________________
રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૬
૬૩૮ भावपरिहारेणासम्भवात्, अभावस्य च भावपरिहारेणेति वस्तुनोऽस्तित्वनास्तित्वयो रूपान्तरत्वमेष्टव्यम् । तथा चास्तित्वं नास्तित्वेन प्रतिषेध्येनाबिनाभावि सिद्धम् । यथा च प्रतिषेध्यमस्तित्वस्य नास्तित्वं तथा प्रधानभावतः क्रमार्पितोभयत्वादिधर्मपञ्चकमपि वक्ष्यमाणं लक्षणीयम् ॥४-१६॥
એકાન્ત અસ્તિત્વવાદી (અદ્વૈતવાદી) આવી શંકા કરે છે કે નાસ્તિત્વ ન માનીએ તો પણ ઘટ-પટાદિનું અનિત્યત્વ સાધવામાં અમારો કહેલો “સવ'' હેતુ વ્યભિચારી હેત્વાભાસ થતો નથી. તે આ પ્રમાણે :
હે જૈનો ! તમે સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ વિધિકલ્પના દ્વારા અસ્તિત્વ અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ પ્રતિષેધકલ્પના દ્વારા નાસ્તિત્વ એમ બન્ને જુદાં જુદાં જે કહો છો તે બરાબર નથી. પરંતુ સાધ્ય હોતે છતે હેતુનું જે નિયત અસ્તિત્વ છે તે જ સાધ્યના અભાવમાં હેતુનું નાસ્તિપણું છે. જેમ સાકરમાં મધુરતાનું હોવું તે સાકરનું સ્વરૂપ છે. તે જ રીતે મધુરતાનું અસ્તિત્વ એ જ આસ્લાદિના નાસ્તિત્વ રૂપ છે માટે તે પણ સાકરનું સ્વરૂપ જ છે. એ જ રીતે ઘટના અનિત્યત્વને સાધવામાં સત્વ” હેતુનું જે નિયમપૂર્વક = નિશ્ચિત અસ્તિત્વ છે. તે જ અનિત્યત્વના અભાવરૂપ સાધ્યાભાવમાં
સત્ત્વ” હેતુનું નાસ્તિત્વ છે. અર્થાત્ “સત્ત્વ” હેતુનું જે અસ્તિત્વ છે તે અસ્તિત્વ જ સાધ્યાભાવમાં નાસ્તિરૂપ છે. ભિન્ન એવું નાસ્તિત્વ હોતું નથી. વર્ષ નીવ: ચૈતન્યવેત્તાત્ = જીવસાધ્યના સદ્ભાવમાં નિયમપૂર્વક ચૈતન્યનું જે અસ્તિત્વ એ જ જીવાભાવ રૂપ સાધ્યાભાવમાં ચૈતન્યનું નાસ્તિત્વ છે. ભિન્ન નાસ્તિત્વ નથી. તેથી અસ્તિત્વ એ હેતુનું જેમ સ્વરૂપ છે તેમ નાસ્તિત્વ એ પણ હેતુનું પોતાનું
સ્વરૂપ જ છે. તે સ્વરૂપને પ્રતિષેધ્ય કેમ કહેવાય ? જે સ્વરૂપ હોય તેમાં પ્રતિષેધ્યત્વ કદાપિ સંભવતું નથી. અસ્તિત્વ એ જેમ “સત્વ” હેતુનું સ્વરૂપ છે. તે જ રીતે સાધ્યાભાવમાં ન વર્તવા રૂપ નાસ્તિત્વ પણ “સત્ત્વ” હેતુનું સ્વરૂપ જ છે. માટે “સર્વ” હેતુમાં જેમ અસ્તિત્વ વર્તે છે તેમ નાસ્તિત્વ પાગ સત્વ હેતુનું સ્વરૂપ જ છે તેથી નાસ્તિત્વ પણ સત્વ હેતુમાં સાધ્યાભાવની અપેક્ષાએ વર્તે જ છે. અને વિદ્યમાન હોવાથી પ્રતિષેધને યોગ્ય નથી. તથા ચેતન હેતુનું અસ્તિત્વ જીવ નામના સાધ્યના સદ્ભાવમાં વિદ્યમાન છે માટે અસ્તિત્વ એ જેમ ચેતન હેતુનું સ્વરૂપ છે અને તેથી વિધેય છે પ્રતિષેધ્ય નથી. તેવી જ રીતે જીવાભાવરૂપ સાધ્યાભાવમાં ચેતનનું આ અસ્તિત્વ જ નાસ્તિત્વ રૂપ છે. માટે તે નાસ્તિત્વ પણ ચેતન હેતુનું અસ્તિત્વની જેમ સ્વરૂપ જ છે તેથી વિધેય જ છે પ્રતિષેધ્ય કેમ બને ? માટે સ્વરૂપમાં પ્રતિષેધ્યત્વની અનુપપત્તિ છે. આ પ્રમાણે જ્યાં જ્યાં સાધ્ય અને હેતુ “સમવ્યાપ્યવ્યાપક” છે ત્યાં ત્યાં હેતુનું અસ્તિત્વ એ જેમ હેતુનું સ્વરૂપ છે તેમ નાસ્તિત્વ એ પણ હેતુનું સ્વરૂપ જ હોવાથી પ્રતિષેધ્યરૂપ નથી. અને સાધ્યના સદ્ભાવમાં હેતુનું જે અસ્તિત્વ એ જ સાધ્યાભાવમાં હેતુનું નાસ્તિત્વ સ્વરૂપ છે. અલગ નાસ્તિત્વ નથી. એમ સમજવું જોઈએ.
પરંતુ “ર્વતો મન ધૂમ” ઈત્યાદિ અનુમાનોમાં જ્યાં જ્યાં સાધ્ય અને હેતુ “સમવ્યાખ્યવ્યાપક” નથી પરંતુ વિષમ વ્યાખવ્યાપક છે ત્યાં ત્યાં સાધ્યના સર્ભાવમાં પાગ હેતુનું જે નાસ્તિત્વ છે તે પ્રતિષેધ્ય છે. જેમ કે આ અનુમાનમાં સાધ્ય વહ્નિ છે. તેનો રાષ્ટ્રભાવ મહાનસમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org