________________
રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૫
૬૩૪ જ છે. આવા પ્રકારની વિધાનાત્મક કલ્પના દ્વારા આ પહેલો ભાંગો છે. ૪-૧૫
ટીકા • સાહિત્યવ્યમનેન્તાવો થાત્ જયંજિત્ અધ્યક્ષેત્રમાળા સર્વ - म्भादि, न पुनः परद्रव्यक्षेत्रकालभावरूपेण । तथाहि - कुम्भो द्रव्यतः पार्थिवत्वेनास्ति, न जलादिरूपत्वेन, क्षेत्रतः पाटलिपुत्रकत्वेन, न कान्यकुब्जादित्वेन, कालतः शैशिरत्वेन, न वासन्तिकादित्वेन, भावतः श्यामत्वेन, न रक्तत्वादिना । अन्यथेतररूपापत्या स्वरूपहानिप्रसङ्ग इति ।
अवधारणं चात्र भङ्गेऽनभिमतार्थव्यावृत्त्यर्थमुपात्तम् । इतरथाऽनभिहिततुल्यतैवास्य वाक्यस्य प्रसज्येत, प्रतिनियतस्वार्थानभिधानात् । तदुक्तम् ।
वाक्येऽवधारणं तावदनिष्टार्थनिवृत्तये ।
कर्तव्यमन्यथाऽनुक्तसमत्वात् तस्य कुत्रचित् ॥१॥ ટીકાનુવાદ - “દ્િ ગતિ વ સર્વમ્” ઘટ-પટ આત્મા આદિ “સર્વમ્ = સર્વ વસ્તુઓ થાત્ • અપેક્ષાએ, અતિ વ = છે જ,” આ પ્રથમ ભાંગો છે. તે પ્રથમ ભાંગામાં મુકેલો થાત્ શબ્દ અવ્યય છે. અનેકાન્ત અર્થને જણાવનાર છે. થાત્ એટલે કથંચિત, કથંચિત્ એટલે અમુક અપેક્ષાએ, અર્થાત્ સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાએ કુંભાદિ સર્વ વસ્તુઓ “અસ્તિ જ' છે. પરંતુ પારદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવની અપેક્ષાએ વસ્તુઓ “અસિ” નથી જ. અર્થાત્ પરદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિ જ છે. તે આ પ્રમાણે -
માટી દ્રવ્યનો બનાવેલો, પાટલિપુત્ર ગામમાં બનાવેલો, શિશિર ઋતુમાં બનાવેલો, કાચો અથવા શ્યામરંગ વાળો બનાવેલો એવો એક ઘટ ધારો કે છે. હવે તે ઘટને આશ્રયી કોઈ પ્રશ્ન કરે કે શું આ ઘટ માટીનો છે ? તો આપણે હા એમ કહીશું. પરંતુ કોઈ એવો પ્રશ્ન કરે કે શું આ ઘટ જલ દ્રવ્ય-તેજદ્રવ્ય-કે વાયુદ્રવ્યનો (અથવા સુવાનો રૂપાનો કે ત્રાંબા દ્રવ્યનો) બનાવેલો છે તો આપણે જ કહીશું કે ના, તેથી તે ઘટ સ્વદ્રવ્ય (જે દ્રવ્યનો બનેલો છે તે માટી દ્રવ્ય)ને આશ્રયી અતિ જ છે પરંતુ જલાદિ અન્ય પરદ્રવ્યને આશ્રયી અસ્તિ નથી જ. નાસ્તિ જ છે. એ જ પ્રમાણે પાટલિપુત્રમાં બનાવેલો હોવાથી તે સ્વક્ષેત્રને આશ્રયી અતિ જ છે. પરંતુ તે નગરથી અન્ય નગર જે કાન્યકુબ્બાદિ, તેમાં ન બનાવેલો હોવાથી તદ્નગરજન્યને આશ્રયી અસ્તિપણું નથી જ. તથા શિશિર ઋતુમાં બનાવેલો હોવાથી શિશિરઋતુજન્ય રૂપ સ્વકાળને આશ્રયી અતિ જ છે. પરંતુ વસંત ઋતુ આદિ અન્ય ઋતુઓમાં ન બનાવેલો હોવાથી તે ઋતુજન્યત્વની અપેક્ષાએ અસ્તિ નથી જ તથા શ્યામ આદિ રૂપે અતિ જ છે પરંતુ તેનાથી અન્ય એવા રકત આદિ રૂપે અસ્તિ નથી જ. આ રીતે સર્વે પણ પદાથોં સ્વદ્રવ્યાદિને આશ્રયી જ અસ્તિ છે પરંતુ પરવ્યાદિને આશ્રયી અતિ નથી જ. અન્યથા = જો એમ ન માનીએ અને સ્વદ્રવ્યાદિની જેમ જ પરવ્યાદિથી પાણી અસ્તિસ્વરૂપ છે એમ માનીએ તો વિવક્ષિત એક ઘટમાં ઈતર રૂપના પણ અસ્તિત્વની આપત્તિ થવાથી પોતાના મૂલસ્વરૂપની હાનિ થવાનો પ્રસંગ આવશે. અર્થાત્ સુવા-રૂપ્રકાદિ ઈતરધાતુ રૂપે પાગ અસ્તિત્વ જ છે એમ વિચારતાં એક ઘટ સર્વસંસારમય (સંસારના સર્વપદાર્થ રૂ૫) થઈ જતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org