઘટમાં અસ્તિની જેમ “નાસ્તિ પણ છે' તે અભિમત નથી. કારણ કે પદાર્થ તેવા સ્વરૂપે એટલે કે સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિ સ્વરૂપે નથી. તેથી જ અનભિમતના નિષેધ માટે મતિ પાસે વાર કહેલ છે. જો આ વાર ન કહેવામાં આવે અને માત્ર સ્થાપ્તિ એટલું જ કહેવામાં આવે તો સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ “અસ્તિ જ છે” એવો અર્થ થાય નહીં અને એમ નિર્ણયાત્મક ન કહેલું હોવાથી અસ્તિની જેમ નાસ્તિ પણ સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ હશે એવી ઉત્પન્ન થતી સંભાવના રોકી શકાતી નથી. તે અનભિમત અર્થના (સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિની જેમ નાસ્તિ પણ અંદર આવી ન જાય તેથી તેના) નિષેધ માટે વાર કહ્યો છે. જો એમ ન કરીએ તો પ્રતિનિયતપણે = ચોક્કસપણે સ્વ=અર્થ ન કહેલો હોવાથી ગતિ સૂચવનારું આ વાક્ય અનભિમત એવા સ્વદ્રવ્યાદિની અપેક્ષાવાળા નાસ્તિની સાથે (સ્વદ્રવ્યાદિથી નાસ્તિ પાગ અંદર હશે જ એમ) તુલ્યતાને જ પામે. આ રીતે અનભિમત અર્થની સાથે (અભિમત અર્થની જેમ) તુલ્યતા જ થઈ જાય. અને જો સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ પતિ અને નાતિ એમ બન્ને છે. એમ કહીએ તો પરસ્પર વિરોધ આવે. તથા સ્વસ્વરૂપે નાસ્તિ માનવાથી પદાર્થનું સ્વરૂપ શૂન્યાત્મક થઈ જાય. તે ન થઈ જાય તેટલા માટે જ આવા ખોટા અર્થની નિવૃત્તિ સારૂં વાર કહેલ છે. તેથી સ્વદ્રવ્યાદિથી અસ્તિ જ સિદ્ધ થાય છે. પરંતુ સ્વદ્રવ્યાદિથી નાસ્તિ સિદ્ધ થતું નથી. એ જ વાર લખવાનું ફળ છે. માટે જ. શાસ્ત્રોમાં કહ્યું છે કે -
“અનિષ્ટ અર્થની નિવૃત્તિ માટે વાક્યમાં અવધારણ તો કરવું જ જોઈએ, અન્યથા (જો અવધારણ કરવામાં ન આવે તો) એ વાક્ય કોઈક સ્થળે (ક્યારેક-કોઈક કાળે) અકથિતની સાથે સમાન થઈ જશે. એટલે કે અસ્તિને કહેનારું આ વાક્ય નહી કહેલા એવા નાસ્તિની સાથે પણ સમાન થઈ જશે. એમ થવાથી વસ્તુનું પ્રતિનિયત સ્વરૂપ ન રહેવાથી સ્વરૂ૫હાનિ જ થશે.”
___ तथाऽप्यस्त्येव कुम्भ इत्येतावन्मात्रोपादाने कुम्भस्य स्तम्भायस्तित्वेनापि सर्वप्रकारेणास्तित्वप्राप्तेः प्रतिनियतस्वरूपानुपपत्तिः स्यात् । तत्प्रतिपत्तये स्यादिति प्रयुज्यते, स्यात्कथञ्चित्स्वद्रव्यादिभिरेवायमस्ति, न परद्रव्यादिभिरपीत्यर्थः । यत्रापि चासौ न प्रयुज्यते, तत्रापि व्यवच्छेदफलैवकारवद् बुद्धिमद्भिः प्रतीयत एव । यदुक्तम् -
सोऽप्रयुक्तोऽपि वा, तज्जैः सर्वत्रार्थात् प्रतीयते ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org