________________
રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૮/૧૯
૬૪૨ “સત્-સમ્” ઉભયાત્મક સ્વરૂપ કહી શકાતું નથી. કારણ કે તે શત્ શબ્દ સર્વ અર્થનું પ્રતિપાદન કરવાનું સામર્થ્ય ધરાવતો નથી. માટે યુગ૫ પાણે = એકીસાથે આ સત્વ-અસત્ત્વ સ્વરૂપ એક જ શબ્દથી કહેવું હોય તો તેવા પ્રકારનો કોઈ શબ્દ ન હોવાથી યુગ૫ર્ની વિવક્ષાએ વસ્તુનું સ્વરૂપ અવક્તવ્ય જ બને છે. આ ચોથો ભાંગો જાણવો.
શંકા - સતિમે પટું તમે એમ કહો છો કે કોઈ એક પદ ઉભય અર્થને નથી જણાવતું પરંતુ તમારી આ વાત બરાબર નથી કે જે સાંકેતિકપદો છે તે તે સાંકેતિક પદો એક હોવા છતાં ઉભય અર્થને કહે જ છે. જેમ કે રાતૃરીનરી સત્ (પાણિનિવ્યાકરણ સૂત્ર ૩/૨/૧૨૪) અહીં વપરાયેલો “સ” શબ્દ એક જ પદ હોવા છતાં સાંકેતિક (સંકેત અર્થયુક્ત) હોવાથી શત્રુ અને શાન બન્ને પ્રત્યયને જણાવે છે. તથા ટ્રમ્પત એટલે સ્ત્રી અને પુરૂષ. અહીં પણ એકપદ હોવા છતાં બે અર્થને જણાવે જ છે. તથા “પિતરો” આ પણ એકશેષ થવાથી એક જ પદ હોવા છતાં પણ માતા અને પિતા એમ ઉભય અર્થને જણાવે જ છે. તથા વન્દ્રસમાસ થાય ત્યારે રામશ્નો
છતઃ અહી રામજી એ સમાસ થયા પછી એક જ પદ હોવા છતાં રામ અને લક્ષ્મણ એવા બે અર્થને જણાવે જ છે. તેથી વળી કર્મધારય સમાસમાં પણ કૃષ્ણસ નચ્છતિ = કાળો એવો સાપ જાય છે ઈત્યાદિ વાક્યોમાં સર્વ સામાસિક એવું એક પદ હોવા છતાં પાગ કાળો એ વિશેષણ અને સર્પ એ વિશેષ્ય એમ ઉભય અર્થને સમજાવે જ છે. માટે (૧) સાંકેતિક પદો (જેમ કે સત્ - wતી અને શબ્દ) તથા (૨) દ્વન્દ સમાસ, તથા (૩) કર્મધારય સમાસ આ બધી જગ્યાએ પદ એક જ છે છતાં ઉભય અર્થ સમજાવે છે માટે તમે (જૈનો) એમ કેમ કહો છો કે ઉભય અર્થ સમજાવે એવા પ્રકારનો કોઈ શબ્દ જ સંભવતો નથી.
જૈન - રૂ ન સત્યમ્ = પ્રશ્રકારની આ વાત પણ સાચી નથી. કારણ કે અમે જૈનો એમ કહેતા નથી કે “એકપદ ઉભય અર્થને ન સમજાવે” પરંતુ અમે એમ કહીએ છીએ કે “એકપદ યુગપપાસે ઉભય અર્થને ન સમજાવે” તમે ઉપર જે જે દષ્ટાન્તો આપ્યાં ત્યાં ત્યાં સર્વત્ર એકાદ ઉભયઅર્થને ચોક્કસ સમજાવે છે પરંતુ યુગ૫૬ પાણે (એકી સાથે) ઉભય અર્થને સમજાવતા નથી ક્રમશ: - ક્રમસર જ ઉભય અર્થને સમજાવે છે. એટલે કે તે શબ્દો પણ અનુક્રમે જ અર્થદ્રય સમજાવવામાં સામર્થ્ય ધરાવે છે તે આ પ્રમાણે - “તૂરીનરો સ” અહીં સાંકેતિક સત્ એવો શબ્દ રાત્રુ અને રાન એમ ઉભય અર્થને સમજાવે છે પરંતુ ક્રમશ: એક પછી એક અર્થને સમજાવે છે. તથા તે સત્ શબ્દની જેમ પતી શબ્દ પણ સ્ત્રી અને પુરૂષ બે અર્થને સમજાવે છે. કારણ કે નાવા નો આદેશ હમ્ બનેલો છે તેથી પ્રથમ સ્ત્રી અર્થ જણાવી પછી પુરૂષ અર્થ જણાવે છે માટે ક્રમશ: જ ઉભય અર્થ જણાવે છે. તથા પિતરો માં પણ માતૃ શબ્દ અંદર છે માત્ર તેનો એકશેષ થવાથી લોપ છે. તેથી જ કિવચન આવેલું છે તેથી ક્રમશ: જ માતા-પિતા અર્થ જણાવે છે.
“ન્દ્રસમાસવાથી એક પદ” તે ઉભય અર્થનું વાચક છે એવું જે તમે કહો છો તે પણ આ સમજાવવાથી જ ખંડિત થયેલું સમજી લેવું. કારણ કે સમાસ થવાથી બનેલું એક પદ રામ અને લક્ષ્મણ એવા ઉભય અર્થને અવશ્ય સમજાવે છે પરંતુ તે ક્રમશ: જ સમજાવે છે યુગ૫ક્ષણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org