________________
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧
૬૨૦
આસવિવજ્ઞાાત્ આસપુરૂષની વાણી હોવાથી (હેતુ), મવિવક્ષાવત્ મારી વિવક્ષાની જેમ (ઉદાહરણ). આ પ્રમાણે આમોક્ત વચનોનો અનુમાનપ્રમાણ દ્વારા વસ્તુબોધ કરાવવાનો નિર્ણય હું માનીશ. અર્થાત્ અનુમાનપ્રમાણથી જ આમવચનોનો અર્થ સમજાઈ જાય છે. તે માટે આગમપ્રમાણ માનવાની જરૂર નથી.
જૈન - તવવતુસ્રમ્ = બૌદ્ધની ઉપરોક્ત તે વાત ઉચિત નથી. કારણકે આવા પ્રકારની વ્યવસ્થાનો (એટલે કે શબ્દથી થતો અર્થબોધ અનુમાન દ્વારા થાય છે એવી બૌદ્ધ કલ્પિત વ્યવસ્થાનો) હમણાં જ કહેલા (આ ચોથા પરિચ્છેદના બીજાસૂત્રની ટીકામાં પૃષ્ઠ ૪૩૩માં મંત્રેવં વન્તિ જાIII: ઈત્યાદિ પંક્તિથી કહેલા) વૈશેષિકસંબંધી પક્ષના ખંડન દ્વારા ઉત્તર અપાઈ જ ચુક્યો છે. નિરૂત્તર કરાયો જ છે.
સારાંશ કે શબ્દથી થતો અર્ધબોધ અનુમાન્યજન્ય નથી પરંતુ સ્વતંત્ર આગમપ્રમાણ જન્ય છે. આ અર્થ ત્યાં સમજાવેલો જ છે. માટે ત્યાંથી અક્ષરશઃ જોઈ લેવું.
વળી હે બૌદ્ધો ! અમે તમને પુછીએ છીએ કે તમે આ વિવક્ષાનું જે અનુમાન કરો છો તે અનુમાન શાખાદિવાળા પદાર્થમાં વૃક્ષ શબ્દનો સંકેત કરાયે છતે કરો છો કે સંકેત કરાયા વિના જ આ અનુમાન કરો છો ? અર્થાત્ તમારા વડે વિવક્ષાનું જે આ અનુમાન કરાયું તે વૃક્ષ શબ્દનો શાખાદિવાળા પદાર્થમાં સંકેત કરીને કરાયું છે કે સંકેત કરાયા વિના કરાયું છે ?
ન તાવન્યઃ = અન્યથા એટલે ‘“સંકેત કર્યા વિના'' આ બીજો પક્ષ તો બીલકુલ ઉચિત નથી. અર્થાત્ શાખાદિ પદાર્થમાં વૃક્ષ શબ્દનો સંકેત કર્યા વિના જ ો તમે વિવક્ષાનું આ અનુમાન કરશો તો તે બીલકુલ ઉચિત નથી. કારણ કે કોઈ પુરૂષ આ જ વૃક્ષશબ્દ ક્ષે તૃણ અર્થમાં મનથી ગોઠવીને ઉચ્ચારણ કરશે ત્યાં તમારો હેતુ સાધ્યાભાવવવૃત્તિ થવાથી વ્યભિચારને પામશે. તમારૂં સાધ્ય છે. ‘‘વાવિમાન પવાર્થ’' અને અન્ય કોઈ પુરૂષે આ વૃક્ષશબ્દનું ઉચ્ચારણ તૃળ અર્થમાં ગોઠવીને કર્યું. તે તૃણ શાખાદિના અભાવવાળો પદાર્થ છે. એટલે કે સાધ્યાભાવવાનુ છે. તેથી હેતુ વ્યભિચારી થશે તથા વળી કોઈએ આ જ વૃક્ષ શબ્દ મન ફાવે તેમ ઘટ-પટના અર્થમાં ગોઠવીને કર્યો તો તે ઘટ પટ પણ સાધ્યાભાવવાન્ છે આવા તૃણ-ઘટ-પટ આદિ રૂપ વિપક્ષમાં પણ વૃક્ષ શબ્દનું ઉચ્ચારણ થવા રૂપ હેતુ વર્તે છે. માટે આ હેતુ વિપક્ષવૃત્તિ થવાથી વ્યભિચારી બનશે. જો સંકેત નહી સ્વીકારો તો.
તથા વળી ઉન્મત્ત = ઉન્માદી પુરૂષો-ગાંડા માણસો અથવા મદિરાપાનાદિથી મત્ત બનેલા પુરૂષો, સુતેલા-નિદ્રાધીન પુરૂષો, પોપટ અને સારિકા (મેના) આદિ વડે અન્યથા પણ (અભિધેય શૂન્ય પણ) પ્રતિપાદન થાય છે. અર્થાત્ જે કંઈ કહેવાનું હોય તેવા અભિધેયની વિવક્ષા વિના અસ્તવ્યસ્ત પણ શબ્દપ્રયોગ થાય છે. ત્યાં શાખાદિવાળા પદાર્થની વિવક્ષા રૂપ સાધ્ય નથી સાધ્યાભાવ છે છતાં શબ્દોચ્ચારણ હેતુ છે માટે પણ વ્યભિચારદોષ આવશે.
તથા ગોત્રવનવતા = = ગોત્ર એટલે વાણી, વાણીની સ્કૂલના વાળા પુરૂષો વડે (એટલે કે કંઈ બોલવાનું હોય અને કંઈ બોલે એવા - વાણીની અનિયત સ્થિતિવાળા પુરૂષ વડે) બોલાયેલા
Jain Education International
=
For Private & Personal Use Only
www.jainelibrary.org