________________
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૨ अतस्तदपि वाचकं भवेदिति प्रतिनियतवाच्यवाचकभावव्यवस्थापनं प्रलयपद्धतिमनुधावेत् । ततः शन्दः सामान्यविशेषात्मकार्थावबोधनिबन्धमेवेति स्थितम् ॥४-११॥
વળી તમે પૂર્વે (પૃષ્ઠ ૬૦૦માં) જે કહ્યું છે કે શબ્દ અને મનમાં ઉઠતા વિકલ્પો વચ્ચે જ માત્ર કાર્યકારણભાવ છે. પરંતુ શબ્દ અને પદાર્થ વચ્ચે વાચવાચકભાવ જેવું કંઈ છે જ નહીં. તથા કાર્યકારાગભાવ એ જ વાઅવાચકભાવ તરીકે લોકોમાં વ્યવસ્થા પામેલ છે. ઈત્યાદિ તમે જે કહ્યું છે તે અયુક્ત જ છે. જે કાર્યકારાણભાવ એ જ વાઅવાચકભાવ હોય તો શ્રોત્રેન્દ્રિય દ્વારા થતા જ્ઞાનમાં પ્રતિભાસિત થતો (જણાતો) શબ્દ પણ પોતાના પ્રતિભાસમાં કારણ બને જ છે. તેથી આ શબ્દ પણ પોતાનાથી થતા તે જ્ઞાનનો પાણ વાચક બનશે. (અને મનમાં શ્રોત્ર દ્વારા થતું તે જ્ઞાન પણ વાચ્ય બનશે). અર્થાત્ શબ્દ એ શ્રોત્રજન્યજ્ઞાનનું કારાગ, અને શ્રોત્રજન્યજ્ઞાન એ શબ્દનું કાર્ય હોવાથી, શબ્દ એ વાચક અને શ્રોત્રજન્ય જ્ઞાન એ વાચ્ય બનવું જોઈએ, પરંતુ તે બન્ને વચ્ચે વાચ્યવાચકભાવ નથી. માટે આ તમારી વાત બરાબર નથી. તથા વળી મનમાં ઉઠેલા તે વિકલ્પનું જેમ શબ્દ કારણ છે. તે જ રીતે પરંપરાએ ભૂમિગત ઘટપટાદિ સ્વલક્ષણ = સ્વપદાર્થ પણ સમારોપિત થવા રૂપે કારણ છે એથી તે સ્વલક્ષણ = ભૂમિગતઘટપટાદિ પદાર્થ પણ (વાસ હોવા છતાં પણ) કારણ હોવાથી તમારા મતે વાચક બનશે. અને આમ થવાથી મનમાં ઉત્પન્ન થતા વિકલ્પમાં જેટલાં કારણો છે તે સર્વે વાચક થશે. જેથી પ્રતિનિયત વાગ્યવાચકભાવની જે વ્યવસ્થા છે તે તો પ્રલયમાર્ગને જ (વિનાશને જ) પામશે. ઘટશબ્દ અને ઘટપદાર્થ રૂપે જે પ્રતિનિયતવા-વાચકવ્યવસ્થા આ સંસારમાં સર્વપ્રાણીઓને અનુભવસિદ્ધ છે તે તો તુટી જ પડશે. માટે હે બૌદ્ધ ! હવે કંઈક સમજો કે શબ્દ એ વાચક જ છે અને સામાન્ય તથા વિશેષ એમ ઉભયધર્માત્મક પદાર્થ એ જ વાચ્ય છે. તથા શબ્દ એ પોતાનામાં રહેલી સ્વાભાવિક શકિત અને સંકેત આ બન્ને દ્વારા જ સામાન્ય-વિશેષ એમ ઉભયાત્મક સ્વભાવવાળા એવા અર્થના બોધનું કારણ છે. એમ નકકી થયું. I૪-૧૧,
स्वाभाविकसामर्थ्यसमयाभ्यामर्थबोधनिबन्धनं शब्द इत्युक्तम् । अथ किमस्य शब्दस्य स्वाभाविक रूपं, किश्च परापेक्षमिति विवेचयन्ति -
अर्थप्रकाशकत्वमस्य स्वाभाविकं (रूपं) प्रदीपवद्
यथार्थायथार्थत्वे पुनः पुरुषगुणदोषावनुसरतः ॥४-१२॥ શબ્દમાં રહેલું સહજ એવું જે સામર્થ્ય અને સંકેત, આ બે વડે અર્થબોધ કરાવવામાં શબ્દ એ કારણ છે એમ પૂર્વસૂત્રમાં કહ્યું. હવે આ શબ્દનું સ્વાભાવિક સ્વરૂપ શું છે અને પરાપેક્ષિત સ્વરૂપ શું છે ? તે બન્ને હવે પછીના બારમા સૂત્રમાં જણાવે છે.
અર્થનો પ્રકાશ કરવો એ શબ્દનું દીપકની જેમ સ્વાભાવિક સ્વરૂપ છે. પરંતુ કરાયેલો તે અર્થબોધ યર્થાથ છે કે અયથાર્થ છે તે વાત પુરૂષના ગુણદોષને અનુસરે છે. પ૪-૧૨ાા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org