________________
રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૭/૧૮
૬૪૦ માટે હે સર્વેકાન્તવાદીઓ ! વસ્તુનું અસ્તિત્વ અને નાસ્તિત્વ એ બન્ને રૂપાન્તર (ભિન્ન ભિન્ન રૂ૫) છે એમ માનવું જ જોઈએ. જેમ એક પુરૂષમાં સ્વપિતાની અપેક્ષાએ પુત્રત્વ છે અને સ્વપુત્રની અપેક્ષાએ પિતૃત્વ છે. પરંતુ સ્વપિતાની અપેક્ષાએ જે પુત્રત્વ છે તે જ પિતૃત્વ નથી. રૂપાન્તર છે. તે જ પ્રમાણે સ્વદ્રવાદિની અપેક્ષાએ અસ્તિત્વ છે અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિત્વ છે એમ બન્ને ધમોં એક પદાર્થવર્તી છે પરંતુ રૂપાન્તરરૂપ છે તેથી નકકી થાય છે કે અસ્તિત્વ એ પ્રતિષેધ્ય એવા નાસ્તિત્વની સાથે અવિનાભાવિ જ છે. જ્યાં જ્યાં સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ વિધેય એવું અસ્તિત્વ હોય ત્યાં ત્યાં નિયમાં પરદ્રવ્યાદિની અપેક્ષાએ નિષેધ્ય એવું નાસ્તિત્વ હોય જ છે. અને જ્યાં જ્યાં પરદ્રવ્યાદિની અપેક્ષાએ નિષેધ્ય એવું નાસ્તિત્વ હોય છે ત્યાં ત્યાં સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ વિધેય એવું અસ્તિત્વ પણ હોય જ છે. આ બન્ને અવિનાભાવિ જ છે. તેથી એક જગ્યાએ અવિનાભાવ છે અને બીજી જગ્યાએ અવિનાભાવમાં વ્યાઘાત છે આ વાત બરાબર નથી.
થી ૨ પ્રતિષ્પ નાસ્તિત્વ અસ્તિત્વમ્ય (વિનામ વિ) ઉપર સમજાવ્યા પ્રમાણે જે રીતે પ્રતિષેધ્ય એવું નાસ્તિત્વ એ અસ્તિત્વની સાથે અવિનાભાવિ સંબંધવાળું છે. તે જ રીતે પ્રધાનભાવે વિવક્ષા કરવાથી ક્રમશ: = અનુક્રમે અર્પણ કરવાથી બનનારા ઉભયત્વાદિ ((૩) પતિનાતિ, (૪) વિતવ્ય, (૫) તિગવતગ, (૬) નાતિ , અને (૭) પતિનાતિ નવજીવ્ય) રૂપ ધર્મપંચક (પાંચ ભાગા) પણ પરસ્પર અવિનાભાવિ જ છે એમ સમજી લેવું. વિવેક્ષાભેદથી અવિનાભાવી છે. ૪-૧૬
अथ तृतीयं भङ्गमुल्लेखतो व्यक्तीकुर्वन्ति - स्यादस्त्येव स्यान्नास्त्येवेति क्रमतो विधिनिषेधकल्पनया तृतीयः ॥४-१७॥ હવે ત્રીજા ભાંગાનો ઉલ્લેખ કરીને તેને સ્પષ્ટ કરે છે -
ઘટ-પટાદિ સમસ્ત વસ્તુઓ સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિ જ છે અને પર દ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિ જ છે. એમ કમવિવક્ષાએ વિધિનિષેધની કલ્પના કરવાથી આ ત્રીજો ભાંગો થાય છે. ૪-૧૭
ટીકા - સમિતિ પૂર્વસૂત્રવિહોરાત્ર વનુવર્તનીયના તોમર્થ: માર્ષિતપ દ્વવ્યારિતુટયાપેક્ષવા क्रमाप्तिाभ्यामस्तित्वनास्तित्वाभ्यां विशेषितं सर्वं कुम्भादि वस्तु स्यादस्त्येव स्यान्नास्त्येवेत्युल्लेखेन वक्तव्यमिति ॥४-१७॥
ટીકાનુવાદ - “સર્વ” આવું પદ પૂર્વના (૧૫/૧૬) સૂત્રમાંથી અહીં અને હવે પછીનાં ઉત્તરસૂત્રોમાં પણ અનુવર્તનીય છે. તેથી સૂત્રનો અર્થ આ પ્રમાણે થાય છે. અનુક્રમે અર્પણા (વિવક્ષા) કરાયેલા એવા સ્વદ્રવ્યાદિ ચાર (સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ અને સ્વભાવ) તથા પરવ્યાદિ ચાર (પદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાળ અને પરભાવ)ની અપેક્ષાએ અનુક્રમે પ્રથમ અસ્તિત્વ અને પછી નાસ્તિત્વની વિવક્ષા કરવા દ્વારા વિશેષિત કરાયેલ કુંભાદિ સર્વ પદાર્થો કથંચિત્ અતિરૂપ જ અને કથંચિત્ નાસ્તિ રૂપ જ છે. આવા ઉલ્લેખે બોલાતો આ ત્રીજો ભાંગો જાણવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org